તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
વ્હોટસએપમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન પીનને બદલે મળી શકે છે એકાઉન્ટ પાસવર્ડનો વિકલ્પ
મેટાએ સોશીયલમિડીયા પ્લેટફોર્મ અપગ્રેડ કરવા તૈયારી આદરી

નવી દિલ્હીઃ વિશ્વભરમાં લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp તેના યુઝર્સની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સતત નવા ફીચર્સ પર કામ કરતું રહે છે. હાલમાં વોટ્સએપ યુઝર્સને વધારાની સુરક્ષા પૂરી પાડવા માટે ‘ટુ-સ્ટેપ વેરિફિકેશન'ની સુવિધા આપે છે. પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર, મેટા-માલિકીનું આ પ્લેટફોર્મ આ ફીચરમાં એક મોટો અપગ્રેડ કરવાની તૈયારી કરી રહ્યું છે. વોટ્સએપના ફીચર્સ પર નજર રાખતી વેબસાઇટ WABetaInfo ના રિપોર્ટ મુજબ, કંપની એક નવી સુરક્ષા સુવિધા પર કામ કરી રહી છે. આ અપડેટ હેઠળ, યુઝર્સને હાલના ૬-અંકના આંકડાકીય PINને બદલે અક્ષરો અને સંખ્યાઓ ધરાવતો પાસવર્ડ સેટ કરવાનો વિકલ્પ મળી શકે છે.
હાલમાં વપરાશમાં લેવાતો ૬-અંકનો PIN સુરક્ષિત છે, પરંતુ આલ્ફાન્યૂમેરિક પાસવર્ડ સેટ કરવાની સુવિધા મળવાથી એકાઉન્ટની સુરક્ષાનું સ્તર ખૂબ ઊંચું થઈ જશે. ખાસ કરીને એવા યુઝર્સ માટે આ ફીચર અત્યંત ઉપયોગી સાબિત થશે જેઓ વોટ્સએપ પર નાણાકીય વ્યવહારો કરે છે
અથવા ગુપ્ત અને મહત્વપૂર્ણ ડેટા શેર કરે છે. વર્તમાન ટુ-સ્ટેપ વેરિફિકેશન સેટિંગ્સની જેમ જ આ નવું પાસવર્ડ ફીચર પણ સંપૂર્ણપણે ઓપ્શનલ રહેવાની શકયતા છે. તેથી જે યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરવા નથી માગતા, તેમના એકાઉન્ટ પર આ ફેરફારની કોઈ અસર થશે નહીં.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
