તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
શું ભારતીય અર્થતંત્રના પૈડાં થંભી જશે? મોંઘવારી અને મંદીનો ડબલ ડોઝ!
નબળું ચોમાસું અને ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવ ભારતની જીડીપીની રફ્તાર રોકી શકે છે

નવી દિલ્હી, તા.૨૮: ભારતીય અર્થતંત્ર હાલમાં એક એવા વળાંક પર ઉભું છે જ્યાં એક તરફ કુદરતી પરિબળો અને બીજી તરફ ભૌગોલિક-રાજકીય તણાવ બેવડો પ્રહાર કરી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગની ૨૦૨૬ માટે સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહીએ કળષિ ક્ષેત્રમાં ફફડાટ ફેલાવ્યો છે. જો વરસાદ નબળો રહેશે, તો તેની સીધી અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડશે, જે ગ્રામીણ ભારતની કરોડરજ્જુ ગણાય છે. જ્યારે ખેડૂતોની આવક ઘટે છે, ત્યારે તેની સાંકળ પ્રક્રિયા રૂપે એફએમસીજી , ટુ-વ્હીલર અને ટ્રેક્ટર ઉદ્યોગમાં પણ માંગમાં ધરખમ ઘટાડો જોવા મળે છે. આ સંજોગોમાં ફુગાવો માત્ર આંકડાકીય નહીં, પણ સામાન્ય જનતાના રસોડા સુધી પહોંચી શકે છે, જે વિકાસની ગતિને અવરોધશે.
આ આર્થિક ચક્રવ્યૂહમાં બીજો મોટો ખતરો પશ્ચિમ એશિયામાં વધી રહેલી કટોકટી અને ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષના કારણે ક્રૂડ ઓઈલના આસમાને પહોંચતા ભાવ છે. ભારત તેની જરૂરિયાતનું ૮૦% થી વધુ તેલ આયાત કરે છે. જો ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $૧૦૦ ને પાર કરી જાય, તો દેશનો જીડીપી વળદ્ધિ દર ૬.૩% થી ઘટીને ૫.૮% સુધી પહોંચી જવાની ભીતિ છે. તેલ મોંઘું થતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે, જે અંતે દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો કરે છે. આ પરિસ્થિતિને અર્થશાષાીઓ ઁસ્ટેગફ્લેશનઁ જેવી સ્થિતિ ગણાવે છે, જ્યાં વિકાસ દર ધીમો હોય અને મોંઘવારી સતત વધતી રહેતી હોય. ખાસ કરીને માર્ચ ૨૦૨૬ ના આંકડા મુજબ ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો શહેરો કરતા વધુ હોવો એ ચિંતાનો વિષય છે.
જોકે, નિષ્ણાતો માને છે કે ભારત પાસે આ સંકટ સામે લડવા માટે કેટલાક મજબૂત હથિયારો પણ છે. દેશના જળાશયોમાં પાણીનું સ્તર હાલમાં સંતોષજનક છે અને અનાજનો બફર સ્ટોક પૂરતા %માણમાં ઉપલબ્ધ છે, જે ખાદ્ય સુરક્ષા પૂરી પાડી શકે છે. તેમ છતાં, પશ્ચિમ એશિયામાંથી પરત ફરતા કામદારો અને ત્યાંથી આવતા વિદેશી હુંડિયામણ માં ઘટાડો થવાની સંભાવના અર્થતંત્ર માટે નવો પડકાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, જો ‘અલ નીનો' ની અસર વધુ તીવ્ર બને તો જીડીપીમાં ૬૫ બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો આવી શકે છે. આગામી સમયમાં સરકારની નાણાકીય નીતિ અને રિઝર્વ બેંકના વ્યાજ દરો અંગેના નિર્ણયો જ નક્કી કરશે કે ભારત આ બેવડા હુમલા સામે કેટલી મજબૂતીથી ટકી શકશે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
