<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી કોણ બનશે ? અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ધારાસભ્ય પક્ષની મહત્વની બેઠક

નામ નક્કી થયા બાદ ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજય બાદ હવે સૌની નજર નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના પર ટકેલી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શુક્રવારે કોલકાતામાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે એક મહત્વની બેઠક કરશે, જેમાં વિધિવત રીતે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

 

ભાજપ હાઈકમાન્ડે વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે અમિતભાઈ  શાહને મુખ્ય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સહાયક નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેશે. આ બેઠક આજે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન બિસ્વા બાંગ્લા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે નામ નક્કી થયા બાદ ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ત્યારબાદ, શનિવારે 9 મેના રોજ કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવી સરકારનો શપથવિધિ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  સહિત ભાજપ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી શક્યતા છે.

(2:28 PM IST)