તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
ઝઘડો થતાં પત્નીએ પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યા બાદ ભાગી ગઈ
તને બીજા કોઈનો નહીં થવા દઉં

મેરઠ,તા.૧૦: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે પત્નીને બીજા યુવક સાથે વાત કરવાનો વિરોધ કર્યો, તેનાથી ગુસ્સે થઈને પત્નીએ યુવકને રાતના સમયે કોફીમાં નશીલી દવાઓ ભેળવી બેભાન કરી નાખ્યો. ત્યાર બાદ તેનો પ્રાઈવેટ પાર્ટ ચાકૂથી કાપી નાખ્યો અને ફરાર થઈ ગઈ. યુવકની ચિસો સાંભળી મા તથા બહેને યુવકને ગંભીર હાલતમાં મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યો.
ડોક્ટરે ઓપરેશન કરી યુવકનો જીવ બચાવ્યો. તેના પ્રાઈવેટ પાર્ટને પણ જોડવાના પ્રયાસ કર્યા. હાલમાં યુવકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, લિસાડી ગેટ વિસ્તારની એક કોલોનીના રહેવાસી યુવક કાપડા પર પ્રિન્ટિંગનુ કામ કરે છે. પાંચ વર્ષ પહેલા તેના લગ્ન તારાપુરીની રહેવાસી એક યુવતી સાથે થયા હતા. તેમના કોઈ બાળકો નહોતા. યુવતી પોતાની મા સાથે એક રુમવાળા મકાનમાં રહેતો હતો. બે દિવસ પહેલા તેની બહેન છ બાળકો સાથે હરિયાણાથી પિયરમાંથી આવી હતી.
યુવકની બહેને જણાવ્યું કે, તેની ભાભી આખો દિવસ ફોન પર યુવકો સાથે વાતચીત કરતી હતી. તેને કેટલાય યુવાનો સાથે સંબંધ હતા. ભાઈ આ વાતનો વિરોધ કરતો હતો. બુધવાર રાતે ભાઈ ભાભી વચ્ચે આ વાતને લઈ ઝઘડો થયો હતો. યુવકે જણાવ્યું કે, રાતમાં પત્નીએ તેની કોફી પિવડાવી અને તે બેભાન થઈ ગયો. પીડિત નદીમના જણાવ્યા અનુસાર, પત્ની હંમેશા ઝઘડા કરતી અને મને કહેતી હતી કે, તુઝે કિસી કા નહીં હોને દુંગી ઔર અપના ભી નહીં રખૂંગી.
ત્યાર બાદ પત્નીએ તેના પ્રાઈવેટ પાર્ટ પર કેટલીય વાર ઘા કર્યા. જેનાથી પ્રાઈવેટ કપાઈ ગયો. ચિસો પાડતા મા અને બહેન દોડી આવ્યા તો પત્ની ભાગી ગઈ. મા તથા બહેને બૂમો પાડી પાડોશીઓને બોલાવ્યા અને યુવકને મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યો.
અહીં ડોક્ટરે યુવકનું ઓપરેશન કરી લોહી વહેતું બંધ કર્યુ. કપાયેલા પ્રાઈવેટ પાર્ટને જોડવા માટે ઓપરેશન થઈ રહ્યું છે. સૂચના મળતા ગુરુવાર મોડી રાતે પોલીસ મેડિકલ કોલેજ પહોંચી અને આખા કેસની જાણકારી લીધી. યુવકે પત્ની વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ પત્નીને શોધી રહી છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
