તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
ગાયનું વાછરડું કરડયું અને હડકવાથી મૃત્યુ પામી મહિલા
ઉપચાર સમયસર ન મળતાં હડકવા શરીરમાં ફેલાઈ ગયો અને દવાની કોઈ અસર થઈ નહીં. રેનુ ખૂબ પીડા સાથે મૃત્યુ પામી

ભદોહી,તા.૨૭: ઉત્તર પ્રદેશના ભદોહી તાલુકાના ખેમાઈપુર ગામમાં હડકવાનું સંક્રમણ ધરાવતા વાછરડાના કરડવાથી ૩૮ વર્ષની રેનુ ગૌડ નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. વાત એમ હતી કે થોડા સમય પહેલાં એક રખડુ કૂતરો વાછરડાને કરડી ગયો હતો. કૂતરાએ જ્યાં દાંત ખોસેલા એ ભાગ તો થોડા જ દિવસમાં રુઝાવા લાગ્યો પણ વાછરડાના વર્તનમાં આક્રમતા આવી ગઈ હતી. રેનુ તેની દીકરીઓની સાથે વાછરડાને રોટલી ખવડાવી રહી હતી ત્યારે એ વાછરડાએ તેના હાથે બચકું ભરી લીધું હતું. એ જોઈને પરિવારજનોએ વાછરડાને ઍન્ટિ-રેબીઝ વેક્સિનનું ઇન્જેક્શન આપ્યું હતું, પરંતુ રેનુને થયેલો ઘા ખૂબ જ નાનો હતો એટલે એને ઇગ્નોર કર્યો. દસ દિવસ તો એમ જ પસાર થઈ ગયા. એ પછી ધીમે-ધીમે રેનુની તબિયત કથળવા લાગી ત્યારે રેનુને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ખબર પડી કે તેને હડકવા થઈ ગયો છે. ઉપચાર સમયસર ન મળતાં હડકવા શરીરમાં ફેલાઈ ગયો અને દવાની કોઈ અસર થઈ નહીં. રેનુ ખૂબ પીડા સાથે મૃત્યુ પામી.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
