News of Saturday, 5th September 2026
પુણેમાં દહીં હાંડીની ઉજવણી દરમિયાન દુર્ઘટના સર્જાતા એક મહિલાનું મોત
સાંગવી વિસ્તારમાં દહીં હાંડી માટે લગાવવામાં આવેલો ટાવર અચાનક ધરાશાયી થઇ મહિલા પર પડતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું

પુણેમાં દહીં હાંડીની ઉજવણી દરમિયાન દુર્ઘટના સર્જાતા એક મહિલાનું મોત થયું છે. સાંગવી વિસ્તારમાં દહીં હાંડી માટે લગાવવામાં આવેલો ટાવર અચાનક ધરાશાયી થયો હતો. ટાવર 45 વર્ષીય મહિલા પર પડતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ સારવાર મળે તે પહેલાં જ મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે દહીં હાંડીના આયોજનમાં સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને ટાવર પડવાનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરી છે
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
