<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

તાંત્રિક વિધિમાં ડાકણ બની પત્‍ની? છરીથી પતિના શરીરને એક ફૂટ ચીર્યું આંતરડા થેલીમાં ભરી છત પરથી કૂદી પડી

હરિયાણાના કુરુક્ષેત્રમાં એક મહિલાએ તેના પતિ પર તીક્ષ્ણ છરી વડે હુમલો કરીને ક્રૂરતાથી હત્‍યા કરી : છરીના ઘા પેટમાં આશરે ૩૫ સેન્‍ટિમીટરના હતા, ઘા એટલા ઊંડા હતા કે તેના આંતરડા તેના શરીરથી બહાર નીકળી ગયા હતા

કુરુક્ષેત્ર તા.૨૪: આખા દેશને હચમચાવતો સનસનીખેસ કિસ્‍સો હાલ હરિયાણા રાજ્‍યના કુરુક્ષેત્ર વિસ્‍તારમાંથી સામે આવ્‍યો છે. જ્‍યાં કથિત રીતે તાંત્રિક વિધિ કરતી એક મહિલાએ પોતાના પતિને હૈવાનિયતની તમામ હદો પાર કર્યા સમાન ગંભીર રીતે મોતને ઘાટ ઉતારી દીધો છે. કથિત રીતે તાંત્રિક વિધિની આડમાં આ પત્‍નીએ ધારદાર હથિયારથી પોતાના પતિના શરીર પર છાતીના ભાગથી લઈને તેના પ્રાઈવેટ પાર્ટ સુધી એક ફૂટથી વધુ લાંબો કટ લગાવી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વાતો વહેતી થઈ છે. પત્‍નીની હેવાનિયત આટલેથી ન અટકતા તેણે પતિની હત્‍યા બાદ શરીરમાંથી તેના આંતરડાં કાઢીને પ્‍લાસ્‍ટિકના કોથળામાં ભરીને ફરાર થવાની ફિરાકમાં હોવાનું સામે આવ્‍યું છે.

મળતી વિગતો અનુસાર, હરિયાણાના કુરુક્ષેત્રમાં પિહોવા રોડ પર આવેલ રાજ પેલેસ નજીક ભાડાના મકાનમાં રહેતા દંપતિમાં ગત ૨૧મી ઓગસ્‍ટને શુક્રવારે મોડી રાતે આ ક્રૂર હત્‍યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જ્‍યાં વિમલા દેવી નામની એક મહિલાએ કથિત રીતે તાંત્રિક વિધિની આડમાં તેના પતિ રાજેશ (ઉં.વ. ૪૦) પર છરીના આડેધડ ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની વાતો વહેતી થઈ છે. વિમલાએ પરમ દિવસે શુક્રવારે સાંજના સમયે અચાનક તેના પતિ રાજેશ પર ચાકૂ વડે હુમલો કરી તેના શરીરે છાતીના ભાગથી પ્રાઈવેટ પાર્ટ લગભગ ૩૫ સેન્‍ટિમીટર સુધી લાંબો કાપો મારી દીધો હતો. જેના કારણે તેના શરીરમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા.

પોલીસે આપેલી માહિતી અનુસાર, બનાવ સમયે બુમાબુમ થતા નીચે રહેતો મકાન માલિક રિકુ ઘરમાં તપાસ કરવા પહોંચ્‍યો હતો. તે સમયે જ્‍યારે તે રૂમ તરફ ગયો, ત્‍યારે તેણે વિમલાને રાજેશના શરીરમાંથી આંતરડા બહાર કાઢી એક પ્‍લાસ્‍ટિકની થેલીમાં ભરતા જોઈ હતી. આ દ્રશ્‍ય જોઈ મકાનમાલિકના મોં માંથી ચીસ નીકળી ગઈ, જે બાદ મકાનમાલિકને જોતાં જ, વિમલા ગભરાઈ ગઈ અને તે છત પરથી કૂદી ભાગવાનો પ્રયાસ કરવા લાગી હતી. જેથી તે છત પરથી કૂદ્યા બાદ નીચે પડતા ઘાયલ થઈ ગઈ અને ત્‍યારબાદ હોસ્‍પિટલમાં દાખલ કરાઈ છે.

હચમચાવતા બનાવની માહિતી મળતાં, પોલીસ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. જ્‍યાં તપાસ દરમિયાન પોલીસે સ્‍થળ પરથી વિવિધ કદની ત્રણ છરીઓ જપ્ત કરી છે. જ્‍યારે મૃતક રાજેશના મૃતદેહને હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમ કરાવતા શરીરમાંથી તેનાં લીવરનો લગભગ અડધો ભાગ અને જમણી કિડની ગાયબ હોવાનું જાણવા મળ્‍યું છે. જ્‍યારે પતિની હત્‍યાનો આરોપ લગાવનાર પત્‍ની વિમલા દેવી હાલમાં હોસ્‍પિટલમાં દાખલ છે. ઘટનાસ્‍થળેથી ત્રણ છરીઓ મળી આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, મૃતક રાજેશ મૂળ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્‍લાના ધામપુર ગામનો રહેવાસી છે. તે લગભગ એક વર્ષથી કુરુક્ષેત્રમાં તેની પત્‍ની વિમલા દેવી સાથે રહેતો હતો અને પેહોવા રોડ પર સ્‍થિત પીબી આરઓ વોટર ટ્રેડિગ કંપની માટે પાણી પુરવઠામાં કામ કરતો હતો. જ્‍યારે મકાનમાલિક રિકુના જણાવ્‍યા અનુસાર, રાજેશ લગભગ એક વર્ષથી ઘરના ઉપરના માળે એક રૂમ ભાડે રાખતો હતો. દંપતી વચ્‍ચે કોઈ સંતાન નહતું અને આરોપી પત્‍ની વિમલા ધાર્મિક વિધિઓ પણ કરતી હતી, અને દંપતી વારંવાર ઝઘડા કરતા હતા. જોકે આ ક્રૂર બનાવ કેમ બન્‍યો તે અંગે હાલ સુધીમાં સત્તાવાર કોઈ પુષ્ટિ મળી નથી. જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવની હાલની વિગતો અનુસાર, પતિ રાજેશની હત્‍યાની આરોપી પત્‍ની વિમલા દેવી હાલમાં હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ છે, અને પોલીસ તેનું નિવેદન નોંધવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ્‍સ મુજબ રાજેશ અને વિમલા ઘણા વર્ષોથી પરિણીત હતા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. જેથી પોલીસ હવે દંપતીના સંબંધો, તેમના વિવાદો અને હત્‍યા તરફ દોરી જતા સંજોગોની તપાસ કરી રહી છે. અધિકારીઓ જણાવે છે કે મહિલાના નિવેદન અને પોસ્‍ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ આગળ વધી રહી છે. જેથી આગામી સમયમાં હત્‍યાનું સાચું કારણ જાણવા મળશે.

(10:01 AM IST)