<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

IT રિટર્નમાં આવકની ખોટી માહિતી-નાની ભૂલ ૨૦૦% પેનલ્‍ટી કરાવી શકે

સમયમર્યાદા બાદ રિટર્ન ફાઇલ કરવાથી રૂા.૫૦૦૦ સુધીની પેનલ્‍ટીની જોગવાઇ : ઈન્‍કમટેક્‍સ એક્‍ટમાં ખોટી માહિતી આપવા બદલ કડક કાર્યવાહીની જોગવાઈ, આવકની ઓછી માહિતી માટે જુદી જુદી જોગવાઇઓ

નવી દિલ્‍હી,તા.૧૪: ઇન્‍કમટેક્‍સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ સમય મર્યાદા ૩૧મી જુલાઈ છે ત્‍યારે પગારદારો અને જે કરદાતાઓને હિસાબો ઓડિટ કરાવવાના નથી તેમણે ખાસ મોડુ રિટર્ન ફાઈલ કરવાથી રૂા.૫૦૦૦ સુધીની પેનલ્‍ટીની જોગવાઈ ઉપરાંત નાની ભૂલ પણ ૨૦૦ ટકા સુધીની પેનલ્‍ટી થઇ શકે છે. મોડા ફાઈ લિગથી આવકની ઓછી માહિતી માટે જુદી જુદી જોગવાઇઓ છે. ધણા કરદાતાઓ એમ વિચારે છે કે, ઈન્‍કમટેક્‍સ રિટર્ન ફાઈલ કરવાથી કર જવાબદારી - અનુપાલનમાં અંતિમ પગથીયે પહોંચી ગયા છે, પણ આ બાબત પ્રક્રિયાનો એક ભાગ છે. ફાઈ લિગની અંતિમ સમયમર્યાદા ચૂકી જવી, સાચી આવકની માહિતી ન આપવી અથવા તો કર નિયમોનું પાલન કરવામાં ચૂકથી વધારાનો આર્થિક બોજો આવી શકે છે. કરદાતાને લેટ ફી ચૂકવવી પડે, વ્‍યાજ અને જંગી પેનલ્‍ટી પણ ચૂકવવી પડે. કેટલાક કિસ્‍સામાં તો આવકની ખોટી રીતે માહિતી આપવાથી ૨૦૦ ટકા સુધી કર ચૂકવવો પડી શકે છે.

મોટાભાગના કિસ્‍સામાં કરદાતાઓ જે ભૂલ કરે છે તે અંતિમ સમય મર્યાદા બાદ રિટર્ન ફાઇલ કરવું તે હોય છે. ઇન્‍કમટેક્‍સ એક્‍ટની કલમ ૨૩૪ એફ મુજબ કરદાતાને મોડું રિટર્ન ફાઈલ કરવાથી રૂા.૫૦૦૦ની ફી ભરવી પડી શકે છે. જોકે જે કરદાતાની આવક રૂા.૫ લાખથી વધુ ન હોય તેમના કિસ્‍સામાં મોડું રિટર્ન ભરવા માટે લેટ ફ્રી રૂા. ૧૦૦૦ છે. ઈન્‍કમટેક્‍સ એક્‍ટમાં ખોટી માહિતી આપવા બદલ કડક કાર્યવાહીની પણ જોગવાઈ છે. કલમ ૨૭૦એ હેઠળ જો કરદાતા આવક ઓછી દર્શાવે તો ઓછી દર્શાવેલી આકની રકમ માટે પેનલ્‍ટી ચૂકવવા પાત્ર કરના ૫૦ ટકા જેટલી હોય છે. જો ઇન્‍કમટેક્‍સ વિભાગ તેને મિસરિપોર્ટિગ તરીકે ગણે તો પેનલ્‍ટી ઘણી વધુ હોઈ શકે છે. સાચી હકિકત છુપાવી, ખોટી એન્‍ટ્રી અથવા તો ખોટી કરમુક્‍તિઓના દાવા કર્યા હોય તેવા કિસ્‍સામાં કાર્યવાહી થતી હોય છે અને પેનલ્‍ટી ૨૦૦ ટકા સુધી થતી હોય છે. જે ખોટી રીતે જાહેર કરાયેલી આવકના સંદર્ભમાં હોય છે.

જો કરદાતા સમયસર કર ન ભરે તો આકારણી અધિકારી કલમ ૨૨૧(૧) હેઠળ પેનલ્‍ટી કરી શકે છે. જે બાકી કરની રકમ કરતાં વધુ ન હોય.

ટીડીએસ અને ટીસીએસના પત્રકો ફાઈલ કરવાના વિલંબના કિસ્‍સામાં કલમ ૨૩૪ઈ હેઠળ દૈનિક રૂા. ૨૦૦ની ફ્રી છે. વેપારીઓ અને વ્‍યાવસાયિકો કે જેમણે હિસાબોના પત્રકો જાળવવાના હોય છે તેમના કિસ્‍સામાં કલમ ૨૭૧એ હેઠળ રૂા.૨૫૦૦૦ની પેનલ્‍ટીની જોગવાઈ છે.

આવી જ રીતે જે કરદાતાને તેમના હિસાબો ઓડિટ કરવાના હોય પણ તેમાં જો ચૂક થઈ હોય તો કલમ ૨૭૧બી હેઠળ તેમના ટર્ન ઓવર કે ગ્રોસ આવકની ૦.૫ ટકા પેનલ્‍ટી મહત્તમ રૂા.૧.૫૦ લાખની મર્યાદામાં હોય છે.

આવકવેરા વિભાગના જણાવ્‍યા મુજબ જુદી જુદી જોગવાઇઓ હેઠળ તથા ડિફોલ્‍ટના પ્રકારના આધારે આ ફી અને પેનલ્‍ટીની વસૂલાત થતી હોય છે. કરદાતાએ પેનલ્‍ટી ઉપરાંત જરૂરી કર અને તેની ઉપર વ્‍યાજ પણ ભરવું પડતું હોય છે.

સમયમર્યાદા પહેલા અને આવકના તમામસ્ત્રેતની સાચી માહિતી આપી ઈન્‍કમટેક્‍સ રિટર્ન ફાઈલ કરવાથી કરદાતાઓ બિન જરૂરી નોટિસથી બચી શકે છે. આ ઉપરાંત નાણાંકીય બોજો અને કરવિવાદથી પણ બચી શકે છે. 

(9:56 AM IST)