<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

લદ્દાખમાં મહિલાઓના દારૂબંધી આંદોલનને મોટી સફળતાઃ સોનમ વાંગચુકે જણાવ્યું કે પ્રશાસને મહિલા સંગઠનોની માગણીઓ સ્વીકારવા સંમતિ આપ્યા બાદ આંદોલન મોકૂફ

નવી દારૂનીતિ પાછી ખેંચવા અને સંપૂર્ણ દારૂબંધીની માગઃ સરકારને ઔપચારિક નિર્ણય માટે એક સપ્તાહનો સમય

જમ્મુ : લદ્દાખમાં નવી દારૂનીતિ સામે છેલ્લા એક સપ્તાહથી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું આંદોલન પ્રશાસનની ખાતરી બાદ મોકૂફ રાખવામાં આવ્યું છે. મહિલા સંગઠનોની તમામ માગણીઓ સૈદ્ધાંતિક રીતે સ્વીકારવાની ખાતરી આપવામાં આવી છે.

જાણીતા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકે જણાવ્યું કે પ્રશાસને મહિલા સંગઠનોની માગણીઓ સ્વીકારવા સંમતિ દર્શાવી છે અને તેને ઔપચારિક સ્વરૂપ આપવા એક સપ્તાહનો સમય માગ્યો છે.

ચાર મહિલા સંગઠનો નવી દારૂનીતિ સંપૂર્ણ પાછી ખેંચી લદ્દાખને દારૂબંધીવાળો કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની માગ સાથે આંદોલન કરી રહ્યાં હતાં. તેમણે ૨૯ ઓક્ટોબરથી ૫ નવેમ્બર સુધી ધરણાં કરવાની જાહેરાત કરી હતી.

ગૃહ વિભાગના વિશેષ સચિવ તાશી ડોલમાના હસ્તાક્ષરવાળા લેખિત ખાતરીપત્ર બાદ ધરણાં મોકૂફ રાખવામાં આવ્યાં છે. જોકે અંતિમ સરકારી આદેશ બહાર પડે ત્યારબાદ જ દારૂનીતિ અંગેની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.

(7:12 PM IST)