તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
દિલ્હી-વડોદરા એરઇન્ડિયાની ફ્લાઇટમાં હવામાં જ વિન્ડો ગ્લાસ કવર નિકળી ગયું: અફરાતફરી
કેબિન ક્રૂએ તુરંત જ તત્પરતા દાખવીને અસરગ્રસ્ત રો (લાઈન) ખાલી કરાવી હતી અને ત્યાં બેઠેલા મુસાફરોને અન્ય સુરક્ષિત સીટો પર ખસેડ્યા

દિલ્હીથી વડોદરા આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોના જીવ તાળવે ચોંટી જાય તેવી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલુ ફ્લાઇટ દરમિયાન વિમાનની એક બારીનું ગ્લાસ કવર (ઈનર પેનલ) અચાનક નીકળી જતાં મુસાફરોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ પામી ગયેલા કેબિન ક્રૂએ તુરંત જ તત્પરતા દાખવીને અસરગ્રસ્ત રો (લાઈન) ખાલી કરાવી હતી અને ત્યાં બેઠેલા મુસાફરોને અન્ય સુરક્ષિત સીટો પર ખસેડ્યા હતા. જોકે, પાયલટની સતર્કતાથી ફ્લાઇટ વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ જતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
