તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
PPF, સુકન્યા સમૃદ્ધિ અને KVP પરનાં વ્યાજ દરોમાં ફેરફાર થશે?
૩૦ સપ્ટેમ્બરે નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવશે

નવી દિલ્હી તા.૨૩: ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬, નાની બચત યોજનાઓમાં રોકાણ કરતા લોકો માટે મહત્વપૂર્ણ દિવસ બની શકે છે. આ દિવસે, સરકાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને કિસાન વિકાસ પત્ર (KVP) જેવી લોકપ્રિય બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરશે. આ સમીક્ષા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના ત્રીજા ક્વાર્ટર માટે, એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૬ માટે હાથ ધરવામાં આવશે.રોકાણકારો હવે ઉત્સુકતાથી જોઈ રહ્યા છે કે શું સરકાર તહેવારોની મોસમ પહેલા વ્યાજ દરોમાં વધારો કરીને ભેટ આપશે, કે જૂના દરો જાળવી રાખવામાં આવશે.
નિયમો અનુસાર, સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. છેલ્લી વખત દરો ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે જાહેર કરવામાં આવ્યા હતા, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. હવે, આગામી ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે નવા દરો ૩૦ સપ્ટેમ્બરના રોજ જાહેર થવાના છે.
નોંધનીય છે કે આ નાની યોજનાઓ પરના વ્યાજ દરો સીધા સરકારી બોન્ડ ઉપજ સાથે જોડાયેલા છે. ઇન્ડિયા રેટિગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાષીના જણાવ્યા અનુસાર, જૂનના અંતથી લાંબા ગાળાના સરકારી બોન્ડ ઉપજમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ ૧૦ વર્ષના સરકારી બોન્ડ ઉપજ લગભગ ૬.૭૪% હતા અને ૨૨ સપ્ટેમ્બર સુધીમાં વધીને ૭.૦૫% થયા છે. આ સમયગાળા દરમિયાન આ આશરે ૩૧ બેસિસ પોઇન્ટનો ઉછાળો દર્શાવે છે. આ જોતાં, નિષ્ણાંતો માને છે કે નાની બચત યોજનાના દર કાં તો વર્તમાન સ્તરે રહી શકે છે અથવા સરકાર મર્યાદિત વધારો કરી શકે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ ૮.૨% વાર્ષિક
વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS): ૮.૨% વાર્ષિક
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રઃ ૭.૭% વાર્ષિક
કિસાન વિકાસ પત્રઃ ૭.૫% વાર્ષિક
PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવા રોકાણોનો ઉપયોગ લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ માટે થાય છે. આ યોજનાઓના વ્યાજ દરમાં ૦.૧૦% નો નાનો ફેરફાર પણ ઘણા વર્ષોમાં ચક્રવૃદ્ધિ વળતરમાં નોંધપાત્ર તફાવત લાવી શકે છે. વધુમાં, કિસાન વિકાસ પત્ર (KVP) પર વ્યાજ દરમાં વધારો કરવાથી પૈસા બમણા થવાનો પાકતો સમયગાળો પણ ઓછો થાય છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
