હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોટ્સએપ પર મોબાઈલ નંબર વિના ચેટ થઈ શકશે
યુઝરનેમ ફીચર લોન્ચ કરાયું, ૨૯ જૂનથી યુઝરનેમ માટે બુકિંગ શરૂ થયું : આ ફીચર તમારા વિસ્તારમાં ઉપલબ્ધ થશે, ત્યારે વોટ્સએપ એપમાં નોટિફિકેશન મળશે : આ ફેરફારથી યુઝર્સનો ફોન નંબર વધુ સુરક્ષિત અને ખાનગી રહેશે

નવી દિલ્હી તા.૧: અત્યાર સુધી વોટ્સએપ પર કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરવા માટે મોબાઈલ નંબર આપવો અનિવાર્ય હતો, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. મેટાની માલિકીના વોટ્સએપે 'યુઝરનેમ' ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા આવ્યા બાદ લોકોએ પોતાનો મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં પડે અને તેઓ માત્ર યુઝરનેમ દ્વારા પણ ચેટ કરી શકશે.
કંપનીએ ૨૯ જૂનથી વિશ્વભરમાં યુઝરનેમની બુકિગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જોકે, આ સુવિધા તમામ યુઝર્સને એક્સાથે નહીં મળે. આગામી થોડા મહિનાઓમાં તેને તબક્કાવાર રીતે વિશ્વના તમામ દેશોમાં રોલ આઉટ કરવામાં આવશે. જ્યારે આ ફીચર તમારા વિસ્તારમાં ઉપલબ્ધ થશે, ત્યારે તમને વોટ્સએપ એપમાં જ નોટિફિકેશન મળી જશે.
વોટ્સએપના વડા કુણાલ શાહે એક્સ પર લખ્યું છે કે, દુનિયાભરમાં આ ફીચર રિલીઝ થાય તે પહેલા જ વોટ્સએપ સાથે જોડાઓ અને તમારું યુઝરનેમ સુરક્ષિત કરો. હવે તમારી પસંદગીનું યુઝરનેમ મેળવવાનો સમય આવી ગયો છે. લોકો સાથે જોડાવાની એક વધુ સુરક્ષિત અને ખાનગી પદ્ધતિ ટૂંક સમયમાં તમારા વોટ્સએપમાં આવી રહી છે.
યુઝરનેમ ફીચર આવ્યા બાદ -જ્યારે તમને કોઈ મોટા ગ્રૂપ ચેટમાં ઉમેરવામાં આવશે અને જ્યારે તમે પહેલીવાર કોઈ નવી વ્યક્તિને મેસેજ કરશો ત્યારે તમારો નંબર દેખાશે નહીં. આ ફેરફારથી તમારો ફોન નંબર વધુ સુરક્ષિત અને ખાનગી રહેશે. તે માત્ર ત્યારે જદેખાશે જ્યારે તમે પોતે તેને શેર કરવાનું પસંદ કરશો.
વોટ્સએપનું કહેવું છે કે ઘણીવાર લોકો નવા વ્યક્તિઓ સાથે વાત કરવા માંગતા હોય છે, પરંતુ મોબાઈલ નંબર શેર કરવા માંગતા નથી. જેમ કે કોઈ નેટવર્કિગ ઈવેન્ટમાં મળેલ વ્યક્તિ, નવા ક્લાસમેટ, પાડોશી અથવા બાળકોના સ્કૂલ/સ્પોર્ટ્સ ગ્રુપના અન્ય વાલીઓ સાથે વાત કરતી વખતે પ્રાઈવસી જાળવવી જરૂરી હોય છે. આવા કિસ્સાઓમાં હવે મોબાઈલ નંબરને બદલે માત્ર યુઝરનેમ શેર કરી શકાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
