<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

માતા-પિતા IAS હોય તો બાળકોને અનામત કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

ક્રિમી લેયરનાં બાળકો અનામતનો લાભ લેશે તો આ ચક્રમાંથી બહાર નીકળાશે નહીં: સુપ્રીમ કોર્ટ : સરકારી નોકરીઓમાં સંપન્ન વર્ગના ઉમેદવારો અનામતનો લાભ લેતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત

નવી દિલ્‍હી તા.૨૩: સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં ક્રીમી લેયર (સંપન્ન વર્ગ)ના ઉમેદવારો દ્વારા અનામતનો લાભલેવા અંગે ઊંડી ચિતા વ્‍યક્‍ત કરી છે. જાસ્‍ટિસ બી.વી. ભૂલેલા આઈએએસ અધિકારી હોય, તો તેમના બાળકોને અનામત શા માટે મળવું જોઈએ? શિક્ષણ અને આર્થિક સક્ષમતા આવવાની સાથે સામાજિક ગતિશીલતા પણ આવે છે. જો આવા સંપન્ન બાળકો માટે ફરીથી અનામતની માંગ કરવામાં આવશે, તો દેશ ક્‍યારેય આ ચક્રમાંથી બહાર નહીં આવી શકે. સામાજિક રીતે પછાત લોકો માટે અનામત યોગ્‍ય છે, પરંતુ દરેકને તેનો લાભન મળવો જોઈએ, તેમાં સંતુલન જરૂરી છે.

આ કેસનો સમગ્ર મામલો કર્ણાટકના કુરુબા સમુદાયના એક ઉમેદવાર સાથે જોડાયેલો છે, જે રાજ્‍યની ઓબીસી યાદીમાં  શ્રેણી ૨(A)હેઠળ આવે છે. આ ઉમેદવારની 'કર્ણાટક પાવર ટ્રાન્‍સમિશન કોર્પોરેશન લિમિટેડ'માં આસિસ્‍ટન્‍ટ એન્‍જાિનિયર તરીકે અનામત કોટા હેઠળ પસંદગી થઈ હતી. જોકે, જિલ્‍લા સમિતિએ તેને જાતિ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કર્યો હતો, કારણ કે તેના માતા-પિતા બંને રાજ્‍ય સરકારના કર્મચારી છે અને પરિવારની વાર્ષિક આવક આશરે ૧૯.૪૮ લાખ હતી, જે ક્રીમી લેયરની નિયત મર્યાદા કરતાં વધુ છે. નિયમો અનુસાર, ઓબીસી અનામત માટે ક્રીમી લેયરની વાર્ષિક આવક મર્યાદા ૮ લાખ છે. ઉમેદવારના વકીલ શશાંક રત્‍નુંએ દલીલ કરી હતી કે કીમી લેયર નક્કી કરવા માટે માત્ર પગારની આવક જ એકમાત્ર માપદંડ ન હોવો જોઈએ. તેના માટે માતા-પિતાનો હોદો (જેમ કે ગ્રુપ-એ કે ગ્રુપ-બી) ધ્‍યાનમાં લેવો જોઈએ. જો માત્ર પગારને જ આધાર બનાવાય, તો ડ્રાઈવર, પટાવાળા કે ક્‍લાર્ક જેવા નીચલા સ્‍તરના કર્મચારીઓના બાળકો પણ અનામતથી વિચિત રહવારને છે. અગાઉ, ચાટ આઈક જજે ઉમેદવારની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું હતું કે ક્રીમી લેયર નક્કી કરતી વખતે માતા-પિતાના પગારને આવકમાં ઉમેરવો જોઈએ નહીં. પરંતુ ત્‍યારબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્‍ચે આ ચુકાદો પલટી નાખ્‍યો હતો. ડિવિઝન બેન્‍ચે સ્‍પષ્ટ કર્યું કે કેન્‍દ્ર સરકારનો ૧૯૯૩નો જે આદેશ પગારની આવકને ક્રીમી લેયરમાંથી બહાર રાખે છે, તે માત્ર કેન્‍દ્રની નોકરીઓ પર લાગુ થાય છે, કર્ણાટક રાજ્‍યની અનામત વ્‍યવસ્‍થા પર તે સીધો લાગુ પડતો નથી. આ જ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે

(10:28 AM IST)