<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

મહિલા એન્‍જિનિયર મંદિરમાં નિર્વસ્‍ત્ર થઈને પ્રવેશીઃ દેવીની મૂર્તિ લીધી અને પછી તળાવમાં કૂદી પડી

હૈદરાબાદ,તા.૨૦: હૈદરાબાદમાં એક મહિલા સોફટવેર એમિહિલા એન્‍જિનિયર મંદિરમાં નિર્વસ્‍ત્ર થઈને પ્રવેશીઃ દેવીની મૂર્તિ લીધી અને પછી તળાવમાં કૂદી પડી એન્‍જિનિયરના મૃત્‍યુની તપાસમાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્‍યો છે. આ કેસમાં પોલીસ હવે એક મંદિરની મૂર્તિ શોધી રહી છે જેની સાથે મહિલા કથિત રીતે તળાવમાં કૂદી પડી હતી. મૃતક, જેની ઓળખ તેજસ્‍વિની તરીકે થઈ છે, તેણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. જોકે, પોલીસે જણાવ્‍યું છે કે કેસના ઘણાં પાસાઓ હજુ પણ અસ્‍પષ્ટ છે, તેથી અત્‍યાર કોઈપણ નિર્ણય સુધી પહોંચવું મુશ્‍કેલ છે. હાલ મહિલાની માનસિક સ્‍થિતિ અને અન્‍ય મુદ્દાઓની વિગતવાર તપાસ પણ કરાઈ રહી છે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્‍યું કે, તેજાસ્‍વિની કથિત રીતે તેના કપડાં ઉતારીને નજીકના મંદિરમાં ઘૂસી હતી. જે પછી તેણે દેવી અમ્‍માવરુની મૂર્તિ લીધી અને પછી તેના વિસ્‍તારમાં આવેલા તળાવના પાણીમાં કૂદી પડી હતી. જોકે, અહીં પોલીસને એક વાત સતાવી રહી છે. હકીકતમાં, તળાવમાંથી યુવતીનો મૃતદેહ તો મળી આવ્‍યો હતો, પરંતુ દેવીની મૂર્તિ હજુ પણ ગુમ છે. અધિકારીઓનું માનવું છે કે તે મૂર્તિ આ કેસમાં મહત્‍વના પુરાવા આપી શકે છે. પોલીસ દ્વારા હાલ તેની શોધખોળ ચાલુ છે. ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ (DRF) એ તળાવમાં સર્ચ ઓપરેશન માટે બોટ અને કર્મચારીઓને તૈનાત કર્યા હતા, જેમાં સર્ચ ટીમો ગુમ થયેલી મૂર્તિને શોધવાનો પ્રયાસ કરી રહી છે, તપાસના ભાગરૂપે પોલીસે તેજસ્‍વિનીની માતા અરુણાની પણ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત, પોલીસ તેના મૃત્‍યુના થોડા દિવસો પહેલાના નાણાકીય રેકોર્ડ, ફોન રેકોર્ડ અને અન્‍ય ગતિવિધિઓની પણ સમીક્ષા કરી રહી છે.

તપાસમાં વધારાની વિગતો બહાર આવી છે જેના પર અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે. પોલીસને જાણવા મળ્‍યું છે કે તેજસ્‍વિની એક ભાડાના ફલેટમાં રહેતી હતી જ્‍યાં તે કથિત રીતે દરરોજ લગભગ ૩,૫૦૦ રૂપિયા ચૂકવતી હતી, જે દર મહિને લગભગ ૧ લાખ રૂપિયા ભાડા તરીકે થતા હતા. આ ઉપરાંત તે ફલેટના ઉપરના બે માળ કથિત રીતે લોજની જેમ ચલાવાઈ રહ્યા હતા. શું મિલકત અથવા તેના રહેવાસીઓ તેના મૃત્‍યુ સાથે કોઈ રીતે સંબંધિત છે? અધિકારીઓ હવે આ એંગલ પર પણ તપાસ કરી રહ્યા છે.

(1:13 PM IST)