તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ઇશ્વરની ભકિત કરો, સાધુને પ્રેમ કરો, હરિગુણ ગાઓઃ પૂ. મોરારીબાપુ
અગ્રવન-આગ્રામાં ‘માનસ રૂષિપંચમી' શ્રી રામકથામાં મંગલમય સંવાદ

રાજકોટ, તા. ર૩: અગ્રવન (આગ્રા) ના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ ઋષિપંચમી'ના આઠમાં દિવસે ગઇકાલે કથાના પ્રેમમય-મંગલમય સંવાદને આગળ ધપાવવા પૂ. મોરારીબાપુએ કહયું હતું કે - આપણા ભારતીય પરંપરામાં પંચાગ ઘણા છે. ગઇકાલે મને યાદ આવ્યું કે પંચાગમાં પંચમી કેટલી છે? કઇ કઇ વિશેષ પંચમી છે ? તો મેં કૃષ્ણશંકરદાદા (ભાગવદ વિદ્યાપીઠ-સોલા)નું પંચાગ જોયું. હુ મોટે ભાગે કૃષ્ણશંકર દાદાનું પંચાગ જ રાખું છું. એ પંચાગમાં કુલ નવ (૦૯) પંચમીઓ છે. કારતક શુકલ પાંચમ-લાભ પંચમી ઘણા જ્ઞાનપંચમી પણ કહે છે. પણ મોટે ભાગે લાભપાંચમ કહેવાય છે.
માગશર શુકલ પાંચમ - વિવાહ પંચમી છે - સીતારામ વિવાહ. પોષ મહિનામાં કોઇ વિશેષ પંચમી નથી. મહાસુદ પાંચમ એટલે વસંતપંચમી, ફાગણ કૃષ્ણ શુકલ પાંચમ એટલે રંગપંચમી, ચૈત્ર શુકલ પાંચમી એટલે શ્રીપંચમી પછી વૈશાખ અને જેઠમાં કોઇ વિશિષ્ટ પાંચમ નથી, અષાઢ શુકલ પંચમીને સ્ક્રંધ પંચમી- સ્ક્રંધ પાંચમ કહેવાય છે. શ્રાવણ વદ પાંચમ તો ખુબજ જાણીતી પાંચમ છે. નાગપાંચમ-નાગપંચમી (સાતમ-આઠમના દિવસો.. રાંધણ છઠ્ઠ વગેરે) ભાદરવા શુકલ પંચમી એટલે ઋષિ પંચમી- જેને કેન્દ્રીય વિષય રાખીને આપણે આ રામકથા ગાન કરી રહયા છીએ એ ઋષિપંચમી અને છેલ્લે આસો શુકલપંચમી એટલે લલિતા પંચમી આમ કુલ નવ પંચમી પંચાગની દ્રષ્ટિએ છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે ગુરૂ, સદ્્ગુરૂ અને પરમગુરૂ ? ઘણા ગુરૂ પદગુરૂ હોય છે. પરંપરાથી પદ મળતુ હોય છે એટલે એ પદ ગુરૂ ત્યાર પછી મધ્યકાળમાં સદગુરૂ શબ્દ આવ્યો છે. મધ્યકાલપૂર્વે માર્ગ ગુરૂ જ શબ્દ હતો તો સદગુરૂ કેમ સદ્્ વિશેષણ કેમ આવ્યું ? જેમ પહેલા માત્ર ‘થી' જ કહેવાતુ પણ ડાલડા આવવાથી આપણે ‘શુધ્ધ ઘી' એમ કહેવું પડે છે ! અને ઘણા સદ્્ગુરૂ હોય છે, સદ્્ગુરૂ એટલે નિજગુરૂ-મારો ગુરૂ -આપણો ગુરૂ આપણે કહીએ છીએને કે આ મારો બાપ છે, આ મારો ગુરૂ છે, આપણો ગુરૂ છે.
પૂ. મોરારીબાપુએ કહ્યું કે રામચરિત માનસમાં તુલસીજીએ કોણ કોણ બડભાગી છે. એની યાદી આપી છે. કેટલાક લોકો બડલાગી છે ? તો તુલસીદાસજી કહે છે જેસ્ત્રી-પુરૂષ શ્રધ્ધાથી રામકથા સાંભળે છે એ બડભાગી છે. ત્યારબાદ અહલ્યા બડભાગી છે જે માતા-પિતાની સેવા કરે છે એ સંતાન બડભાગી છે. અયોધ્યાનું વન બડભાગી છે. મહારાજા-ધર્મધુરંધર દશરથ બડભાગી છે. રિધ્ધિ-સિધ્ધિ બડભાગી છે. ગુરૂચરણના અનુરાગી હોય બડભાગી છે, રામ અનુરાગી ભરત બડભાગી છે. મુનિવર, રામચરણ પ્રેમી, સેવક બડભાગી છે. અંગદ અને હનુમાન બડભાગી છે, લક્ષ્મણ અને જટાયુ બડભાગી છે, સંત બડભાગી છે.
(મનોજ જોશી ‘‘મજો'', રાજકોટ મો. ૮૧૪૦ર ૧૩૧૩૦ મો. ૯૪ર૬ર ૪ર૧૧પ)
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
