<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

શું ATMના વળતા પાણી થશે ?:છેલ્લા બે વર્ષમાં ડેબિટ કાર્ડના ઉપયોગમાં 44 ટકાનો મોટો ઘટાડો

ડેબિટ કાર્ડના વ્યવહાર વર્ષ 2023-24માં 22,860 લાખથી ઘટી વર્ષ 2024-25માં 16,120 લાખ અને વર્ષ 2025-26માં 12,802 લાખ રહ્યા

 ભારતીયોના સૌથી વિશ્વાસપાત્ર માધ્યમ ડેબિટ કાર્ડ રહ્યું છે. લોકો ATMથી પૈસા ઉપાડવા તેને સુવિધાજનક માને છે. જોકે RBIના નવા આંકડા પ્રમાણે હવે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. નવા આંકડા પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં ડેબિટ કાર્ડનો ઉફયોગમાં 44 ટકા ઘટાડો આવ્યો છે.

ATMથી પૈસા ઉપાડનાર લોકોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. કેન્દ્રીય બેંકની નાણાકીય વર્ષ 2026ના વાર્ષિક અહેવાલ પ્રમાણે ડેબિટ કાર્ડના વ્યવહાર વર્ષ 2023-24માં 22,860 લાખથી ઘટી વર્ષ 2024-25માં 16,120 લાખ અને વર્ષ 2025-26માં 12,802 લાખ રહ્યા છે. આ આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં આશરે 44 ટકા ઘટાડો થયો છે.

ઘટાડો થવા પાછળનું કારણ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)ના ઉપયોગમાં વધારો થયો છે. આંકડાકીય માહિતી પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 UPI વ્યવહાર 13,11,295 લાખથી વધી 24,16,169 લાખ થઈ ગઈ. જે આશરે 84 ટકા વધ્યો છે. હવે લોકો નાની-નાની ચીજવસ્તુ જેવા ભાડા, શાકભાજી, અથવા અન્ય જરૂરિયાતનો સામાન ખરીદવાથી લઈ વીજળી-પાણીના બિલોની ચુકવણી કરવા માટે UPIના ઉપયોગ કરે છે, અને હવે આ ડિફોલ્ટ ચુકવણી વિધિ બની ગઈ છે. તેને પગલે ડેબિટ કાર્ડનો સ્વાઈપ અથવા ટેપ કરવાની જરૂરિયાતમાં ઘટાડો થયો છે.

આ ઉપરાંત અનેક બેંક એવી પણ છે કે જે હવે મોબાઈલ બેન્કિંગ એપ અને UPI-enable Platformsના માધ્યમથી કોઈ જ કાર્ડ કે રોકડ ઉપાડ્યાં વગર સુવિધા આપે છે, જેથી બાદમાં ફિઝીકલ ડેબિટ કાર્ડ લઈ જવાની જરૂરી રહેતી નથી.

(11:21 PM IST)