News of Monday, 2nd November 2026
સરપંચની ચૂંટણીના પ્રચારમાં મહિલા એટલી વ્યસ્ત થઈ કે ઉમેદવારી ફોર્મ જમા કરાવવાનું જ ભૂલી ગઈ

ઝાલાવાડ,તા.૦૨: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના સુમેર ગ્રામપંચાયતમાં સરપંચપદની ઉમેદવાર મનભરબાઈ ચૂંટણીપ્રચારમાં એટલી મગ્ન થઈ ગઈ કે તે નિર્ધારિત સમય સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવવાનું ભૂલી ગઈ હતી. પોતાની ભૂલ સમજાઈ ગયા બાદ મનભરબાઈએ ઝોનલ મેજિસ્ટ્રેટનું વાહન રોક્યું હતું અને તેમને વિનંતી કરી હતી. જોકે સમય પૂરો થઈ ગયો હોવાથી તેનું ઉમેદવારીપત્ર લેવામાં આવ્યું નહોતું. આ આઘાતથી તે રસ્તા પર જ બેભાન થઈ ગઈ હતી અને તેમની સાસુ પણ બેહોશ થઈ ગઈ હતી.
ચૂંટણી જાહેર થયા બાદ તે ઉત્સાહપૂર્વક ગામમાં ઘરે-ઘરે જઈને, મતદારોનો સંપર્ક કરીને સમર્થન મેળવી રહી હતી; પરંતુ ચૂંટણી લડવા માટે જરૂરી સૌથી મહત્ત્વપૂર્ણ ઉમેદવારી ફોર્મ જમા કરાવવાનું ભૂલી ગઈ હતી. પંચાયતરાજ ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં રિટર્નિગ ઑફિસર પાસે પોતાનું ઉમેદવારીપત્ર ભરવું ફરજિયાત છે. જાહેર સંપર્કમાં વ્યસ્ત મનભરબાઈ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખનો ખ્યાલ રાખવાનું ભૂલી ગઈ હતી અને મોડી પડી હતી.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
