<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ભારતની આ મુલાકાત શા માટે અગત્‍યની

વેનેઝુએલના કાર્યકારી રાષ્ટ્રપતિ છે ડેલ્‍સી રોડ્રિગેઝ આજથી ૫ દિવસ ભારતની મુલાકાતેઃ કોણ છે ડેલ્‍સી રોડ્રિગેઝ? : તેલ અને ઊર્જા સુરક્ષાઃ આ મુલાકાત ને પગલે ભારત-વેનેઝુએલા સંબંધો માં આવશે મોટો વળાંકઃ દિલ્‍હી તેમજ મુંબઈની પણ લેશે મુલાકાત

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા.૩: વેનેઝુએલા ના  કાર્યકારી  રાષ્ટ્રપતિ ડેલ્‍સી રોડ્રિગેઝ  આજ થી એટલે કે ૩ જૂનથી ૭ જૂન ૨૦૨૬ સુધી ભારત ની ૫ દિવસની મુલાકાતે આવી રહ્યા છે,  તેઓ ભારતના  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી  સહિતના નેતા ઓ સાથે મુલાકાત કરશે, આવો આપણે આ મુલાકાતને સમજીએ...

આ મુલાકાતને સમજવા માટે માત્ર એક વિદેશી નેતા ભારત આવી રહ્યા છે એટલું જાણવું પૂરતું નથી. તેની પાછળ ભારતની ઊર્જા સુરક્ષા, તેલની જરૂરિયાતો અને વૈશ્વિક રાજકારણનો મોટો મુદ્દો જોડાયેલો છે,

વેનેઝુએલા  દક્ષિણ અમેરિકા નો દેશ છે અને વિશ્વ ના સૌથી મોટા તેલ ભંડારો ધરાવતા દેશો માં નો એક છે,  ઘણા વર્ષો થી આર્થિક અને રાજકીય સંકટ માં હોવા છતાં તેની પાસે વિશાળ કાચા તેલના ભંડાર છે,  તેથી ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશ માટે વેનેઝુએલા વ્‍યૂહાત્‍મક રીતે મહત્‍વપૂર્ણ છે.

તેઓ હાલમાં વેનેઝુએલા ની કાર્યકારી રાષ્ટ્રપતિ છે, અગાઉ તેઓ ઉપ-રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી પણ રહી ચૂક્‍યા છે.  જાન્‍યુઆરી ૨૦૨૬ પછી તેઓ દેશના કાર્યકારી નેતૃત્‍વમાં આવ્‍યા.

ભારત સાથે ની તેમની આ મુલાકાત કેમ અગત્‍યની મનાય છે કેમકે  તેલ અને ઊર્જા સુરક્ષા સૌથી મહત્‍વનું કારણ છે, ભારત વિશ્વ નો ત્રીજો સૌથી મોટો કાચા તેલનો આયાતકાર છે, હાલમાં પヘમિ એશિયામાં તણાવ અને પુરવઠાની અનિヘતિતા વચ્‍ચે ભારત નવા અને વિશ્વસનીયસ્ત્રેતો શોધી રહ્યું છે, આ સમયે વેનેઝુએલા મહત્‍વનો ભાગીદાર બની રહ્યો છે,  મે ૨૦૨૬ માં ભારત વેનેઝુએલાના તેલનો બીજા ક્રમે સૌથી મોટો ખરીદદાર બન્‍યો હતો.

આ મુલાકાતથી ભારતની રિફાઇનરીઓને લાભ મળી શકે છે, ભારતની કેટલીક મોટી રિફાઇનરીઓ વેનેઝુએલાના ભારે ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરી શકે છે,  તેથી લાંબા ગાળા ના તેલ કરારો ભારતને ઊર્જા સુરક્ષા અને ભાવ સ્‍થિરતા આપી શકે છે.

આ ઉપરાંત  વેપાર અને રોકાણ, બંને દેશો વચ્‍ચે માત્ર તેલ જ નહીં પરંતુ ફાર્માસ્‍યુટિકલ્‍સ,હેલ્‍થકેર, ટેક્રોલોજી, પરિવહન, નવીનીકરણીય ઊર્જા, રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા થશે.

ડેલ્‍સી રોડ્રિગેઝ અને નરેન્‍દ્રભાઇ સાથે થનાર સંભવિત ચર્ચા વિશે જોઈએ તો કાચા તેલની સપ્‍લાય, લાંબા ગાળાના ઊર્જા કરારો, વેપાર વધારવો, ભારતીય કંપનીઓના રોકાણ, ટેક્રોલોજી અને ઔદ્યોગિક સહકાર હોવાની શક્‍યતા છે.

છેલ્‍લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્‍ચે ઊર્જા સંબંધો ફરી મજબૂત બનતા દેખાઈ રહ્યા છે. આ મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત નથી, પરંતુ ભારત ની ઊર્જા વ્‍યૂહરચના અને વૈશ્વિક વેપાર સંબંધો માટે મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે.

(3:36 PM IST)