તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
તમે આ ખુરશીને લાયક નથી, તમારામાં નૈતિકતા પણ નથી
CJI સૂર્યકાંત પર ગુસ્સે થયેલા વકીલને કોર્ટમાંથી બહાર કઢાયા : સુપ્રીમ કોર્ટમાં એક વકીલે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા ભારે હંગામોઃ ૧૫ દિવસથી સુનાવણી ન મળતા નારાજ વકીલે CJI પર પ્રામાણિકતાના અભાવનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી,તા.૧૭: ૧૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટના એક કોર્ટરૂમમાં ભારે હંગામો જોવા મળ્યો હતો, જ્યારે એક વકીલે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિરુદ્ધ વ્યક્તિગત અને અભદ્ર ટિપ્પણી કરી હતી. તાત્કાલિક સુનાવણીની માંગ સાથે બેન્ચ સમક્ષ પહોંચેલા આ વકીલે CJI પર પ્રામાણિકતાના અભાવનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ સર્વોચ્ચ ન્યાયિક પદ પર બેસવાને લાયક નથી. આ ઘટના બાદ સુરક્ષાકર્મીઓએ વકીલને કોર્ટરૂમની બહાર કાઢી મૂક્યા હતા.
૧૫ દિવસથી જવાબ ન મળવાનો આક્ષેપ વકીલે CJI સૂર્યકાંત, જાસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જાસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ જણાવ્યું કે, તેમણે ૨ નવેમ્બરે CJIની ઓફિસમાં એક મામલો રજૂ કર્યો હતો, પરંતુ ૧૫ દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ જવાબ મળ્યો નથી. વકીલ પોતાની સામે ચાલી રહેલા અવમાનના કેસને લઈને પણ નારાજ હોવાનું મનાય છે.
પ્રક્રિયા વિના રજૂઆત બપોરે ૨ વાગ્યે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના આ મુદ્દો ઉઠાવવા બદલ વકીલે માફી માંગી અને કાગળો તપાસવા આગ્રહ કર્યો. જાસ્ટિસ મોહનાએ આ રીતે મુદ્દો ઉઠાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
