<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

વાંગચુકનો જીવ બચાવવા માટે જે પણ તબીબી સહાયની જરૂર હોય તે તાત્કાલિક કરો:દિલ્હી હાઇકોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ

હાઈકોર્ટે સરકારી ડૉક્ટરોની ટીમને તેમની તબિયત પર સતત દેખરેખ રાખવા જણાવ્યું:કોર્ટે સ્પષ્ટ કર્યું કે વિરોધ પ્રદર્શન વચ્ચે તેમના સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ

લદ્દાખને વિશેષ દરજ્જો અપાવવા અને NEET-UG ની એક્ઝામમાં થયેલા ગોટાળા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ 19મા દિવસમાં પ્રવેશી છે. તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે કે, વાંગચુકનો જીવ બચાવવા માટે જે પણ તબીબી સહાયની જરૂર હોય તે સરકાર દ્વારા તાત્કાલિક પૂરી પાડવામાં આવે.

હાઈકોર્ટે સરકારી ડૉક્ટરોની ટીમને તેમની તબિયત પર સતત દેખરેખ રાખવા જણાવ્યું છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, વિરોધ પ્રદર્શન વચ્ચે તેમના સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ.

(1:12 PM IST)