<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

X (Twitter) એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એપનું સંપૂર્ણપણે નવું વર્ઝન લોન્ચ કર્યું

-નવી એપમાં વધુ ઝડપી સ્પીડ, સ્મૂથ સ્ક્રોલિંગ, બહેતર નોટિફિકેશન અને સુધારેલી રિલાયબિલિટી જેવી સુવિધાઓ:વા આર્કિટેક્ચર પર તૈયાર થયેલી આ એપ ભવિષ્યમાં વધુ ફીચર્સ સાથે વધુ સારો યુઝર એક્સપિરિયન્સ આપશે.

ફેમસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પોતાના એપનું સંપૂર્ણપણે નવું વર્ઝન રિલીઝ કર્યું છે. કંપનીએ લગભગ એક વર્ષ પહેલા એન્ડ્રોઇડ યુઝર એક્સપિરિયન્સને રી-ડિઝાઇન કરવાની યોજના જાહેર કરી હતી. હવે આ અપડેટેડ એપ્લિકેશન વિશ્વભરના યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઈ ગઈ છે. આ નવા વર્ઝનમાં એપની સ્પીડ,સ્ક્રોલિંગ, નોટિફિકેશન અને એકંદર રિલાયબિલિટી એટલે કે કાર્યક્ષમતામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.

કંપનીના જણાવ્યા મુજબ, આ એન્ડ્રોઇડ એપને જૂના વર્ઝનમાં માત્ર નાના-મોટા સુધારા કરવાના બદલે સંપૂર્ણ રીતે શરૂઆતથી ડેવલપ કરવામાં આવી છે. આ નવા આર્કિટેક્ચરનો મુખ્ય હેતુ એન્ડ્રોઇડ પર લાંબા સમયથી આવી રહેલી પરફોર્મન્સ  સમસ્યાઓને કાયમી ધોરણે દૂર કરવાનો છે. આ સાથે જ ભવિષ્યમાં નવા ફીચર્સ ઝડપથી ઉમેરવાનું પણ ડેવલપર્સ માટે વધુ સરળ બનશે.

 

ગયા વર્ષે X એ સ્વીકાર્યું હતું કે તેની એન્ડ્રોઇડ એપ આઇઓએસ (iOS) વર્ઝનની સરખામણીએ ઘણી પાછળ રહી ગઈ છે. એન્ડ્રોઇડ યુઝર્સને સતત ધીમી સ્પીડ અને ખાસ કરીને શેયર્ડ લિંક્સ પરથી પોસ્ટ લોડ ન થવા જેવી તકનીકી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ઉકેલવા માટે કંપનીએ એક ખાસ એન્ડ્રોઇડ એન્જિનિયરિંગ ટીમ રચના કરી હતી. X ના પ્રોડક્ટ હેડ નિકિતા બિયરના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ કંપનીના અત્યાર સુધીના સૌથી મોટા એન્જિનિયરિંગ ઇનિશિયેટિવ્સમાંથી એક છે. તેમણે ઉમેર્યું કે આ રીડિઝાઇન થયેલું એપ હવે યુઝર્સને સ્મૂથ નેવિગેશન, ફાસ્ટ લોડિંગ ટાઇમ અને બહેતર રિસ્પોન્સિવનેસનો અનુભવ પૂરો પાડે છે.

 

કે નવું રીબિલ્ટ એપ હવે ઉપયોગ માટે ઉપલબ્ધ છે, છતાં કંપની હજુ પણ કેટલાક વધુ સુધારા પર કામ કરી રહી છે. આગામી સમયમાં જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ પર આ એપની પરફોર્મન્સ વધુ સુધારવામાં આવશે અને તેના લાઈવ ઓડિયો ફીચર 'સ્પેસિસ' નો સપોર્ટ પણ ઉમેરવામાં આવશે. આ સિવાય X ના પ્રોડક્ટ રોડમેપ મુજબ, આગામી અપડેટ્સમાં નવું વીડિયો એડિટર, વીડિયો રિએક્શન્સ, કેશટેગ્સ અને કસ્ટમ ટાઇમલાઇન જેવા આકર્ષક ફીચર્સ એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

(1:26 PM IST)