તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ભારતમાં લિફ્ટ અકસ્માત થાય તો કોણ જવાબદાર?: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને આકરો ચુકાદો, પીડિત પરિવારને ₹3.01 કરોડનું વળતર ચૂકવવા આદેશ!
લિફ્ટને ‘કોમન કેરિયર’ જાહેર કરતી સર્વોચ્ચ અદાલત: ઉત્પાદક, જાળવણી એજન્સી અને બિલ્ડિંગ માલિક સંયુક્ત રીતે રહેશે જવાબદાર, હવે કોઈ એકબીજા પર દોષનો ટોપલો નહીં ઢોળી શકે

નવી દિલ્હી : ભારતમાં બહુમાળી ઈમારતોમાં અવારનવાર બનતા લિફ્ટ અકસ્માતો અને તેના કારણે થતા અકસ્માતો અંગે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પીએસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે સ્પષ્ટ જાહેર કર્યું છે કે લિફ્ટ અકસ્માત માટે લિફ્ટ બનાવનાર કંપની, જાળવણી (Maintenance) કરતી એજન્સી અને મકાન કે ઈમારતના માલિક સંયુક્ત રીતે જવાબદાર રહેશે. પીડિતોએ હવે એ સાબિત કરવાની જરૂર નથી કે કોની ભૂલ હતી; તેઓ કોઈ પણ જવાબદાર પક્ષ પાસેથી સંપૂર્ણ વળતર માંગી શકશે.
સુપ્રીમ કોર્ટે ઓટિસ એલિવેટર કંપની (Otis Elevator Company) ની અપીલને ફગાવી દેતાં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC) ના 2014 ના આદેશને સમર્થન આપ્યું છે. આ કેસ 2003માં નવી દિલ્હી ખાતેના R&AW હેડક્વાર્ટરમાં લિફ્ટ ફસાઈ જતાં ભૂતપૂર્વ રાજદ્વારી વિપિન હાંડાના થયેલા દર્દનાક મૃત્યુ સાથે જોડાયેલો હતો. કોર્ટે ઓટિસ કંપનીને મૃતકના પરિવારને 9% વાર્ષિક વ્યાજ સાથે ₹3.01 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે, જેમાં 70% જવાબદારી લિફ્ટ કંપનીની, 25% મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસિસ (MES) ની અને 5% સરકારી વિભાગની નક્કી કરવામાં આવી છે.
ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે લિફ્ટને બસ કે ટ્રેનની જેમ 'સામાન્ય વાહક' (Common Carrier) તરીકે વર્ગીકૃત કરી છે. કોર્ટે ટિપ્પણી કરી કે જ્યારે કોઈ નાગરિક લિફ્ટની અંદર પગ મૂકે છે, ત્યારે તેનો સિસ્ટમ પર કોઈ નિયંત્રણ હોતો નથી અને તે સંપૂર્ણપણે ઓટોમેશન પર નિર્ભર રહે છે. આથી લિફ્ટ ચલાવનારાઓ અને તેની જાળવણી કરનારાઓની જવાબદારી સામાન્ય કરતાં ઘણી વધારે છે. સલામતી એ માત્ર અપેક્ષા નથી પરંતુ દરેક લિફ્ટે પૂરી પાડવી પડતી મૂળભૂત ગેરંટી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
