<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

કરવા ચોથના વ્રત માટે પત્‍નીએ પતિ પાસે પૈસા માગ્‍યાઃ માથા ફરેલ ધણીએ કુહાડીથી કાપી નાખી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્‍લામાં કરવા ચોથની ઠીક પહેલા એક ઘરની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ : પત્‍ની જે પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખવાની તૈયારી કરી રહી હતી, તેના પર પતિએ કુહાડીથી હુમલો કરી તેનો જીવ લઈ લીધો

શાહજહાંપુર તા.૨૯: ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્‍લામાં કરવા ચોથની ઠીક પહેલા એક ઘરની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. એ પત્‍ની જે પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખવાની તૈયારી કરી રહી હતી, તેના પર પતિએ કુહાડીથી હુમલો કરી તેનો જીવ લઈ લીધો. પતિ-પત્‍નીની વચ્‍ચે લાંબા સમયે વિવાદ ચાલી રહ્યો હતો અને બે દિવસ પહેલા જ સમાધાન કર્યા બાદ પતિ પાસે આવી હતી. આરોપ છે કે કરવા ચોથ પર સુહાગનો સામાન ખરીદવાને લઈ બંનેમાં વિવાદ થયો અને નિર્દય પતિએ પત્‍નીને મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટના તેમના માસૂમ બાળકોની સામે થઈ, જે બાદ આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. હાલમાં પોલીસે લાશને કબજામાં લઈ પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધી છે, જ્‍યારે હત્‍યા કર્યા બાદ પતિ ફરાર થઈ ગયો છે. પોલીસ તેને શોધી રહી છે.

અલ્‍લાહગંજના ચૌરસિયા ગામની રહેવાસી ૩૦ વર્ષની સુશીલાની હત્‍યા કરી નાખી છે. હત્‍યા કોઈ અન્‍યએ નહીં પણ તેના જ પતિ અવનીશે કરી છે. જેના માટે તે કરવા ચોથનું વ્રત રાખવાની હતી. આ મામલો અલ્‍લાહગંજ વિસ્‍તારના ચૌરસિયા ગામનો છે. કહેવાય છે કે અવનીશ અને તેની પત્‍ની સુશીલા વચ્‍ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. સુશીલા પોતાના પિયરમાં રહેતી હતી. બે દિવસ પહેલા જ સમાધાન કરી તે સાસરિયે પાછી આવી હતી.

ઘરમાં કરવા ચોથની તૈયારી ચાલી રહી હતી. સુશીલાને સુહાગનો સામાન લાવવાનો હતો. તેના માટે તેણે પતિ પાસે પૈસા માગ્‍યા. આરોપ છે કે આ વાતને લઈને બોલાચાલી એટલી વધી ગઈ કે અવનીશે કુહાડી ઉઠાવી અને સુશીલા પર હુમલો કરી દીધો. ચીસો સાંભળીને આજુબાજુના લોકો ઘટનાસ્‍થળે પહોંચ્‍યા તો સુશીલા લોહીથી લથબથ હાલતમાં પડી હતી. સૂચના મળતા પોલીસ પણ તાત્‍કાલિક પહોંચી અને લાશને કબજામાં લઈ પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધી.

કહેવાય છે કે જે સમયે પતિ અવનીશે પત્‍ની સુશીલાની હત્‍યા કરી તે સમયે બાળકો પણ ઘરમાં હાજર હતા. જેની આંખોની સામે જિદગી છીનવી લીધી. હાલમાં આરોપી પતિ ફરાર છે. પોલીસ તેને શોધવા માટે ટીમો બનાવી છે

(10:01 AM IST)