હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકીય સન્યાસ નહીં લઉં: ભાજપને હાંસિયામાં નહીં ધકેલું ત્યાં સુધી ઝંપીશ નહીં
મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર જણાવ્યું કે, રાજ્યની સત્તામાં બદલાવના ચાર મહિનાની અંદર જ લોકોએ ભાજપનો અસલી ચહેરો જોઇ લીધો છે

કોલકાતા તા.૨૫: તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ જણાવ્યું કે તે રાજકીય સંન્યાસ નહીં લે અને ત્યાર સુધી નહીં રોકાય જ્યાર સુધી તે ભારતીય જનતા પાર્ટી (BJP)ને હાંસિયામાં ના ધકેલી દે.
મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર જણાવ્યું કે રાજ્યની સત્તામાં બદલાવના ચાર મહિનાની અંદર જ લોકોએ ભાજપનો અસલી ચહેરો જોઇ લીધો છે. મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે જનગણનાની કવાયત ફય્ઘ્ લાગુ કરવાનો વધુ એક પાછળના દરવાજાથી કરવામાં આવેલો પ્રયાસ છે અને તેને રાજકીય પક્ષોની સલાહ વગર લાગુ કરવામાં આવ્યો છે.
બંગાળના પૂર્વ મુખ્યમંત્રીએ લોકોને જનગણનાના ફોર્મ પર હસ્તાક્ષર કરવા અને વ્યક્તિગત જાણકારી શેર કરતા પહેલા સાવચેત રહેવાની સલાહ આપી છે અને ચેતવણી આપી છે કે તેનાથી બચત ખતમ થઇ શકે છે.
રાજ્યના વિવિધ ભાગમાં મહિલાઓ દ્વારા અન્નપૂર્ણા ભંડાર નાણાકીય સહાય યોજનાની રકમ વિતરણમાં વિલંબને લઇને કરવામાં આવતા પ્રદર્શનો વચ્ચે મમતા બેનરજીએ કહ્યું કે, રાજ્યની ભાજપ સરકાર અયોગ્યતાનો ઉલ્લેખ કરીને લાભાર્થીઓની સંખ્યા ઘટાડી રહી છે.
પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે, અમે મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે લક્ષ્મી ભંડાર શરૂ કર્યો હતો પરંતુ ભાજપ અન્નપૂર્ણા ભંડારના પૈસા આપવામાં ધર્મ અને જાતિને આધાર બનાવી રહી છે. તે ચૂંટણી પહેલા તમામ મહિલાઓને અન્નપૂર્ણા યોજનાના પૈસા આપવાના પોતાના વચનનું ઉલ્લંઘન કરી રહી છે અને હવે તેમણે છેતરી રહી છે.
જાદવપુર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ વચ્ચે તેમણે ભાજપ પર પરિસરમાં તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું, ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે અમારા મતભેદ હોવા છતા અમે તેમનું સન્માન કરીએ છીએ.
મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે, તેમણે આરોપ લગાવ્યો કે આ કવાયત દરમિયાન લાખો સાચા મતદારોના નામ ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જો જરૂરી હોય તો, તેઓ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં તેમના નામ મતદાર યાદીમાં સમાવવા માટે અરજી કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
