હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શું સ્માર્ટ મીટર લગાવવાથી વધી જશે કે ઘટશે વીજળી બિલ?
જાણી લો તેના ફાયદા અને નુકસાન

નવી દિલ્હીઃ તા.૨૩: દેશના ઘણા ભાગોમાં જૂના વીજળી મીટરની જગ્યાએ હવે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. એવામાં ઘણા લોકોના મનમાં સવાલ છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજળી બિલ ઘટી જાય છે કે વધી જાય છે?
સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે, સ્માર્ટ મીટર વીજળીના વપરાશ માપની રીત બદલે છે, જરૂરી નથી કે, વીજળી બિલ ઘટી કે વધી જાય. વીજળી બિલમાં લાગુ ટેરિફ અને અન્ય ચાર્જ સંબંધિત રાજ્યના વીજળી નિયામકના નિયમો અનુસાર હોય છે.
સ્માર્ટ મીટરનો પહેલો ફાયદોઃ સ્માર્ટ મીટરથી મીટર રીડિગને રિમોટ તરીકે લઈ શકાય છે. તેનાથી મીટર રીડરના ઘરે આવવાની નિર્ભરતા ઘટી શકે છે અને બિલિગ પ્રક્રિયા ડિજિટલ થઈ જાય છે. આ ઉપરાંત સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહક પોતાના વીજળી વપરાશને વધારે નિયમિત રૂપથી ટ્રેક કરી શકે છે.
બીજો ફાયદોઃ સ્માર્ટ મીટરનો એક અન્ય ઉદ્દેસ વીજળી વપરાશનો સટીક ડેટા ઉપલબ્ધ કરાવવાનો છે. જ્યાં પ્રીપેડ સ્માર્ટ મીટર લાગુ છે, ત્યાં ગ્રાહકો જરૂરિયાત હિસાબથી રિચાર્જ કરી શકે છે. પ્રીપેડ સ્માર્ટ મીટરમાં નાના રિચાર્જ, વપરાશ ટ્રેક કરવા અને ઈમરજન્સી ક્રેડિટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય છે.
શું સ્માર્ટ મીટર લગાવતા જ બિલ મોંઘુ થઈ જાય છે?: ના, માત્ર સ્માર્ટ મીટર લાગવાથી વીજળીનો પ્રતિ યૂનિટ રેટ આપમેળે નથી બદલાતો. બિલની ગણતરીમાં વાસ્તવિક વપરાશ અને લાગુ ટેરિફ મહત્વપૂર્ણ હોય છે. જો કે, સ્માર્ટ મીટર તમારી વપરાશને વધારે નિયમિત અને સટીક રીતે રેકોર્ડ કરી શકે છે.(૪૧.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
