તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
બજાઈ બાંસુરી તો દુનિયા દિવાની, ઉઠાયા સુદર્શન તો ખત્મ કહાની...
લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ, અંગઅંગ મ્હોરે વજ થઈને, રોમરોમમાં ચામ... : સાંવરે કે બંસી કો બજને સે કામ, રાધા કા ભી શ્યામ, મીરા કા ભી શ્યામ, : ભલે બીજું કંઇ હોય કે ન હોય પારદર્શક, જગતમાં છે ગીતા જ એક પથદર્શક : કૃષ્ણ એટલે આકર્ષણ, સ્વનું અને સર્વનું સમર્પણ. કૃષ્ણ આવતીકાલને આંજીને ગઇકાલને જીત્યા છે. જન્માષ્ટમી આવે એટલે પવન ગોકુળની ધૂળને પોતાની પીઠ પર બેસાડીને વાતો હોય તેવું લાગે છે. ભગવાનને યાદ કરતી વખતે આપણામાં ગોપસખાનો ભાવ જાગે છે. કૃષ્ણ તો ભકિત અને શકિતના માણિગર છે. નિખાલસ મૈત્રી કૃષ્ણ સ્વરૂપ છે. અખિલમ્ મધુરમને જગતના સીમાડા નડતા નથી. વિશ્વભરને મળેલું નવુ દર્શન એટલે સુદર્શન, તેઓ કાયમ હસતા હોય તેવા દેવ છે. રાધાની આંખો, ગોપીની તાળી, નરસિંહ મહેતાની કરતાલ અને મીરાબાઇનો એકતારો : રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સતત ૪૧માં વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીઃ કાલે શુક્રવારે સવારે ૮ વાગ્યે મવડી ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ધર્મસભા અને ધર્મસભા બાદ રથયાત્રાનું પ્રસ્થાનઃ માર્ગમાં ઠેર-ઠેર સ્વાગતઃ રર કિ.મી.ના રૂટની યાત્રાનું પેડક રોડ પર સમાપનઃ સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, ૪-ભોમેશ્વર, જામનગર રોડ, ઇન્દીરા સર્કલ, યુનિવર્સિટી રોડ, એસ્ટ્રોન સિનેમા ચોક, નાણાવટી ચોક, રૈયા રોડ, સતાધાર ચોક, અંકુર સ્કુલ પાસે, કૃષ્ણનગર મેઇન રોડ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર કાલાવડ રોડ, ૬- મનહર પ્લોટ, મંગળા રોડ વગેરે સ્થળોએ સોહામણા સુશોભન સાથે વિવિધ કૃતિઓ

જય કનૈયાલાલ કી.... જશોદાના જાયાને સત્કારવા રાજકોટમાં હરખની રેલી ચડી છે ઠેર ઠેર નયનરમ્ય રોશની ઝળહળી રહી છે ઉપરોક્ત બંને તસવીરો રાજકોટના હૃદય સમાન રેસકોસ પાસેના અકિલા ચોકની છે અને એસ્ટ્રોન સિનેમા ચોકની છે .જ્યાં સેકડો લેમ્પની રોશનીએ ઝગમઞાટ કરી દીધો છે . એસ્ટોન ચોકમાં અન્ય દર્શનનીય કળતિઓ પણ પ્રસ્તુત છે. : જય શ્રી કૃષ્ણ રાજકોટ ઉત્સવની અનોખી ઉજવણી માટે જાણીતું છે .જન્માષ્ટમી નિમિત્તે વિવિધ જગ્યાએ લાલાને લાડ લડાવતા સોહામણા સુશોભનો થયા છે. ઉપરોક્ત તસવીર યુનિવર્સિટી રોડ પરના ઇન્દિરા સર્કલની છે .બીજી તસવીર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મુખ્ય રથના સુદર્શનધારી શ્રીકૃષ્ણની મૂર્તિની છે.
રાજકોટ, તા. ૩: સમયનું ચક્ર સતત ફરતુ રહે છે. સેકન્ડ, મીનીટ, કલાક, દિવસ, મહિના વિતતા રહે છે. દર વર્ષે શ્રાવણ માસની વદ અગષ્ટમીએ શ્રી કૃષ્ણ જન્મ પર્વ આવે છે. ઋષિઓએ આપણા જીવનને રસપ્રદ બનાવવા અને ઉજવણી દ્વારા સદગુણોનો સંદેશ ફેલાવવા માટે તહેવારોને મહત્વના ગણ્યા છે. ભારતીય સંસ્કૃતિ નવલખા તહેવારોની શ્રૃંખલાથી શોભી રહી છે. આવો જ એક તહેવાર એટલે જન્માષ્ટમી. આવતી કાલે તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ નો સુરજ જન્માષ્ટમીના દિવસને ઉગાડશે ભગવાન શ્રી કૃષ્ણના ભકતો પરંપરાગત રીતે જન્માષ્ટમીની દિવ્ય-ભવ્ય ઉજવણી કરવા માટે થનગની રહયા છે. રાજકોટમાં આ તહેવારની ઉજવણી જન્માષ્ટમી પૂર્વે જ શરૂ થઇ જાય છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે સતત ૪૧માં વર્ષ અવનવા આકર્ષણો સાથે જન્માષ્ટમીની દર્શનીય ધર્મયાત્રા (શોભાયાત્રા) નીકળનાર છે. ઘેર-ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...
મુકિતદાતા, લોકોના તારણહાર તથા ગીતાના ગાનારા શ્રીકૃષ્ણનો જન્મ થયો, તે દિવસ એટલે શ્રાવણ વદ અષ્ટમી, એ અતિ માંગલિક અને પવિત્ર, પુરાર્તન, છતાં નિત્ય નૂતન, સનાતન દિવસ જન્માષ્ટમીના નામે પ્રચલિત છે.
ભગવાન શ્રીકૃષ્ણનો દિવ્ય જન્મ મૂશળધાર વરસાદમાં કૃષ્ણ પક્ષની અંધારી મધ્ય રાત્રીએ કંસની જેલની અંધારી કોટડીમાં - અંધારામાં જ થયો હતો.
કુરૂક્ષેત્રના યુધ્ધમાં કર્તવ્યાકર્તવ્યના વિષયના બારામાં અર્જુન સામે અંધકાર જ હતો ને? અને એ અંધકારના લીધે જ તો ગીતાના દિવ્યજ્ઞાનનો પ્રકાશ થયો હતો.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અગ્રણીઓએ જણાવેલ કે શોભાયાત્રા પૂર્વે ૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૮:૦૦ કલાકે મવડી ચોકડી ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ પરમ પૂજ્ય ભક્તિ પ્રકાશદાસજી સ્વામી (હિંદુ રાષ્ટ્રહિત રક્ષક, શ્રી સ્વામીનારાયણ સનાતન આશ્રમ, ખીરસરા) એકત્રિત થયેલા શહેરીજનોને આશીર્વચનની સાથે હિંદુ સમાજમા સમરસતા અને એકતાનો બોધ આપશે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના રાજકોટ મહાનગરના કાર્યવાહ ડો. અશિષ શુક્લાજી ધર્મસભાને સંબોધશે. અંતમા ધર્મસભાના મુખ્ય વક્તા શ્રી શંકરભાઉ ગાયકર જેઓ વિહિપના કેંદ્રિય મંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા છે તેઓ ઉપસ્થિત રહી શહેરીજનોને વિષાુત પ્રશંગોરુપ ઉદબોધન આપીને હિંદુ સમાજને આવનારા સમયની રાહ બતવશે અને નશા મુક્ત ભારત બનાવવા માટે યુવાનો અને યુવતીઓ ને આહવાન કરશે. ઉપરાંત અનેક સંતો મહંતો આ ધર્મસભા મા સંદેશાત્મક રીતે ઉપસ્થીત રહીને હિંદુ સમાજને સંગઠીત અને સમરસ બનવા માટે આહવાન કરશે.
ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શક સમીતીના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા, સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા અને સહ ઇનચાર્જ દિપકભાઇ ગમઢા, મનોજભાઇ ડોડીયા, કૌશીકભાઇ સરધારા, વિનયભાઇ કારીયા, સમીતીના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર, ડો. હિરેન વિસાણી અને ભુપતભાઇ બોદર, સંકલન સમીતીના પુ. રાધેશ્યામ બાપુ, લલીતભાઇ વડેરીયા (કાળુમામા), અશ્વિનભાઇ ગોસાઇ, ક્રુણાલભાઇ વ્યાસ, ડો. માધવ દવે, યોગેંદ્રસિહ જાડેજા, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), ગૌતમભાઇ ધમસાણીયા, ચમનભાઇ સિંધવ, રાજુભાઇ પિલ્લાઇ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, જયેશભાઇ સાંઘાણી, સુજીતભાઇ ઉદાણી, વસંતભાઇ લીમ્બાસીયા, રાજુભાઇ જુંજા, રાહુલભાઇ જાની ઉપરાંત અનેક સામાજીક અને રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો ઉપરાંત અસંખ્ય ધર્મપ્રેમી શહેરીજનો ઉપસ્થીત રહેશે.
ત્યારબાદ ધર્માધ્યક્ષ પરમ પૂજ્ય ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના હસ્તે મંત્રોચ્ચાર અને વૈદિક પરંપરા અનુસાર શાષાોક્ત વિધી બાદ શોર્ય નો કેસરિયો ધ્વજ ફરકાવીને સવારે ૮:૩૦ કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરાવાશે અને ત્યારબાદ રાજકોટ શહેરના ઐતિહાસિક માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રા બપોરે અંદાજે ૩:૩૦ કલાકે પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે બાલક હનુમાન મંદીર ખાતે પૂર્ણ થશે.
દિવ્ય મુખ્ય રથનુ વર્ણન
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રા ના મુખ્ય રથ પર સનાતન ધર્મના આરાધ્ય દેવ, પ્રેમ, કરુણા, જ્ઞાન અને ધર્મના પ્રતિક, શ્રીમદ ભગવત ગીતા નો દિવ્ય ઉપદેશ આપનાર, ‘જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે' નો જીવન સંદેશ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન થશે અને અસંખ્ય ભક્તોને તેમના દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવશે. શોભાયાત્રા નો સૌથી મોટો અને આકર્ષક મુખ્ય રથ ને નશામુક્ત ભારત થીમ આધારિત સુશોભિત કરવામાં આવશે તેમ મુખ્ય રથ સમિતિના હેનીલસિંહ પરમાર એ જણાવ્યું હતું.
ફલોટસ સુશોભન
મંડળોની યાદી
શ્રી નેપાલી સમાજ સંસ્થા, વર્ધમાન નગર, - ભગવાન શ્રીકૃષ્ણ દર્શન ઝાંખી, ક્રિષ્ના યુવા ગ્રુપ, કોઠારીયા - વેશભૂષા, સનાતન ગ્રુપ, રામનાથ પરા, શ્રી વિશ્વ માતા ગાયત્રી પરિવાર શાખા ૅશક્તિ કુંજૅ - લાઈવ ગાયત્રી યજ્ઞ, બોલબાલા ગ્રુપ, શ્યામ ગ્રુપ, અટીકા, - રાધાકૃષ્ણ નો ઝુલો, રાધેશ્યામ ગૌશાળા, શ્રી બજરંગ યુવક મંડળ, મનહર પ્લોટ, જય રામનાથ યુવા ગ્રુપ, નાણાવટી ચોક, - કૃષ્ણ દર્શન, રોકડિયા મિત્ર મંડળ, ગાંધીગ્રામ, - શિવલિંગ અને ઝૂંપડી, સમર્પણ યંગ ગ્રુપ, સંત કબીર રોડ, વિપુલભાઈ ગજ્જર, ગોકુલધામ, કુમકુમ ગ્રુપ, માંડા ડુંગર, ગોકુલ પાર્ક, - પર્યાવરણ સંરક્ષણ, સીતારામ મિત્ર મંડળ, રાજમોતી મીલ પાછળ, - સંસ્કળતિ વર્ણન, શંકર દર્શન, શ્રી રંગીલા હનુમાનજી ધુન મંડળ, ગોવિંદ બાગ, સંત કબીર રોડ, સત્ય હનુમાન યુવા ગ્રુપ, ચુનારવાડ ચોક, શ્રી રાજપુત યુથ ફાઉંડેશન, ગાયત્રી નગર, બજરંગ યુવા ગ્રુપ, સણોસરા, તા. રાજકોટ
ઉપરોક્ત સંસ્થાઓએ ફલોટ સુશોભન સ્પર્ધામા ભાગ લિધેલો હોવા ઉપરાંત આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ટ્રક ,ટ્રેક્ટર, ફોર વ્હિલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલમા વિવિધ ફલોટ્સમા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમા ના દર્શન તથા સંસ્ક્રુતી દર્શન નો ભક્તોને લાભ મળશે. તેમજ આ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રામાં સુશોભિત અશ્વસ્વારો તાલસૂરની ઢબે મનોહર નળત્ય પ્રસ્તુત કરી ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે.
પારમ્પરીક વેશભુષામા અલગ અલગ જ્ઞાતી મંડળો યાત્રાની શોભા વધારશે.
અલગ અલગ જ્ઞાતી મંડળો પોતપોતાની પારમ્પરીક વેશભુષા મા આગવી ઓળખ અને ભગવા ધ્વજ સાથે જોડાશે.
શોભાયાત્રાની અભેદ્ય
સુરક્ષા વ્યવસ્થા
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યોજાનારી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ધર્મપ્રેમી નાગરિકો જોડાવાના છે ત્યારે સમગ્ર યાત્રા દરમિયાન શાંતિ, સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાના સમગ્ર રૂટ પર કાર્યકર્તાઓની ટીમો તૈનાત રહેશે. શહેરના પોલીસ ?શાસન સાથે સંપૂર્ણ સંકલન અને સહકારથી યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે. બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા યાત્રામાં જોડાનાર શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે સતત સેવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે. જન્માષ્ટમી શોભાયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ શ્રદ્ધા, સંસ્કાર, શિસ્ત અને સામાજિક એકતાનો ભવ્ય ઉત્સવ બને તે માટે બજરંગ દળના કાર્યકર્તાઓ સંપૂર્ણ સમર્પણ સાથે પોતાની જવાબદારી નિભાવશે તેમ રથયાત્રાના સુરક્ષા સન્યોજક હર્ષ મુથ્રેજા, વિનિત જાયસ્વાલ, જિતેંદ્રભાઇ કેશુર, સંજયરાજ સોલંકી, અલ્પેશ મોરડિયા, મનોજ કદમ, વિકાસસિંહ ઠાકુર, ડો. ગુરુભાઇ રાવલ, યોગિભાઇ ત્રિવેદી, હિતેશભાઇ વાણીયા, જીગ્નેશભાઇ સોલંકી, લોકેન્દ્રભાઇ વિશ્વકર્મા એ જણાવ્યુ હતુ.
ભક્તોનુ કંકુ અને
ચોખાથી સ્વાગત થશે
શોભાયાત્રામાં જોડાનારા તમામ ધર્મપ્રેમી અને કૃષ્ણ ઘેલા ભાઈઓ તથા બહેનોનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવશે. તમામને કંકુ ચાંદલા તથા ચોખા થી સ્વાગત કરીને તમામ મંડળોના આગેવાનોને ખેસ પહેરાવીને તથા ફુલહારથી તમામનું સ્વાગત સન્માન કરીને સમરસ અને સંગઠીત હિંદુ સમાજ ના નિર્માણ માટે ભગવાન શ્રી ક્રુષ્ણના ચરણોમા પ્રાર્થના કરવામા આવશે તેમ દુર્ગાવાહીની અને માત્રુશક્તીના બહેનો એ જણાવ્યુ હતુ.
લતા સુશોભન મંડળોની યાદી
જય રામનાથ યુવા ગ્રુપ, નાણાવટી ચોક, કૃષ્ણચંદ્ર યુવા ગ્રુપ, શીતલ પાર્ક સર્કલ, ધ સ્પાયર ૨, જય ઠાકર યુવા ગ્રુપ, રામાપીર ચોક, પાણીના ટાંકા પાસે, રાણીમાં રૂડીમાં ગ્રુપ, રહ્યા ધાર, અયોધ્યા ચોક મિત્ર મંડળ, અયોધ્યા ચોક, નકલંક યુવા ગ્રુપ, ભોમેશ્વર મેઇન રોડ, રાધેશ્યામ બાલકૃષ્ણ ગ્રુપ, કિસાન પરા ચોક, વોર્ડ ૨, સ્ટેટ ઓફ ઠાકર, ભોમેશ્વર શેરી ન. ૪, જામનગર રોડ, રાજકોટ. શિવાજી પાર્ક કા બાલ રાજા, શિવાજી પાર્ક, રૈયા રોડ, રાજકોટ, મોરલીવાળા મિત્ર મંડળ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, લોકમાન્ય તિલક ગ્રુપ, શિવધારા સોસાયટી, મોરબી રોડ જકાતનાકા પાસે, સનાતન યુવા ગ્રુપ, ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ, બજરંગ યુવા ગ્રુપ, માર્કેટીંગ યાર્ડ ની બાજુમા, શક્તિ યુવા ગ્રુપ, શક્તિ સોસાયટી શેરી ચાર, સંત કબીર રોડ, શ્રી જાગળત હનુમાન મિત્ર મંડળ, રાજારામ સોસાયટી, સંત કબીર રોડ, દ્વારકેશ યુવા ગ્રુપ, સંત કબીર રોડ, ગોકુલ નગર ૧, મુરલીધર યુવા ગ્રુપ, મનહર પ્લોટ ૬, મંગળા મેન રોડ, જય જાગનાથ મિત્ર મંડળ. સર્વેશ્વર ચોક, જાગનાથ, રાજકોટ. રાજાધિરાજ ગ્રુપ, કાલાવાડ રોડ, નેપ્ચ્યુન ટાવર પાસે, જય દ્વારકાધીશ ગ્રુપ, આશીર્વાદ કોમ્પ્લેક્સ, રૈયા રોડ, આઈ શ્રી ખોડીયાર ગરબી મંડળ, ગંજીવાડા, ખોડીયાર ચોક, શ્રી કૃષ્ણ મિત્ર મંડળ, નવા થોરાળા, આરાધના સોસાયટી, કનૈયા ગ્રુપ નવા થોરાડા શેરી૭, કનૈયા ગ્રુપ, ગંજીવાડા શેરી ૭૫, ભાવનગર રોડ, સનાતન યુવા ગ્રુપ, ઠેબર રોડ, જય મચ્છોમાં યુવા ગ્રુપ, રણુજા મંદિર પાછળ, કોઠારીયા મેન રોડ, માલધારી યુવા ગ્રુપ, ઓમ નગર, બાલાજી યુવા ગ્રુપ, પુનિત નગર, મહાકાલ યુવક મંડળ, ભગવતી પરા, કનૈયા સોશિયલ ગ્રુપ, ઇન્દિરા સર્કલ, સોનાની નગરી ગ્રુપ, ગાંધીગ્રામ, શ્રી કૃષ્ણ ગોવાળિયા યુવક મંડળ, એસ્ટ્રોન ચોક, શ્રી ક્રિષ્ના યુવા ગ્રુપ, માધાપર ચોકડી, ઠાકર ધણી ગ્રુપ, કોઠારીયા, જય દ્વારકાધીશ ગ્રુપ, જીવરાજ પાર્ક, મચ્છુ યુવા ગ્રુપ, નાણાવટી ચોક, રાધેશ્યામ યુવા ગ્રુપ, ભગવતી પરા, શ્રી ક્રીષ્ના સોસીયલ ગ્રુપ, ગાયત્રી નગર, દ્વારકાધીશ ગ્રુપ, જીવરાજ પાર્ક, ભારત નગર, કનૈયા ગ્રુપ, બેડીપરા, બંસીધર યુવા ગ્રુપ, સતાધાર ચોક, અંકુર સ્કુલ પાસે, લોધેશ્વર મહાદેવ યુવા ગ્રુપ.
જાહેર નિમંત્રણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તરફથી ધર્મપ્રેમી જનતા, મિત્રો, સમાજ સેવી સંસ્થાઓ, વિવિધ મંડળો, તમામ જ્ઞાતિ સમાજ, શહેરના તમામ પ્રેસ મિડીયા અને ઇલેક્ટ્રોનીક મીડીયા, સોસીયલ મીડીયાના ભાઇઓ, તેમજ સર્વ હિંદુપ્રેમી જનતાને સહ પરિવાર મોટી સંખ્યામાં આ જન્માષ્ટમીની શોભાયાત્રામા જોડાવા અને કનૈયા ના અનેક સ્વરુપોના દર્શન ઝાખીનો લહાવો લેવા પરિવાર સાથે પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. તેમ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ના અધ્યક્ષ રાજાભાઇ જાડેજા, ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા અને કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલે જણાવ્યુ હતુ. આ વર્ષે જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટની ધરતી પર ભક્તિ, શ્રદ્ધા અને કૃષ્ણપ્રેમનો અદભુત સંગમ સર્જાશે તેવો તમામ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામા આવ્યો હતો.
સુદર્શન ચક્ર
સુદર્શન એટલે એક ચક્ર, જે ભગવાન શ્રીકૃષ્ણના જમણા હાથની તર્જની આંગળી પર ગોળ ફરતું હથિયાર છે, આવું સામાન્ય રીતે મનાય છે. પણ આ ચક્ર ખરેખર શું સૂચવે છે?
સુદર્શન ચક્ર એ કોઈ શષા નહોતું. સુદર્શન એટલે સમ્યક્ દર્શન. શ્રીકૃષ્ણ ભગવાનને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયું હતું. દર્શન એટલે દૃષ્ટિ અને સુદર્શન એટલે સમ્યક્ દૃષ્ટિ. ૅહું આત્મા છુંૅ એ સમ્યક્ દૃષ્ટિ છે. અજ્ઞાનતાથી જગતના જીવો આ નામધારી, દેહધારી હું છું તેવી ભ્રાંતિમાં જીવે છે. જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અજ્ઞાનતાના આવરણો ભેદાય છે અને સુદર્શન અર્થાત્ સમ્યક્ સમજણ પ્રગટ થાય છે. સર્વ ભ્રાંત માન્યતા તૂટતાં ૅહું આત્મા છુંૅ એવી રાઈટ બિલીફ બેસે, એ જ શ્રેષ્ઠ દર્શન.
આ દૃષ્ટિને કારણે શ્રીકૃષ્ણ ભગવાન ભવ્ય રાજપાટ, હજારો રાણીઓ અને અપાર સમળદ્ધિ હોવા છતાં સંસારની તમામ માયાજાળથી નિર્લેપ રહેતા હતા. શ્રીકૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રની વચ્ચે અર્જુનને એ જ સમ્યક્ દર્શન આપ્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણની
જીવનલીલાઓઃ કાલિયદમન
શ્રીકૃષ્ણ ભગવાનની જીવનલીલાઓમાં સૌથી પ્રચલિત લીલા છે કાલિય નાગનું દમન. કહેવાય છે કે શ્રીકૃષ્ણ ભગવાન નાનપણમાં મિત્રો સાથે રમતા હતા, ત્યારે દડો યમુના નદીમાં પડી ગયો. એ નદીમાં અત્યંત ઝેરી કાળીનાગ રહેતો હતો. શ્રીકૃષ્ણ ભગવાને દડો લેવા નદીમાં ડૂબકી લગાવી અને એ નાગને નાથીને એની ફણા ઉપર નળત્ય કર્યું.
શ્રીકૃષ્ણ ભગવાને ક્રોધરૂપી નાગને વશ કર્યો, એટલે તેઓ કૃષ્ણ કહેવાયા. કર્મને કળષ કરે તે કૃષ્ણ! બાળજીવોને આ વાત સમજાવવાના આશયથી આવા રૂપક સાથે કાલિયદમનની કથા કહેવામાં આવી. પણ સમય જતાં મૂળ આશય વિસરાઈ ગયો!
એક આંગળી પર ગોવર્ધન
શ્રીકૃષ્ણ ભગવાનની એક પ્રચલિત લીલામાં તેઓ સાંબેલાધાર વરસાદમાં ગામના લોકો અને પશુ-પક્ષીઓને રક્ષણ આપવા ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ચકયો, એવું કહેવાય છે. વાસ્તવિકતામાં ગોવર્ધન એ કોઈ પર્વત નથી. અહીં ગોવર્ધનનો સાચો અર્થ ગો-વર્ધન એટલે કે ગાયોનું વર્ધન છે.
શ્રીકૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. ભારતમાં ગાયોને પવિત્ર ગણવામાં આવે છે, પણ તે સમયમાં ગાયોની હિંસા કરીને તેનું માંસ ખાવાનું શરૂ થયું હતું. એટલે શ્રીકૃષ્ણ ભગવાને શું કર્યું? ગોવર્ધન અને ગોરક્ષા શરૂ કરાવ્યા. ગોરક્ષાથી ગાયોની હિંસા અટકી, તેમજ ગોવર્ધનથી ગાયોની વસ્તી વધારવાના પ્રયત્નો શરૂ થયા. શ્રીકૃષ્ણ ભગવાને આ બહુ ઉચું કામ કર્યું હતું.
વાસ્તવિકતામાં, શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધનના પ્રયોજન તરફ આંગળી ચીંધી હતી. તેમની આગેવાની હેઠળ ઠેર ઠેર ગોશાળાઓ સ્થપાઈ હતી, જેમાં હજારો ગાયોનું પોષણ થાય તેવી વ્યવસ્થા કરી હતી. ગોવર્ધન અને ગોરક્ષા બંને થવાથી ઠેર ઠેર દૂધ-ઘીનું ઉત્પાદન વધ્યું હતું. આ પ્રયોજનમાં તેમની સાથે ગોવર્ધન કરનારા ગોપાલકો ગોપ અને ગોપી કહેવાયા!
આમ ગોવર્ધન એ શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા થયેલી અહિંસાના પ્રચારનું પ્રતિક છે. તેમના જીવનના આ પ્રસંગથી આપણને શીખવા મળે છે કે મનુષ્યના જીવનમાં હિંસકભાવ ન જ હોવો જોઈએ. આપણું જીવન અહિંસા માટે ખર્ચાઈ જાય તેનું નામ અહિંસકભાવ કહેવાય.
શ્રીકૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કેવો હોય? આપણે એક બાજુ કહીએ કે, જીવ તું શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને બીજી બાજુ દિવસ-રાત ચિંતા-ઉપાધિમાં ગાળીએ તો એ શ્રીકૃષ્ણ ભગવાનની સાચી ભક્તિ કઈ રીતે કહેવાય? એક વખત ૅશ્રી કળષ્ણઃ શરણં મમૅ કહીને આપણે શ્રીકૃષ્ણ ભગવાનનું શરણું લીધું, તો પછી ચિંતા શેની? પરમ પૂજ્ય દાદાશ્રી શ્રીકૃષ્ણ ભગવાનની સાચી ભક્તિની રીત બતાવતા કહે છે, તમારે રોજ સવારમાં પાંચ વખત કૃષ્ણ ભગવાનના ફોટા આગળ બે હાથ જોડીને કહેવું કે, હે ભગવાન, તમે કહ્યું છે કે એક પણ ચિંતા તું ના કરીશ. કારણ કે, કરવું-કરાવવું બધું આપના હાથમાં છે, છતાં મારાથી ચિંતા થઈ જાય છે તો શું કરવું? મારી તો દ્રઢ ઈચ્છા છે કે એક પણ ચિંતા ના કરાય. માટે હે ભગવાન, એવી કંઈક કળપા કરો, એવી શક્તિ આપો કે ચિંતા ફરીથી ના થાય.ઁ આમ છતાંય જો ફરી ચિંતા થાય તો ફરીથી ભગવાનને આમ વિનંતિ કરજો. આમ કર્યે જ જાવ, પછી કશી જ ચિંતા નહીં થાય.
ભગવદ્ ગીતાનો સાર શું છે?
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા કહ્યું હતું. કારણ કે, અર્જુન રણભૂમિ ઉપર પોતાના સગાં-સ્નેહીઓ સામે યુદ્ધ લડવાના વિચારથી વિષાદમાં ડૂબી ગયા હતા કે, હું મારા સ્નેહીઓને મારી નાખું તે કેટલું હીન કર્મ છે! ત્યારે અર્જુનનો મોહ દૂર થાય અને તેઓ યુદ્ધ કરવા માટે તૈયાર થાય તે અર્થે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યું હતું.
કૃષ્ણ ભગવાન શું કહેવા માગે છે? માણસ મરી જાય ત્યારે કહે છેને કે, ‘મહીંથી જતા રહ્યા,' તે શું છે? તે વસ્તુ છે અને અહીં પડ્યું રહે છે તે ‘ખોખું' છે. આ ચર્મચક્ષુથી દેખાય છે તે પેકિંગ છે ને મહીં વસ્તુ છે, સામગ્રી છે.
જ્યારે અર્જુન પોતાના સ્નેહીઓને મારવાના વિચારથી કંપી રહ્યા હતા, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું કે તું મરેલાને જ મારે છે. ખોખું એટલે કે દેહ, જે વિનાશી છે તેને મારે છે. જ્યારે અંદરનો આત્મા તો અવિનાશી છે અને તું પોતે પણ તે સ્વરૂપ છે. વિનાશી ભાગ સામસામે ખલાસ થઈ રહ્યો છે. તેમણે અર્જુનને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરીને વિરાટ સ્વરૂપનાં દર્શન કરાવ્યા અને આખા કાળચક્રનું જ્ઞાન કરાવ્યું કે અનંત અવતારથી જીવ જન્મે છે, મરે છે અને જુદી જુદી ગતિમાં ભટકે છે. એટલું જ નહીં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું કે, મહીં જે છે તે જ હું પોતે છું, એ જ કૃષ્ણ છે; એને તું ઓળખ.
ભગવદ્ ગીતામાં આત્માનું અવિનાશી સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. આત્માને શષાોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી. જેમ મનુષ્ય જૂનાં વષાો ત્યજીને નવાં વષાો ધારણ કરે છે, તેવી રીતે મળત્યુ સમયે આત્મા વળદ્ધ કે બીમાર શરીર ત્યજીને નવો દેહ ધારણ કરે છે.
આ વાતનો દુરુપયોગ એમ નથી કરવાનો કે આત્મા મરતો જ નથી તો પછી જીવોને મારવામાં જોખમ નથી. કોઈ પણ જીવની, ખાસ કરીને મનુષ્યની હત્યા કરવામાં તો ભારે પાપકર્મ બંધાય છે. આ સંદેશ ફક્ત પોતાના ધર્મથી વિચલિત થતા અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાને આપ્યો હતો અને સાથે એવું જ્ઞાન આપ્યું હતું.
વાસળી દ્વારા સંદેશ
વાંસળી એટલે માત્ર વાજિંત્ર જ નહીં પરંતુ વાસંતીને સૂર વડે આપેલ વાયરાનો ધબકાર અને એ ધબકારનો નિમિત્ત કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. માણસ પોતાની ઓળખ ઊભી કરવા માટે જાતભાતના વષાો, શળંગાર અને વિધવિધ વસ્તુઓનો સહારો લે છે, પરંતુ કૃષ્ણ સાથે જોડાઈને ઘણી વસ્તુઓને અલગ ઓળખ મળી છે. મોરપીંછ જે માત્ર એક પંખીના પીંછા જ નથી પણ એક અમર પવિત્ર પ્રસાદ છે, કૃષ્ણ થકી પિતાંબરને નવી ઓળખ મળે છે. તેવી જ રીતે અનેક વાજિંત્રોની વચ્ચે વાંસળીનું મહત્વ કંઈક અનોખું જ છે. અને એનું કારણ છે કે કૃષ્ણના શ્વાસની સૌથી નજીક છે. હજી વધારીને કહીયે તો કૃષ્ણના શ્વાસને ગાતા કરે છે. કૃષ્ણ પર કાવ્ય રચી જ ન શકાય કારણકે, કૃષ્ણ પોતે જ એક કાવ્ય છે. એમનું જીવન જ લયબદ્ધ પંક્તિઓ છે. કૃષ્ણ એ ગોકુળમાં કરેલ અનેક લીલાઓથી ગોવાસીઓની આંખો રાતી કરી છે. અને એ જ ગોકુળમાં વાંસળી થકી લોકોના હૃદય ડોલાવી આનંદની પણ પેલે પાર લઈ ગયેલ છે.
શ્રીકૃષ્ણનાં ૧૦૮થી વધુ નામો
ચૈતન્યમહાપ્રભુએ સ્થાપેલા ‘ભક્તિસંપ્રદાય'માં ભગવાન શ્રીકૃષ્ણને તેમનાં શાષાોમાં ૧૦૮થી વધુ નામો કે વિશેષણોથી નવાજ્યા છે. જાણી તે યાદી...
અચલ, અચ્યુત, અદ્વુત, આદિદેવ. આદિત્ય, અજન્મા, અજય, અક્ષર, અમળત, આનંદસાગર, અનંત, અનંતજીવ, અનાયા, અનિરુદ્ધ, અપરાજિત, અવ્યુક્તા, બિહારી, બાલગોપાલ, બાલક્રિષ્ન, ચતુર્ભુજ, દાનવેન્દ્ર, દયાલુ, દયાનિધિ, દેવાધિદેવ, દેવકીનંદન, દેવેશા, ધર્માધ્યક્ષ, દ્રાવિન, દ્વારકાપતિ, ગોપાલ, ગોપાલપ્રિય, ગોવિંદા, જ્ઞાનેશ્વર, હરિ, હિરણ્યગર્ભ, ઋષિકેશ, જગદગુરૂ, જગદીશ, જગન્નાથ, જનાર્દન, જયંત, જ્યોતિષાદિત્ય, કમલનાથ, કમલનયન, કંસાંતકા, કંજલોચન, કેશવ, ક્રિશ્ના, લક્ષ્મીકાંત, લોકાધ્યક્ષ, મદન, માધવ, મધુસૂદન, મહેન્દ્ર, મનમોહન, મનોહર, મયૂર, મોહન, મુરલી, મુરલીધર, મુરલીમનોહર, નંદકુમાર, નંદગોપાલ, નારાયણ, નવનીતચોર, નિરંજન, નિર્ગુણ, પદ્મહસ્ત, પદ્મનાભ, પરબ્રહ્મ ા, પરમાત્મા, પરમપુરુષ, પાર્થસારથી, પ્રજાપતિ, પુણ્ય, પુરુષોત્તમ, રવિલોચન, સહશ્રાકાશ, સહર્ષજિત, સાક્ષી, સનાતન, સર્વજન, સર્વપાલક, સર્વેશ્વર, સત્યવચન, સત્યવ્રત, શાંતહ, શ્રેષ્ઠ, શ્રીકાંત, શ્યામ, શ્યામસુંદર, સુદર્શન, સુમેધ, સુરેશમ, સ્વર્ગપતિ, ત્રિવિક્રમ, ઉપેન્દ્ર, વૈકુંઠનાથ, વર્ધમાન, વાસુદેવપુત્ર, વિષ્નુ, વિશ્વદક્ષિણા, વિશ્વકર્મા, વિશ્વમૂર્તિ, વિશ્વકળપા, વિશ્વાત્મા, વિશ્વપર્વ, યાદવેન્દ્ર, યોગી, યોગીનામ્પતિ.
ભગવાન શ્રીકૃષ્ણની લીલા અપરંપાર છે, એમ તેમનાં નામો પણ હજારો છે. કોઈ તેમને મોરલી વગાડનારા (મુરલીધર) કહે છે, તો કોઈ ગોવર્ધનગિરધારી (ગોવર્ધન પર્વત ધારણ કરનાર)નું સ્મરણ કરે છે. આવાં તો કંઈ કેટલાંય સુંદર નામ શ્રીકૃષ્ણનાં છે. જેમકે, ગિરિરાજ (પર્વત ધારણ કરનારા), ગોપાલ (ગાયો ચરાવનારા), નરહરિ (નરોમાં દુર્ગુણ દૂર કરનારા), શ્યામ (શ્યામ ત્વચાવાળા), બાલમુકુંદ (શ્રીકૃષ્ણના બાળસ્વરૂપનું નામ), બાંકેબિહારી (એક પગ ત્રાંસો રાખીને વાંસળી વગાડનારા), ગોપીજન (ગોપીઓને પ્યારા), ઘનશ્યામ (મેઘ જેવા શ્યામ વર્ણવાળા), ચિંતામણી (ભક્તોની ચિંતા કરનારા) આ ઉપરાંત વહાલા શ્રીકૃષ્ણનાં અપાર નામ છે.
સૌને જય શ્રી કૃષ્ણ
કળશ વિશે જાણવા જેવું
ઘડા (કળશ)ને જળથી ભરવામાં આવે છે. તેમાં તાંબું, ચાંદી અથવા માટીનો ઘડો વપરાય છે. ઘડામાં સુગંધિત દ્રવ્યો, ચંદન, પુષ્પો નાખવામાં આવે છે. આમ્રપત્રો ઘડાના મુખ પર ગોઠવવામાં આવે છે. ઘડાની ઉપર નાળીયેર મૂકી તેને કાપડ અથવા મૌલીથી બાંધવામાં આવે છે. ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારથી સ્થાપન કરવામાં આવે છે. કળશને ‘શ્રી'નું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં કળશ હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે.
કળશનો ઉપયોગ
વૈદિક પૂજામાં, મહાપૂજામાં, દૈવસ્થાપન અને મંદિરમાં, ગ્રહપ્રવેશ, વિવાહ વગેરે શુભ પ્રસંગે, નવરાત્રીમાં ગરબા રૂપે સ્થાપન, યજ્ઞમાં ગંગાજળ સાથે પવિત્ર સ્નાન માટે ભગવાનના અભિષેકમાં કરવામાં આવે છે.
કળશ અને તેના ઘટકો શાના પ્રતીક રૂપે છે ?
ઘડો (કુંભ) - પળથ્વીનું પ્રતિક, પિંડ બ્રહ્માંડ, જળ (ગંગાજળ, તીર્થજળ) - જીવન અને શક્તિનુંસ્ત્રોત, આમ્રપત્રો (પાંદડા) - પંચતત્ત્વ (પળથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ), નાળીયેર - બ્રહ્માંડ, વિષ્ણુનું મસ્તક, કુંકુમ, ચંદન, પુષ્પ - શક્તિ અને પવિત્રતા, ધાગો/મૌલી - સકારાત્મક ઊર્જાનું બંધન.
સ્વસ્તિક એટલે શું ?
સ્વસ્તિક એ પ્રાચીન હિન્દુ ચિホ છે, જે શુભતા, સદ્્ભાગ્ય, સંપતિ અને પવિત્રતાનું પ્રતિક છે. એ ચાર બાજુ કેલાતા આડા અને ઊભા રેખાંકનોમાંથી બનેલું ચિહન છે. તેની દરેક લાઇન અંતે વળેલી હોય છે. જેને સાથીયા તેવુ ઓળખવામાં આવે છે.
સ્વસ્તિક શબ્દનો અર્થ શું છે ?
સ્વસ્તિક સંસ્કળત ભાષામાં સુ-અસ્તિ-ઇક એના મૂળ શબ્દ છે, જેનો અર્થ થાય છે - શુભ હોય તેવું, સદ્્ભાગ્યદાયક અને શ્રેષ્ઠ કલ્યાણ માટેનું ચિહન.
સ્વસ્તિકના કેટલા પ્રકાર છે ?
સ્વસ્તિકના મુખ્યત્વે બે પ્રકાર છે (૧) દક્ષિણાવર્ત સ્વસ્તિક (સાવંધો) - ઘડિયાળની દિશામાં વળેલો (શુભ માનવામાં આવે છે). (ર) વામાવર્ત સ્વસ્તિક (અસાવંધો) - ઘડિયાળની વિરુદ્ધ દિશામાં (કેટલાક તાંત્રિક કાર્યોમાં વપરાય છે).
સ્વસ્તિક કયાં વપરાય છે ?
હિંદુ ઘરોના દરવાજે, પૂજામાં, યજ્ઞમાં, નવા વ્યવસાય કે દુકાન આરંભ સમયે લગ્ન, વાસ્તુશાંતિ, નવચંડી વગેરે જેવા શુભ પ્રસંગોમાં સ્વરિતકનો ઉપયોગ થાય છે.
જન્માષ્ટમીના ૪૧ વર્ષના સૂત્રો
૧૯૮૬ ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ા
૧૯૮૭ યુ કાન્ટ જસ્ટ બીટ મી, આઇ એમ હિન્દુ ા
૧૯૮૮ યત્ર, તત્ર કૃષ્ણ સર્વત્ર ા
૧૯૮૯ પાર્થને કહો ચઢાવે બાણ ા
૧૯૯૦ સંભવામી યુગે યુગે, સંઘ શકિત કલી યુગે ા
૧૯૯૧ હે, પાર્થ મારા સેંકડો અને હજારો રૂપના ા
૧૯૯ર કાર સેવા એ જ રાષ્ટ્ર સેવા ા
૧૯૯૩ ધર્મ હૈ જહાં, વિજય હૈ વહાં ા
૧૯૯૪ શંખનાદ હો ચુકા હિન્દુત્વકા, વિજય હી લક્ષ્ય હૈ ા
૧૯૯પ વિજય પાયા હૈ અયોધ્યા મેં, વિજય પાયેંગે કાશી-મથુરા મેં ા
૧૯૯૬ હિન્દુત્વના વિજય કાજે, બનો સહુ અર્જુન આજે ા
૧૯૯૭ દુરાચારીઓએ વટાવી છે હદ, સાંભળી લ્યો રાજા કંસ ા
૧૯૯૮ વિરાટ સ્વરૂપના જય જય કાર, કર્યુ વિશ્વને સ્તબ્ધ આજો
૧૯૯૯ કારગિલમાં કંસનો કર્યો ધ્વંશ ા
ર૦૦૦ ધર્માતરણ હવે હદ કરે છે, શ્રી કૃષ્ણનો સંદેશ કહે છે ા
ર૦૦૧ શકિત કો હો નમન કરે, જય, વિરાટ કા દર્શન હો જબ જબ ા
ર૦૦ર માધવ દે તું શકિત અમોને દેશ શત્રુઓનો નાશ કરવાને ા
ર૦૦૩ રામકૃષ્ણ કા ધ્યાન ધરે, મંદિર કા નિર્માણ કરે ા
ર૦૦૪ હે કેશવ ! લક્ષ્ય પ્રેરિત બાણ હૈ હમ, ઠહરને કા કામ કૈસા ા
ર૦૦પ કેશવ માધવનો શંખનાદ, ર્માં ભારતીનો જય નિનાદ ા
ર૦૦૬ સંઘે શકિત કલૌયુગે...ા
ર૦૦૭ સુદર્શન ચક ચલાયેંગે, રામસેતુ બચાયેંગે ા
ર૦૦૮ હમ બનેંગે અર્જુન યોધ્ધા, કૃષ્ણ કે સુદર્શન ચક્ર બન જાયેંગે
રામસેતુ સે અમરનાથ તક્કી પવિત્ર ભુમિ બચાયેંગે ાા
ર૦૦૯ નઇ સદી કા શંખ બજ ગયા, અપના ફર્જ નિભાના હૈ ા
ગોપાલન-સંવર્ધન કરકે, ઉન્નત રાષ્ટ્ર બનાના હૈ ાા
ર૦૧૦ નઇ સદી કા શંખ બજ ગયા, અપના ફર્જ નિભાના હૈ,
ગોપાલન-સંવર્ધન કરકે, ઉન્નત રાષ્ટ્ર બનાના હૈ ાા
૨૦૧૧ વિનાશાય દુષ્ટાણામ ાા
૨૦૧૨ જાત-ભાત પૂછે નહિ કોઇ,
દ્વારકાધીશ ભજે સબ હરિકા હોય...
૨૦૧૩ કર્મ પથ પર આજ સાભી કો ગીતા ગાન બુલાતા હૈ
૨૦૧૪ કૃષ્ણભક્તિ ઔર કર્મ ભક્તિસે ભારત કો ફીર
ભવ્ય બનાના હૈ &&
૨૦૧૫ શપથ સામી કો રામ ધુનષ કી,
ચક્ર, સુદર્શન, બ્રહ્મ અષા કી.
૨૦૧૬ માધવ કી પુકાર સુનો,
હિન્દુ સમાજ સમરસ બનો.
૨૦૧૭ આ રહી હૈ આજ ચારો ઔર સે કૃષ્ણ કી પુકાર,
હમ કરેંગે ગૌરક્ષા માતૃભૂમિ કે લીએ અપાર.
૨૦૧૮ જરાસંઘ છલબલ દીખલાલે, અંતિમ વિજય હમારી હૈ,
ભીમ પરાક્રમ પ્રગટીત હોગા, યોગેશ્વર ગિરધારી હૈ.
૨૦૧૯ મિશ્રી સે મીઠે નંદલાલ કે બોલ,
જલવૃક્ષ કા જતન ઔર સ્વચ્છતા સબ સે અનમોલ.
૨૦૨૦ સ્વસ્થ, સ્વનિર્ભર ઔર સુરક્ષિત ભારત કા સપના,
જબ કૃષ્ણમય હોગા પુરા ભારત અપના.
૨૦૨૧ વ્હાલી ગાયો અને વ્હાલુ વૃંદાવન,
સખાભાવ વરસાવે, ગોકુળ નંદન.
૨૦૨૨ શિવ કહો, કે કહો શ્રી યશોદાનંદન,
આઝાદી નો રંગ કાનુડાને સંગ
૨૦૨૩ બંસીના સૂરો સાથે હું ચક્ર સુદર્શનધારી છું,
સમરસતાના ધ્યેય સાથે વિશ્વગુરૂ પદ પામશું.
૨૦૨૪ ગલી ગલીમાં શોર છે, છોડ છોડમાં રણછોડ છે,
પ્રકૃતિ એ જ પ્રાણ છે, જાણે રાધાકૃષ્ણની જોડ છે.
ર૦રપ બંસીના વહેતા સ્વરોનો નાદ વંદેમાતરમ,
સિંદૂરના બલિદાનનો પ્રતિસાદ વંદેમાતરમ.
ર૦ર૬ સુદર્શન ચક્રધારી કા સંદેશ નશામુકત રહે. સારા દેશ.
જન્માષ્ટમીની ધર્મયાત્રા રૂટ
રાજકોટઃ વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તા. ૧૬ શનિવારે નિકળનાર ધર્મયાત્રાનો રાબેતા મુજબ રૂટ નીચે મુજબ છે.
ધર્મયાત્રા પરંપરાગત રીતે નીકળશે. જેનો રૂટ રર કિલોમીટરનો હોવાનું આયોજકોનું કહેવું છે. યાત્રામાં ૧૦૦ થી વધુ ફલોટસ જોડાશે. માર્ગમાં ઠેર-ઠેર ભાવભીતું સ્વાગત થશે.
સવારે ૮-૦૦ ધર્મસભા
સવારે ૯-૦૦ ધર્મયાત્રા પ્રસ્થાન મવડી ચોકડીથી
સવારે ૯-૩૦ રૈયા સર્કલ
સવારે ૯-૪૫ હનુમાન મઢી ચોક, આમ્રપાલી રોડ
સવારે ૧૦-૦૦ કિશાનપરા ચોક
સવારે ૧૦-૧૫ જિલ્લા પંચાયત ચોક
સવારે ૧૦-૩૦ ફુલછાબ ચોક
સવારે ૧૦-૪૫ હરીહર ચોક, પંચનાથ મંદિર રોડ
સવારે ૧૧-૦૦ ત્રિકોણબાગ
સવારે ૧૧-૧૫ ગેસ્ફોર્ડ સિનેમા, માલવીયા ચોક
સવારે ૧૧-૨૦ માલવીયા પેટ્રોલ પંપ
સવારે ૧૧-૩૦ લોધાવાડ ચોક
બપોરે ૧૧.૫૦ ગોંડલ રોડ, મકકમ ચોક, ૮૦ ફુટ રોડ
બપોરે ૧૨-૦૦ નાગરીક બેંક ચોક, ધારેશ્વર મંદિર,
બપોરે ૧૨.૧૫ સોરઠીયાવાડી ચોક
બપોરે ૧૨.૨૦ કેવડાવાળી મેઇન રોડ
બપોરે ૧૨.૨૫ બોમ્બે આર્યન ચોક થઇને
જિલ્લા ગાર્ડન ચોક
બપોરે ૧૨.૪૦ રામનાથપરા જેલ ચોક,
બી-ડીવીઝન પોલીસ સ્ટેશન
બપોરે ૧.૧૫ ચુનારાવાડ મેઇન રોડ
બપોરે ૧.૨૫ ચુનારાવાડ ચોકથી ભાવનગર રોડ
બપોરે ૧.૩૦ સંતકબીર રોડ
બપોરે ૧.૪૦ કે.ડી.કોમ્પલેક્ષ ચોક
બપોરે ૧.૫૦ ગોંવિદબાગ શાકમાર્કેટ
બપોરે ૨.૩૦ પેડક રોડ, બાલક હનુમાન (સમાપન)
-: તસ્વીર :-
સંદીપ બગથરિયા
-: સંકલન :-
ડો. અનિલ દશાણી
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
