<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

દિવસ-રાત કામ કરો... CJIનો અરવલ્‍લી સમિતીને ૬ મહિનાનું એક્‍સટેન્‍શન આપવાનો ઈનકાર

સમિતિએ છ મહિનાનો સમય લંબાવવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી

નવી દિલ્‍હી તા.૮: ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ (CJI) સૂર્યકાન્‍તે સોમવારે અરવલ્‍લી પર્વતોની વ્‍યાખ્‍યા અને સંરક્ષણ અંગેનો અંતિમ અહેવાલ રજૂ કરવા માટે ઉચ્‍ચઅધિકાર પ્રાપ્ત સમિતિને છ મહિનાનો સમય લંબાવવાનો ઇનકાર કર્યો હતો. CJI એ જણાવ્‍યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીનો સમય માંગવાને બદલે, સમિતિએ દિવસ-રાત કામ કરવું જોઈએ.

અહેવાલમાં વિલંબ થવા દેવાની અનિચ્‍છા વ્‍યક્‍ત કરતા, ઘ્‍થ્‍ત્‍એ ટિપ્‍પણી કરી, તેમણે મારી નિવૃત્તિ પછી તેને લેવાનો અનુરોધ કરવો જોઈતો હતો.

આ મામલાની સુનાવણી ઘ્‍થ્‍ત્‍ની આગેવાની હેઠળની બેન્‍ચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ન્‍યાયાધીશ જોયમલ્‍યા બાગચી અને ન્‍યાયાધીશ વી. મોહનાનો સમાવેશ થાય છે.

એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્‍યું હતું કે, સમિતિએ છ મહિનાનો સમય લંબાવવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી.

CJI એ કહ્યું, તેમણે માત્ર એટલો અનુરોધ કરવો જોઈતો હતો કે, તેને મારી નિવૃત્તિ પછી સબમિટ કરવામાં આવે... તેઓ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી સમયમર્યાદા વધારવાની વિનંતી કરી રહ્યા છે... તેમને દિવસ-રાત કામ કરવાનું કહો. બે મહિનાની અંદર રિપોર્ટ સબમિટ કરો. જો તેઓ સક્ષમ ન હોય, તો અમને જણાવો, અમે (સમિતિનું) પુનર્ગઠન કરીશું.

એક વકીલે ભાર મૂક્‍યો કે સમિતિએ વચગાળાનો અહેવાલ ફાઇલ કરવાને બદલે કોર્ટમાં અંતિમ અહેવાલ રજૂ કરવો જોઈએ.

બેન્‍ચે અવલોકન કર્યું, વચગાળાનો અહેવાલ પૂરતો છે... અમે તેની તપાસ કરીશું, પરંતુ આ વર્તણૂકની રીત નથી (છ મહિનાનો સમયમર્યાદા માંગવી).

બીજા વકીલે ધ્‍યાન દોર્યું કે, સમિતિએ તેમના ક્‍લાયન્‍ટને સાંભળી નથી અને બેન્‍ચને અસરકારક સુનાવણી કરવા વિનંતી કરી જેથી સંબંધિત સામગ્રી તેની સમક્ષ મૂકી શકાય. બેન્‍ચે નોંધ્‍યું કે, તેણે પહેલાથી જ તમામ હિતધારકોની સુનાવણી અંગે આદેશ પસાર કરી દીધો છે.

CJIએ ટિપ્‍પણી કરી, સમિતિ તાત્‍કાલિક રિપોર્ટ સબમિટ કરે તો તે દરેકના હિતમાં છે... જેથી જે કંઈ માન્‍ય છે તેને મંજૂરી આપી શકાય, અને જે કંઈ માન્‍ય નથી તેને મંજૂરી આપી શકાય નહીં.ૅ બેન્‍ચે જણાવ્‍યું હતું કે, આજની સુનાવણીમાં પ્રાથમિક ચિતા ઉચ્‍ચાધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા રજૂ કરાયેલા અનુપાલન અહેવાલ સાથે સંબંધિત છે... જેણે વ્‍યાપક અહેવાલ રજૂ કરવા માટે છ મહિનાનો સમય (૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી) માંગ્‍યો હતો. શરૂઆતમાં જ, ઉચ્‍ચાધિકાર સમિતિ દ્વારા આવી વિનંતીને નકારી કાઢવામાં આવે છે.

 

(10:34 AM IST)