તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
કોણ છે આ રહસ્યમયી મહિલા? જેડી વાન્સ અને અસીમ મુનીર સાથેની મુલાકાતે જગાવી ભારે ઉત્સુકતા!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો હટાવવા પાકિસ્તાનની ધરતી પર ગુપ્ત મિશન? પાંચ ભાષાઓની જાણકાર આ અમેરિકન રાજદ્વારી બની શાંતિ દૂત!

ઈસ્લામાબાદ: વૈશ્વિક રાજકારણના મંચ પર અત્યારે પાકિસ્તાન એક અણધાર્યા કારણોસર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની તાજેતરની મુલાકાતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં સૌથી વધુ ચર્ચા જેડી વાન્સ કે મુનીરની નહીં, પણ તેમની સાથે દેખાયેલી એક 'રહસ્યમય' મહિલાની થઈ રહી છે. આ મહિલા બીજું કોઈ નહીં પણ કુશળ અમેરિકન રાજદ્વારી નતાલી એ. બેકર છે, જે હાલમાં પાકિસ્તાનમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે અત્યંત સંવેદનશીલ જવાબદારી સંભાળી રહી છે.
નતાલી બેકરની ભૂમિકા માત્ર પ્રોટોકોલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેઓ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને ડામવા માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ રહ્યા છે. વર્ષ 2024 થી પાકિસ્તાનમાં કાર્યરત નતાલી હાલમાં ચાર્જ ડી'અફેર્સ તરીકે સેવા આપી રહ્યા છે. તેમની સૌથી મોટી તાકાત તેમની ભાષાકીય કુશળતા છે; તેઓ ઉર્દૂ, ફારસી, અરબી, રશિયન અને સ્પેનિશ જેવી પાંચ જટિલ ભાષાઓમાં નિપુણ છે. આ જ કારણ છે કે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટોમાં તેમની હાજરીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે ફારસી પરની તેમની પકડ સીધી વાતચીતમાં મદદરૂપ બની શકે છે.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ગંભીર છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી આ શાંતિ વાટાઘાટોમાં નતાલી બેકર અમેરિકાના પક્ષને મજબૂતીથી રજૂ કરી રહ્યા છે. ઈસ્લામાબાદ સ્થિત અમેરિકી દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં પણ તેમના સમર્પણની ઝલક જોવા મળી છે. જો આ વાટાઘાટો સફળ રહેશે, તો નતાલી બેકરનું નામ ઈતિહાસમાં એક એવી રાજદ્વારી તરીકે નોંધાશે જેમણે પોતાની બૌદ્ધિક ક્ષમતા અને ભાષાકીય કૌશલ્યથી બે કટ્ટર હરીફ દેશો વચ્ચે શાંતિનો સેતુ બાંધ્યો છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
