તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 30th July 2026
QR કોડમાં કેમ હોય છે માત્ર 3 ખૂણા પર જ કાળા બોક્સ?: જાણો ચોથો ખૂણો ખાલી રાખવા પાછળનું રસપ્રદ વૈજ્ઞાનિક કારણ!
સ્કેનરને સાચી દિશા બતાવવાથી લઈને કોડ ઓળખવા સુધી: જાણી લો રોજિંદા જીવનમાં વપરાતા QR કોડની આ અદ્ભુત ટેકનોલોજી વિશે

અમદાવાદ, તા.30: આજે આપણી દિનચર્યામાં QR કોડ એક અભિન્ન અંગ બની ગયો છે. પછી તે દુકાન પર UPI થી પેમેન્ટ કરવાનું હોય, રેસ્ટોરન્ટમાં ડિજિટલ મેનૂ જોવાનું હોય કે પછી ટ્રેન-ફ્લાઇટની ટિકિટ સ્કેન કરવાની હોય. પરંતુ શું તમે ક્યારેય ઝીણવટથી નોંધ્યું છે કે દરેક QR કોડના ચારમાંથી માત્ર ત્રણ જ ખૂણા પર કાળા ચોરસ બોક્સ (Black Boxes) આપેલા હોય છે અને ચોથો ખૂણો ખાલી હોય છે?
QR કોડના ત્રણ ખૂણા પર દેખાતા આ મોટા બોક્સને ટેકનિકલ ભાષામાં ‘ફાઇન્ડર પેટર્ન’ (Finder Pattern) કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય ડિઝાઇન નથી પરંતુ સ્કેનિંગ પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે પણ તમે તમારા સ્માર્ટફોનનો કેમેરો કે સ્કેનર QR કોડ તરફ રાખો છો, ત્યારે કેમેરો સૌથી પહેલા આ ત્રણ ફાઇન્ડર પેટર્નને જ ડિટેક્ટ કરે છે. આ બોક્સની મદદથી જ સ્કેનર તરત જ સમજી જાય છે કે સામે રહેલી છબી એક QR કોડ છે.
આ ઉપરાંત, ત્રણ બોક્સ હોવાનું મુખ્ય કારણ કોડની પોઝિશન અને ઓરિએન્ટેશન (દિશા) નક્કી કરવાનું છે. જો QR કોડ ઊંધો, નમેલો કે ત્રાસો હોય તો પણ સ્કેનર આ ત્રણ પોઈન્ટના આધારે તેની સાચી દિશા અને એંગલ ઓળખી લે છે. હવે સવાલ એ થાય કે ચોથા ખૂણે બોક્સ કેમ નથી હોતું? એન્જિનિયરોના જણાવ્યા મુજબ, સ્કેનર માટે માત્ર ત્રણ ફાઇન્ડર પેટર્ન જ કોડને એક્યુરેટ ડિટેક્ટ કરવા માટે પૂરતા છે. ચોથું બોક્સ ઉમેરવાથી કોઈ વધારાનો ફાયદો થતો નથી, તેથી તે જગ્યાનો ઉપયોગ ડેટા સ્ટોરેજ અને અન્ય ટેકનિકલ કોડિંગ માટે કરવામાં આવે છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
