તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Saturday, 12th September 2026
શી જિનપિંગ દિલ્હી પહોંચ્યાઃ પાલમ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
અત્યાધુનિક હોંગકી N701 બખ્તરબંધ લિમોઝીન કાર અને ખાસ સુરક્ષા ટીમ સાથે આગમન

નવી દિલ્હી, તા.૧૨: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૨૦૨૬ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. લગભગ ૭ વર્ષના લાંબા અંતરાલ પછી શી જિનપિંગે ભારતીય ધરતી પર પગ મૂકયો છે. બપોરે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ લાલ જાજમથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર કેન્દ્રીય રાજ્યમંત્રી જિતિન પ્રસાદાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.ચીનના રાષ્ટ્રપતિ સાથે એક મોટું ચીની પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે, જેમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય કાઈ જી અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીનો સમાવેશ થાય છે. પાલમ એરપોર્ટ પર આગમન બાદ શી જિનપિંગ તાજ હોટેલની મુલાકાત લેશે અને ત્યારબાદ ભારત મંડપમ માટે રવાના થશે.
ચીનના રાષ્ટ્રપતિની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ સમયે થઈ રહી છે, કારણ કે વર્ષ ૨૦૨૦માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછી બંને દેશો પોતાના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે હંમેશાં તે વાત પર ભાર મૂકયો છે કે, ભારત-ચીન સરહદી વિસ્તારોમાં સંપૂર્ણ શાંતિ અને સ્થિરતા બંને દેશો વચ્ચેના સંબંધોના સતત વિકાસ અને પ્રગતિ માટે અનિવાર્ય છે. અગાઉ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન સકારાત્મક વાટાઘાટો કરી હતી.
નવી દિલ્હીમાં યોજાઈ રહેલા ૧૮મા બ્રિક્સ સમિટની બાજુમાં આજે સાંજે ૫:૪૫ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. આ બેઠક બ્રિક્સ સમિટની સૌથી શક્તિશાળી છબી બની રહેશે, જેના પર ભારત અને ચીન સહિત સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
