<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

નર્સ સરલા ભટ હત્‍યા કેસમાં ૩૬ વર્ષે યાસિન મલિક મુખ્‍ય આરોપી જાહેર

૧૯૯૦માં કાશ્‍મીરી પંડિત સરલાની આતંકીઓએ હત્‍યા કરી હતી : ગમે એટલા વર્ષ વીતી જાય, આતંકીઓએ કાયદાનો સામનો કરવો જ પડશેઃ ૭૦૦ પાનાની ચાર્જશીટમાં ચેતવણી

શ્રીનગર,તા.૩૦: આજથી આશરે ૩૬ વર્ષ પહેલા જમ્‍મુ કાશ્‍મીરમાં સરલા ભટ નામની એક હિન્‍દુ નર્સની આતંકીઓ દ્વારા હત્‍યા કરી દેવામાં આવી ! હતી. આ કેસમાં હવે રાજ્‍યની તપાસ એજન્‍સીએ ૭૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં પ્રતિબંધિત સંગઠન જેકેએલએફના ઘાસીન મલિકને મુખ્‍ય આરોપી બનાવવામાં આવ્‍યો છે.

જમ્‍મુ કાશ્‍મીરની તપાસ એજન્‍સીને ૨૦૨૪માં આ કેસ મળ્‍યો હતો જે બાદ તેને ફરી ખોલવામાં આવ્‍યો હતો, હવે એજન્‍સીએ આ મામલે ૭૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં જમ્‍મુ કારમીરના અલગતાવાદી પાસીન મલિકને મુખ્‍ય આરોપી બનાવવામાં આવ્‍યો છે. ૧૯૯૦માં કારમીરી પંડિત સરલા ભટની આતંકીઓ દ્વારા ઘાતકી રીતે હત્‍યા કરી દેવામાં આવી હતી. સરલા ભેટ તે સમયે શેર-એ-કાશ્‍મીર ઈન્‍સ્‍ટિટટ્‍યુટ ઓફ મેડિકલ સાઈન્‍સમાં નર્સ તરીકે કામ કરી રહ્યા હતા. તેનો મૃતદેહ ઇન્‍સ્‍ટિટયુટથી થશે દૂરથી મળી આવ્‍યો હતો.

આ મામલે એજન્‍સીએ યાસિન મલિક ઉપરાંત ખુશીંદ અહમદ ચાલકુ, અબ્‍દુલ હામીદ શંખ, ગુલામ મોહમ્‍મદ અને મોહમ્‍મદ યુસુફને આરોપી બનાવ્‍યા છે. આરોપીઓ સામે ટાડા સહિતના કાયદા હેઠળ આકરી કલમો લગાવવામાં આવી હાલમાં એક આરોપી પાકિસ્‍તાનમાં હોવાની શક્‍યતા છે જ્‍યારે ત્રણના મોત થઈ ચુક્‍યા છે.

હાલ માત્ર યાસિન મલિક સામે સકંજો કસાઈ શકે છે, મલિક અન્‍ય કેસમાં હાલ કસ્‍ટમાં ૧ છે. એજન્‍સીએ એક નિવેદન જાહેર કરીને& કહ્યું હતું કે ગમે એટલો સમય વીતી જાય જે પણ આતંકી પ્રવૃત્તિમાં સામેલ હશે તેણે ! કાયદાનો સામનો કરવો જ પડશે. નોંધનીય છે કે યાસિન મલિક કાશ્‍મીરમાં અલગતાવાદી નેતા તરીકે જાણીતો છે, તેના પર અગાઉ અનેક કેસો થઈ ચુક્‍યા પાકિસ્‍તાની આતંકીઓ સાથેની તેની તસવીરો પણ સામે આવી હતી

(1:29 PM IST)