તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
પુણેવાળી સિયા કરતા પણ બે ડગલા આગળ નીકળી હરિયાણાની તન્નુઃ પ્રેમી સાથે મળી પતિને મારી નહેરમાં ફેંકી દીધો
પતિ મોનૂને રસ્તામાંથી હટાવવા માટે તન્નૂએ પોતાના પ્રેમી સોનૂ સાથે મળીને તેની હત્યાનો પ્લાન બનાવ્યો આ ઘટનાને અંજામ આપવા માટે તન્નુએ સોનૂના બે મિત્રો હરિઓમ અને અમનની મદદ લીધી હતી

રેવાડી તા.૪: હરિયાણાના રેવાડી પોલીસે એક એવા બ્લાઇંડ મર્ડર કેસમાં ખુલાસો કર્યો છે, જ્યાં એવું લાગતું જ નહોતું કે યુવકની હત્યા કરી નહેરમાં ફેંકી દીધો છે. શંકાના આધાર પર તપાસ કરી તો એવા ખુલાસા થયા કે બધાના હોશ ઉડી ગયા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી હતી.
આપને જણાવી દઈએ કે, આઠ જૂનના રોજ જડથલના રહેવાસી રતનલાલે કસૌલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો ૨૧ વર્ષિય દીકરો મોનૂ ગુમ થયો છે. પોલીસે કેસ નોંધી તપાસ શરુ કરી તો ૧૦ જૂનના રોજ પોલીસે આસલવાસ નહેરમાં એક યુવકની લાશ હોવાની જાણ થઈ. પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી. જેની ઓળખ ગુમ થયેલા મોનૂ તરીકે થઈ. ઘટનાસ્થળે આવેલી એફએસએલની ટીમે મૃતકના શરીર પર પ્રાથમિક રીતે કોઈ ઈજાના નિશાન મળ્યા નહીં અને તેની સ્કૂટી પણ નહેરની નજીકથી મળી આવી.
પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોંપી દીધી, પણ પરિવારની આશંકા પર પોલીસે ટેકનિકલી તપાસ શરુ કરી અને હત્યાનો ખુલાસો થઈ ગયો. ડીએસપી બાવલે જણાવ્યું કે, મૃતકના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને તરત આ કેસમાં હત્યાની કલમો લગાવી. ત્યાર બાદ પોલીસે ટેકનિકલ સર્વિલાંસના આધાર પર ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી.
ટેકનિકલી તપાસ અને કડીઓને જોડ્યા બાદ પોલીસે ગુરુવારે આ હત્યાકાંડમાં સામેલ બે મુખ્ય આરોપીઓ, મૃતકની પત્ની તન્નુ અને હરિઓમની ધરપકડ કરી લીધી. પોલીસ પૂછપરછમાં જે સત્ય સામે આવ્યું, તેણે સૌને ચોંકાવી દીધા. તપાસમાં ખુલાસો થયો કે મૃતકની મોનૂની પત્ની તન્નુને એક સોનૂ નામના યુવક સાથે પ્રેમ પ્રસંગ હતો. પોતાના પતિ મોનૂને રસ્તામાંથી હટાવવા માટે તન્નૂએ પોતાના પ્રેમી સોનૂ સાથે મળીને તેની હત્યાનો પ્લાન બનાવ્યો. આ ઘટનાને અંજામ આપવા માટે તન્નુએ સોનૂના બે મિત્રો હરિઓમ અને અમનની મદદ લીધી હતી.
પ્લાન અનુસાર, તન્નુએ જ ફોન કરી પોતાના પતિને કસોલી ગામમાં બોલાવ્યો હતો. જેવો મોનૂ ત્યાં પહોંચ્યો, ત્યાં પહેલાથી ઘાત લગાવીને બેઠેલા હરિઓમ અને તેના સાથી અમનને મોનૂને દબોચી લીધો. આરોપીઓએ મોનૂનો મોં અને નાક ત્યાં સુધી દબાવી રાખ્યું, જ્યાં સુધી તે મરી ન જાય. ત્યાર બાદ પુરાવાનો નાશ કરી આ કેસને દુર્ઘટનામાં ખપાવવા માટે મોનૂને નહેરમાં ફેંકી દીધો.
ડીએસપી સુરેન્દ્ર શ્યોરાણાએ જણાવ્યું છે કે મૃતકની પત્નીના પરિવાર સાથે પણ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ આ મામલામાં એફએસએલના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જેનાથી એ સ્પષ્ટ થઈ જશે કે મોત દમ ઘુંટવાથી થયું છે કે પાણીમાં ડૂબવાથી. ધરપકડ કરેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસ પોલીસ રિમાન્ડમાં લેવામાં આવ્યા છે. રિમાન્ડ દરમ્યાન ઘટનામાં સામેલ મુખ્ય પ્રેમી સોનૂ અને અન્ય આરોપી અમનની ધરપકડના પ્રયાસો ચાલી રહ્યા છે. જેને જલદી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે.(
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
