News of Wednesday, 25th November 2026
પાકિસ્તાનમાં ઘઉંની અછતઃ લોટની કિંમતમાં રૂ.૨૦૦ સુધીનો વધારો
ભાવ કાબૂમાં લેવા તથા ૩-૪ મિલિયન ટન ઘઉંની અછતને પહોંચી વળવા સરકાર વૈશ્વિક બજારમાંથી ઘઉં આયાત કરશે

કરાચીઃ તા.૨૫: ગંભીર આર્થિક સંકટ અને રાજકીય અનિヘતિતાઓનો સામનો કરી રહેલાં પાકિસ્તાનમાં આગામી સમયમાં ખાદ્યાન્તની કટોકટી સર્જાવાનું જોખમ સર્જાયું છે. લણણીની આગામી સીઝન શરૂ થાય તે પહેલાં જ દેશમાં ૩-૪ મિલિયન ટન જેટલી ઘઉંની અછતની આશંકાને પગલે સ્થાનિક બજારોમાં ઘઉંના લોટની કિંમતોમાં બેફામ વધારો થઈ રહ્યો છે. ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવા તથા સ્થાનિક માગને પહોંચી વળવા સરકારે ૮ લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરવા માટે આંતરરાષ્ટ્રીય ટેન્ડર બહાર પાડ્યાં છે.
ઘઉંના ભાવ વધતાં, પેટ્રોલ, ડીઝલ સહિતની કિંમતોમાં તોતિંગ વધારાને પરિણામે પહેલાંથી જ અસહ્ય મોંઘવારીનો માર સહન કરી રહેલા પાકિસ્તાનના લોકોને હવે બે ટંક ભોજનની ચિંતા સતાવી રહી છે. પાકિસ્તાનના કેટલાંક શહેરોમાં ઘઉંના લોટની કિંમતમાં આશરે રૂ. ૨૦૦ સુધીનો જંગી વધારો જોવાયો છે. ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન (ટીસીપી) દ્વારા બહાર પડાયેલાં આ ટેન્ડરમાં આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સને જથ્થાબંધ ઘઉં પૂરા પાડવા અને કરાચી અથવા ગ્વાદર બંદર પર તેની ડિલીવરી કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ચાલુ વર્ષે ઓછાં પાકને કારણે ઘઉંની ઉપજવાર્ષિક અંદાજની તુલનાએ ઓછી રહેવા પામી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પાકિસ્તાનમાં ૩૧થી ૩૨ મિલિયન ટનના અંદાજની તુલનાએ ૨૯.૬૧ મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. જેને પગલે વર્ષ દરમિયાન ઘઉંની ગંભીર અછત સર્જાવાનું જોખમ ઉભું થયું છે. લોકોને પુરતા પ્રમાણમાં ઘઉં મળી રહે તે માટે સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઘઉંની આયાત કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનનું અર્થતંત્ર પણ કળષિપ્રધાન છે અને તેના જીડીપીમાં કળષિ ક્ષેત્રનો હિસ્સો આશરે ૨૫ ટકા જેટલો છે. જોકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તેની ખાદ્યાન્ન ખાધમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૫-૨૬ દરમિયાન ૩.૮ અબજ ડોલરના પામ ઓઈલની આયાત સહિત પાકિસ્તાનની ખાદ્યાન્તની આયાત વધીને ૯.૧૫ અબજ ડોલર રહેવા પામી છે. બીજી તરફ પાકિસ્તાનની કળષિ ક્ષેત્રની નિકાસ ૩૦ ટકાના જંગી દરે ગગડીને ૫.૦૨ અબજ ડોલર રહેતાં ૪.૧૩ અબજ ડોલરની ખાધ નોંધાઈ હતી.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
