<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

કોણ છે આ ચાવલ વાલે બાબા? જેણે પરિવારનું ભવિષ્‍ય બતાવવાના નામ પર ડોક્‍ટર પાસેથી ૪૦ લાખ ખંખેરી લીધા

ફરિયાદકર્તા ડોક્‍ટર ઋષભ ચૌબેનો આરોપઃ નરેન્‍દ્ર નયન શાષાીએ ખુદને તાંત્રિક શક્‍તિઓના જાણકાર બતાવતા પરિવૉર પર સંકટ અને પ્રેતબાધાનો ડર દેખાડ્‍યો હતો : બાબા એક મુઠ્ઠીમાં ચોખા અને લાલ ફૂલ રાખી ભવિષ્‍ય બતાવી દેતા

નોઈડા તા.૯: છત્તીસગઢમાં ચાવલ વાલે બાબાના નામથી પ્રખ્‍યાત નરેન્‍દ્ર નયન શાષાી ફરી એક વાર ગંભીર આરોપોના કારણે ચર્ચામાં આવ્‍યા છે. પહેલા દુષ્‍કર્મના કેસમાં જેલમાં બંધ બાબા પર હવે નોઈડાના એક ડોક્‍ટરે લગભગ ૪૦ લાખ રૂપિયાની છેતરપિડી કરવાનો આરોપ લગાવ્‍યો છે. ડોક્‍ટરનું કહેવું છે કે, બાબાએ પરિવારને ભૂત-પ્રેત અને પ્રેતબાધામાંથી મુક્‍ત કરાવવાની લાલચ આપી ઓક્‍ટોબર ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૬ની વચ્‍ચે અલગ અલગ ધાર્મિક અનુષ્ઠાનો અને વિશેષ પૂજાના નામ પર લાખો રૂપિયા વસૂલી લીધા. છેતરપિડી થતી હોવાનો અહેસાસ થતાં પીડિતે રાયપુરના ખમ્‍હારડીહ પોલીસ ચોકીમાં FIR નોંધાવી.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ફરિયાદકર્તા ડોક્‍ટર ઋષભ ચૌબેનો આરોપ છે કે નરેન્‍દ્ર નયન શાષાીએ ખુદને તાંત્રિક શક્‍તિઓના જાણકાર બતાવતા પરિવાર પર સંકટ અને પ્રેતબાધાનો ડર દેખાડ્‍યો હતો. ત્‍યાર બાદ વિશેષ પૂજા, અનુષ્ઠાન અને ધાર્મિક ઉપાય કરાવવાના નામ પર સમય સમય મોટી રકમ લઈ લીધી. જ્‍યારે લાંબા સમય સુધી કોઈ પરિણામ ન મળ્‍યું અને સતત પૈસાની માગ વધતી ગઈ તો ડોક્‍ટરને શંકા થઈ કે તેની સાથે છેતરપિડી થઈ છે.

નરેન્‍દ્ર નયન શાષાી છત્તીસગઢમાં ચાવલ વાલે બાબાના નામથી ફેમસ છે. રાયપુરના સિલિયારી વિસ્‍તારમાં વર્ષો સુધી તેમના ધાર્મિક પ્રવચન અને આધ્‍યાત્‍મિક કાર્યક્રમ આયોજિત થતાં રહ્યા, જેમાં મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ હોય છે. તેમના અનુયાયી દાવો કરતા હતા કે બાબા ખાલી એક મુઠ્ઠી ચોખા અને લાલ ફૂલ જોઈ કોઈ પણ વ્‍યક્‍તિનું ભૂત, વર્તમાન અને ભવિષ્‍ય બતાવી દેતા હતા. એટલું જ નહીં, એવું પણ વાતો વહેતી કરતા કે બાબા ખાલી ચા પીવે છે અને અન્ન, ફળ અથવા પાણી પીતા નથી.

બાબાની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના દરબારમાં સામાન્‍ય લોકોની સાથે સાથે પ્રભાવશાળી અને સંપન્ન લોકો પણ આવતા હતા. એક પૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર, સિલિયારીમાં તૈનાતી દરમ્‍યાન કેટલાય લોકો બાબા સાથે તેમની મુલાકાત કરાવી દેવા માટે ભલામણ કરતા હતા. સ્‍થાનિક સ્‍તર પર તેમને લોકો ચમત્‍કારી સંત ગણાવતા હતા.

મહાસમુંદ જિલ્‍લાના અમુક અનુયાયિઓનું કહેવું છે કે તેઓ ભવિષ્‍ય જાણવાની ઈચ્‍છાથી બાબા પાસે ગયા હતા અને તેમને બાબાની વાતો ચમત્‍કારી લાગી. વળી અમુક લોકો આજે પણ દાવો કરે છે કે, બાબા ચોખા દ્વારા લોકોના જીવન સાથે જોડાયેલી જાણકારી બતાવી દેતા હતા. જો કે હવે તેમના વિરુદ્ધ સામે આવેલા મામલાએ આ દાવાને વધારે ગંભીર બનાવી દીધા છે.

અહીં ઉલ્‍લેખનીય છે કે નરેન્‍દ્ર નયન શાષી હાલમાં દુષ્‍કર્મના એક કેસમાં જૂનથી મહાસમુંદ જેલમાં બંધ છે. હવે નોઈડાના ડોક્‍ટર દ્વારા નોંધાવેલી ૪૦ લાખ રૂપિયાની છેતરપિંડીના ફરિયાદ બાદ તેમની મુશ્‍કેલી વધી ગઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આરોપોના સંબંધમાં પુરાવા એકઠા કરી રહ્યા છે.

(9:51 AM IST)