<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

કોણ છે નંદન નીલેકણી....?: ઇન્‍ફોસિસની સ્‍થાપના સાથે લખ્‍યો નવો ઇતિહાસ

ભારતના ડિજિટલ પરિવર્તનના શિલ્‍પકાર ને હવે દેશની પરીક્ષા સુધારણાની જવાબદારી સોંપતા નરેન્‍દ્રભાઈ મોદી આધાર યોજનાઃ ભારતની સૌથી મોટી ડિજિટલ ઓળખ વ્‍યવસ્‍થાના સર્જક, ડિજિટલ ઇન્‍ડિયાના મજબૂત આધારસ્‍તંભ, હવે પરીક્ષા સુધારણાની મોટી જવાબદારી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપીઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ હવે દેશની પરીક્ષા સુધારણાની જવાબદારી ભારતના ડિજિટલ પરિવર્તન ના શિલ્‍પકાર નંદન નીલેકણી ને સોંપી છે, મોદીજીએ તેમને  હાઇ-પાવર્ડ ટાસ્‍ક ફોર્સ ની કમાન સોંપી છે.

દેશની પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, સુરક્ષિત અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ઇન્‍ફોસિસ ના સહ-સ્‍થાપક અને આધાર (Aadhaar)ના મુખ્‍ય શિલ્‍પકાર નંદન નીલેકણીને હાઇ-પાવર્ડ ટાસ્‍ક ફોર્સ ના અધ્‍યક્ષ તરીકે નિયુક્‍ત કર્યા છે. આ ટાસ્‍ક ફોર્સ પરીક્ષા પ્રણાલીમાં વ્‍યાપક સુધારાઓ માટે સરકારને ભલામણો કરશે.

આપણને સવાલ થાય કે કોણ છે નંદન નીલેકણી...? જેના ઉપર મોદી જી એ આટલી મોટી જવાબદારી સોંપી છે નંદન મોહનરાવ નીલેકણી નો જન્‍મ ૨ જૂન, ૧૯૫૫ ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો,  તેમણે આઈઆઈટી બોમ્‍બે માં થી ઇલેક્‍ટ્રિકલ એન્‍જિનિયરિગમાં સ્‍નાતક અભ્‍યાસ પૂર્ણ કર્યો, અભ્‍યાસ બાદ તેમણે પોતાના વ્‍યાવસાયિક જીવન ની શરૂઆત કરી અને પછી ભારતના આઈટી ક્ષેત્ર માં ક્રાંતિ લાવનારા ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખ મેળવવી શરૂ કરી.

 વર્ષ ૧૯૮૧માં એન.આર. નારાયણ મૂર્તિ અને અન્‍ય સહયોગીઓ સાથે મળીને નંદન નીલેકણી એ ઇન્‍ફોસિસ ની સ્‍થાપના કરી  તેમણે કંપની માં વિવિધ મહત્‍વપૂર્ણ હોદ્દા ઓ સંભાળ્‍યા અને ૨૦૦૨ થી ૨૦૦૭ દરમિયાન મુખ્‍ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે સેવા આપી , તેમના કાર્યકાળ દરમિયાન ઇન્‍ફોસિસે વૈશ્વિક સ્‍તરે નોંધપાત્ર વિકાસ કર્યો અને ભારતની સૌથી પ્રતિષ્ઠિત આઈટી કંપનીઓમાં સ્‍થાન મેળવ્‍યું.

આગળ તેઓ ભારતની સૌથી મોટી ડિજિટલ ઓળખ વ્‍યવસ્‍થા આધાર યોજનાના સર્જક બન્‍યા, વર્ષ ૨૦૦૯ માં તત્‍કાલીન વડાપ્રધાન ડો. મનમોહન સિહ ના આમંત્રણ પર નંદન નીલેકણી ભારત સરકાર સાથે જોડાયા અને  યુનિક આઈડેન્‍ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (UIDAI)ના પ્રથમ અધ્‍યક્ષ બન્‍યા , તેમના નેતૃત્‍વ હેઠળ આધાર યોજના અમલમાં આવી, જેના કારણે આજે દેશના અબજો નાગરિકોને એક અનન્‍ય ડિજિટલ ઓળખ મળી છે. આધારને વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ વ્‍યવસ્‍થામાં સ્‍થાન મળ્‍યું છે.

નંદન નીલેકણીને ભારત ના ડિજિટલ પરિવર્તન ના મુખ્‍ય શિલ્‍પકારો માં ગણવામાં આવે છે , આધાર ઉપરાંત ડિજિટલ ગવર્નન્‍સ, ડિજિટલ પેમેન્‍ટ્‍સ અને ટેક્રોલોજી આધારિત જાહેર સેવાઓના વિકાસમાં પણ તેમનું મહત્‍વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ ભારતને ટેકનોલોજી આધારિત અર્થવ્‍યવસ્‍થા તરફ આગળ વધારનારા અગ્રણી વિચારકોમાં સામેલ છે સામેલ છે નંદનજી,દેશ અને દુનિયા માં તેમના યોગદાન ને માન્‍યતા આપતાં ભારત સરકારે વર્ષ ૨૦૦૬ માં તેમને પદ્મભૂષણ થી સન્‍માનિત કર્યા હતા ,  તેઓ વિશ્વના પ્રભાવશાળી ટેકનોલોજી નેતાઓમાં પણ ગણાય છે.

તાજેતરમાં દેશભરમાં પરીક્ષા સંબંધિત અનિયમિતતા ઓ અને પ્રશ્નપત્ર લીક જેવી ઘટનાઓને ધ્‍યાનમાં રાખીને કેન્‍દ્ર સરકારે નંદન નીલેકણી ના નેતૃત્‍વમાં ઉચ્‍ચસ્‍તરીય ટાસ્‍ક ફોર્સની રચના કરી છે , આ સમિતિ પરીક્ષા પ્રણાલીને વધુ વિશ્વસનીય, પારદર્શક, ટેકનોલોજી આધારિત અને લીકપ્રૂફ બનાવવા માટે સરકારને વ્‍યાપક ભલામણો આપશે , સમિતિમાં શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રના અનેક અગ્રણી નિષ્‍ણાતોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

નંદનનીલેકણી માત્ર સફળ ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ એક એવા દ્રષ્ટા છે જેમણે ટેક્રોલોજી ના માધ્‍યમથી દેશ ના કરોડો લોકો ના જીવનમાં પરિવર્તન લાવવા નો પ્રયાસ કર્યો છે,  હવે દેશ ની પરીક્ષા વ્‍યવસ્‍થા ને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવાની જવાબદારી પણ તેમના ખભા પર છે, જેના પરિણામે આગામી સમયમાં ભારતની શિક્ષણ વ્‍યવસ્‍થામાં મોટા સુધારાઓ જોવા મળી શકે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે

(4:01 PM IST)