તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
દિલ્હીમાં બ્રિક્સ મહાસંમેલનથી વિશ્વની નજર ભારત પરઃ શી જિનપિંગ, પુતિન અને પેઝેશ્કિયન સહિત દિગ્ગજ નેતાઓ આવવાની શક્યતા
રાજધાનીમાં કૂટનીતિક સપ્તાહનો ધમધમાટઃ બ્રાઝિલ સહિત અનેક દેશોના વિદેશમંત્રીઓ આવશે, લક્ઝમબર્ગના ઝેવિયર બેટલની મુલાકાત પણ સૂચિત છે

નવી દિલ્હી, તા. ૬: ભારતની અધ્યક્ષતામાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં અઢારમું બ્રિક્સ શિખર સંમેલન યોજાવાની તૈયારી ચાલી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની હાજરી અપેક્ષિત હોવાનું કૂટનીતિક અહેવાલોમાં જણાવાયું છે.
બ્રાઝિલ સહિત કેટલાક દેશોના વિદેશમંત્રીઓ પણ પોતાના રાષ્ટ્રાધ્યક્ષ અથવા સરકારપ્રમુખ સાથે દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. લક્ઝમબર્ગના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઝેવિયર બેટલની સોમવારથી દિલ્હી મુલાકાત સૂચિત છે. તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વેપાર, નાણાકીય સેવાઓ અને રોકાણ અંગે ચર્ચા થવાની ધારણા છે.
જોકે તમામ નેતાઓની વ્યક્તિગત હાજરી અને કાર્યક્રમોની સંપૂર્ણ સત્તાવાર યાદી હજુ જાહેર થવાની બાકી છે. સંમેલનમાં બહુપક્ષીય વ્યવસ્થામાં સુધારા, વૈશ્વિક દક્ષિણ, વેપાર, ઊર્જા સુરક્ષા, સ્થાનિક ચલણમાં વ્યવહાર અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
