તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
નવો સાડલો કેમ ન લાવ્યો? કહી કૂકરના ઢાંકણે ઢાંકણે પતિની ધોલાઈ કરીને મારી નાખ્યો પત્નીએ
એક નજીવી બાબતને લઇને પત્નીએ પોતાના પતિનું કાસળ કાઢી નાખ્યું

થાણે,તા.૨૨: તાજતેરમાં જ બનેલા કેતન અગ્રવાલ મર્ડર કેસે આખા દેશમાં ચકચાર જગવી હતી. જે ક્રૂરતા સાથે તેની મંગેતર સિયા ગોયલે તેના આશિક જોડે મળીને કેતનને પહાડ પરથી ધક્કો મારી દીધો હતો. હવે ફરી એકવાર મહારાષ્ટ્રના થાણેમાંથી આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક નજીવી બાબતને લઇને પત્નીએ પોતાના પતિનું કાસળ કાઢી નાખ્યું છે.
આ મર્ડર કેસની વાત કરીએ તો આશરે ૩૦ વર્ષની સુનિતા નામની મહિલાએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે. કહેવાય છે કે આ મહિલાએ તેના પતિ પાસે નવી સાડીની માગ કરી હતી. પણ તેનો પતિ નવી સાડી લાવ્યો નહોતો. આટલી નજીવી બાબત પર બંને વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડાએ જોતજોતામાં એવું વિકરાળ રૂપ લઇ લીધું કે આ મહિલાએ પ્રેશર કુકરના ઢાંકણ વડે તેના પતિ પર વાર કર્યો હતો. એટલું જ નહીં પણ તેણે કૂકરનું ઢાંકણું માર્યા પછી ગળું દબાવીને પતિનો શ્વાસ રૂંધવી નાખ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં આરોપી સુનિતા હરિરામ સિહજે મૂળ બિહારના રોહતાસ જિલ્લાની રહેવાસી છે. પતિનું મર્ડર કરવાના ગુનામાં મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે એમ પણ જણાવ્યું હતું કે શરૂઆતમાં મહિલાએ આ મૃત્યુને એક્સિડેન્ટલ ગણાવીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પણ પાછળથી આ આખી વાતમાં ટ્વીસ્ટ એ આવ્યો હતો કે આ મહિલાએ જ તેના પતિને મારી નાખ્યો હતો.
તેનો પતિ હરિરામ કિશનજી સિહ જે ૧૯ જુલાઈના રોજ બદલાપુર ઇસ્ટમાં આવેલ તેના ઘરે જ હતો. ત્યારે નવી સાડીઓ ન લાવવા અંગે પત્ની સાથે બોલાચાલી થઈ હતી.
બંને બચ્ચેની બોલાચાલી બંધ થવાનું નામ જ નહોતી લેતી એટલે તેમનો સાત વર્ષનો દીકરો મકાનમાલિકને બોલાવવા દોડ્યો હતો. પણ કોઈ આવીને આ બંનેનો ઝગડો સ્ટોપ કરે એ પહેલા જ હરિરામના રામ રમી ગયા હતા. કારણ કે ગુસ્સામાં આવીને મહિલાએ પ્રેશર કુકરના ઢાંકણ વડે તેમના પર વાર કર્યો હતો અને ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
