તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
જંતર-મંતર પર ૨૦ જુલાઈના CJP માર્ચ પહેલાં પત્થરોથી ભરેલો શંકાસ્પદ ટ્રક કેમ ઉભો હતો? દિલ્હી પોલીસની સ્પષ્ટતા: 'ટ્રક અમારા કબજામાં જ હતો, કાવતરાનો દાવો પાયાવિહોણો'
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રદર્શન પહેલાં વિરોધ સ્થળે પત્થર ભરેલો ટ્રક મળતાં મોટો વિવાદ સર્જાયો હતો; દિલ્હી પોલીસે અકસ્માત કેસમાં જપ્ત કરાયેલ વાહન હોવાનું કહીને ષડયંત્રના આરોપો ફગાવ્યા

નવી દિલ્હી : દિલ્હીના જંતર-મંતર ખાતે ૨૦ જુલાઈના રોજ યોજાયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન અને 'ચલો સંસદ' માર્ચ પહેલાં પત્થરોથી ભરેલો એક ટ્રક શંકાસ્પદ હાલતમાં પાર્ક થયેલો મળી આવતાં મોટો રાજકીય ધમાસણ સર્જાયો હતો. CJP ના સ્થાપક અભિજીત દિપકે આ અંગે વિડીયો શેર કરીને પોલીસ પર પ્રદર્શનકારીઓને ફસાવવા અથવા હિંસા ભડકાવવાનું ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જોકે, હવે આ મામલે દિલ્હી પોલીસે સત્તાવાર સ્પષ્ટતા કરીને તમામ અફવાઓ અને આરોપોને ફગાવી દીધા છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક (નંબર HR63 E 6865) ૧૬ જુલાઈના રોજ ફિરોઝશાહ રોડ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં સામેલ હતો, જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ સ્ટેશનમાં જગ્યાના અભાવે આ જપ્ત કરાયેલા ટ્રકને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરવામાં આવ્યો હતો. ૨૦ જુલાઈના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર આ ટ્રકને ખાલી કરીને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ટ્રકનો પ્રદર્શનકારીઓ કે કોઈ રાજકીય કાવતરા સાથે કોઈ સંબંધ નથી.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
