<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ચાલતી ટ્રેનમાં મુસાફરી દરમ્‍યાન મહિલાએ કરી વટ સાવિત્રીની પૂજા

તમામ વિધિ મહિલાએ ટ્રેનના એર-કન્‍ડિશન્‍ડ કોચમાં પૂરી કરી

નવી દિલ્‍હી,તા.૧૮: ભારતીય મહિલાઓ વ્રત દરમ્‍યાન પળાતી પરંપરાઓ અને રીતરિવાજોમાં ખૂબ આસ્‍થા ધરાવે છે. ચાહે કંઈ પણ થઈ જાય, મહિલાઓ વ્રત અને તહેવારોની પૂજા કદી નથી ભૂલતી. વટ સાવિત્રીનું વ્રત હતું. જોકે સોશ્‍યલ મીડિયામાં એક મહિલા ટ્રેનના ૩ખ્‍ઘ્‍ કોચમાં વટ સાવિત્રી માટે વડની પૂજા કરતી જોવા મળી હતી. ટ્રેન ચાલી રહી છે અને બહેને પોતાની પૂજા પણ એમાં જ કરી લીધી. આ માટે તે પાણીની બોટલમાં વડના ઝાડની ડાળી પણ સાથે લઈ આવી હતી. પૂજા દરમ્‍યાન વડની ફરતે ચક્કર લગાવવાના હોય. એ કામમાં તેના પરિવારજનોએ મદદ કરી હતી. વડની ડાળીને પતિએ પકડી રાખી હતી અને મહિલા સૂતરની આંટી લઈને એની ફરતે ફેરા લઈ રહી હોય એવું વિડિયોમાં જોઈ શકાય છે. એક વડની સામે જે પૂજા થાય એ તમામ વિધિ મહિલાએ ટ્રેનના ઍર-કન્‍ડિશન્‍ડ કોચમાં પૂરી કરી હતી. આને કહેવાય ભારતીય મહિલાની શ્રદ્ધા. ટ્રેનમાં છું તો શું થયું? વટ સાવિત્રીની પૂજા તો થઈને જ રહેશે. 

(10:39 AM IST)