હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પ ઇરાન પર સૌથી શકિતશાળી બોમ્બ ઝીંકશે?

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૬ :.. ૧પ ઓકટોબરની સીએનએનની રીપોર્ટથી જાણવા મળે છે કે, અમેરિકા મિડ ટર્મ ઇલેકશન પહેલા ઇરાન પર વિશ્વનો સૌથી શકિતશાળી બોમ્બ સિટેકસ માઉન્ટેન વિસ્તાર કે જયાં નીચે સુરંગોમાં ઇરાનની પરમાણુ ગતિવિધીઓ સક્રિય છે ત્યાં ઝીંકશે. અને આ મોટો હુમલો કરી, જીતનો દાવો કરી ટ્રપ હોર્મૂઝની ખાડી સ્થિત પોતાના યુધ્ધ જહાજો-શષા સરંજામ પરત લઇ શકે છે.
હવે આ બોમ્બની વિગત જોઇએ તો પુરા નવ મિટરની લંબાઇ ધરાવતો મધર ઓફ ઓલ બોમ્બસ (MOAB) ઉપનામ ધરાવતો વિશ્વ્નો આ સૌથી શકિતશાળી બોમ્બનો ઉપયોગ અમેરિકા દ્વારા નવ વર્ષ પૂર્વે અફઘાનિસ્તાન પર કરાયો હતો. GVU-46-D નામનો આ મહાશકિતશાળી બોમ્બ અમેરિકી હથીયારોનો સૌથી વધુ વજન ધરાવતો બોમ્બ છે. તેનું વજન નવ હજાર આઠસો કિલોગ્રામ છે. તેમાં આઠ હજાર પ૦૦ કિલોથી વધુ દારૂગાળો ઠાંસી ઠાંસીને ભરાયેલા રહે છે.
આ બોમ્બ જયાં પણ પડે ત્યાં જમીનના નવ બ્લોકસને વૈરણ છેરણ કરવાની ક્ષમતા ધરાવે છે. મિડ ટર્મ ઇલેકશનમાં સફળ થવા ટ્રમ્પ રશિયા સાથે ડીલ બાદ, ઇરાન પર બોમ્બનું વિધાન જેમાં તેમણે કહ્યું છે કે, ‘બોમ્બે અને મિસાઇલથી કોઇ દેશને સરન્ડર નથી કરી શકતો'









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
