<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

સૂર્યોદય તો ઘણીવાર જોયો હશે, પણ આવો ચંદ્રોદય નહીં જોયો હોય!

મુન્‍સિયારીના આકાશમાં જોવા મળ્‍યો બીવર સુપરમૂનઃ ઉત્તરાખંડના મુન્‍સિયારીમાં ૨૪ નવેમ્‍બરે કુદરતનો અદભુત નજારો જોવા મળ્‍યો : જ્‍યારે બરફથી ઢંકાયેલી પંચાચૂલી પર્વતમાળાની પાછળથી બીવર સુપરમૂન ધીમે ધીમે ઊગ્‍યો. સાગર અગ્રીએ આ ચંદ્રોદયનો વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યો, જે અત્‍યાર સુધીમાં લગભગ ૨૦ લાખ વાર જોવાયો છે

દેહરાદૂન તા.૨૬: કુદરતના સુંદર નજારાઓ ક્‍યારેક એવા હોય છે, જેની સામે કેમેરા પણ નાના પડે છે. આવો જ એક અદભુત નજારો ઉત્તરાખંડના મુન્‍સિયારીમાંથી સામે આવ્‍યો છે. અહીં બરફથી ઢંકાયેલી પંચાચૂલી પર્વતમાળાની પાછળથી ધીમે ધીમે વિશાળ ચંદ્રનો ઉદય થતો જોવા મળ્‍યો હતો. આ અદભુત લ્લશ્‍યનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્‍યાર સુધીમાં લગભગ ૨૦ લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્‍યા છે. લોકો આ નજારાને Pure Goosebumps ગણાવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં નવેમ્‍બરમાં જોવા મળતો બીવર સુપરમૂન પંચાચૂલીની બરફીલી પર્વતમાળાની પાછળથી ધીમે ધીમે ઉપર આવતો દેખાય છે. આકાશ એકદમ સ્‍વચ્‍છ હોવાથી ચંદ્ર ખૂબ મોટો અને તેજસ્‍વી દેખાઈ રહ્યો છે. પહાડોની પાછળથી ચંદ્રનો ધીમે ધીમે થતો ઉદય જાણે કોઈ ફિલ્‍મનું સુંદર લ્લશ્‍ય હોય તેવો અહેસાસ કરાવે છે.

આ અદભુત નજારાને સાગર અગ્રીએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે અને પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર શેર કર્યો છે. વીડિયોમાં સાગર કહે છે કે આપણે સૌએ સૂર્યોદય અને સૂર્યાસ્‍ત તો અનેકવાર જોયા હશે, પરંતુ તેમણે દાવો કર્યો કે ઘણા લોકોએ આવો ચંદ્રોદય (Moonrise) ક્‍યારેય જોયો નહીં હોય. તેઓ વધુમાં જણાવે છે કે નરી આંખે આ ચંદ્ર જેટલો સુંદર દેખાતો હતો, તેટલો સુંદર મોબાઇલ કેમેરામાં કેદ થઈ શક્‍યો નથી.

વીડિયો વાયરલ થતાં જ તેના પર કોમેન્‍ટ્‍સનો વરસાદ શરૂ થઈ ગયો છે. એક યુઝરે લખ્‍યું કે મોબાઇલ ફોન આ અદભુત નજારા સાથે ન્‍યાય કરી શકે તેમ નથી અને વાસ્‍તવિકતામાં ચંદ્ર વધુ મોટો તથા સુંદર દેખાતો હશે. અન્‍ય એક યુઝરે પંચાચૂલીની પાછળથી આવો જ ચંદ્રોદય જોયો હોવાની વાત કરી, પરંતુ તે ક્ષણને કેમેરામાં કેદ કરી શક્‍યો ન હોવાનું જણાવ્‍યું. ત્રીજા યુઝરે પણ પોતાનો અનુભવ શેર કરતાં લખ્‍યું કે આવો નજારો જોઈને ખરેખર Pure Goosebumps આવી ગયા હતા. આ ઉપરાંત ઘણા લોકોએ હિમાલયના અન્‍ય વિસ્‍તારોમાં પણ આવા સુંદર ચંદ્રોદયનો અનુભવ કર્યો હોવાની વાત કરી હતી.

નવેમ્‍બર મહિનાની પૂર્ણિમાના ચંદ્રને બીવર મૂન કહેવામાં આવે છે. જ્‍યારે પૂર્ણિમાનો ચંદ્ર પૃથ્‍વીની નજીકના અંતરે હોય ત્‍યારે તેને સુપરમૂન કહેવામાં આવે છે. સામાન્‍ય પૂર્ણિમાની સરખામણીએ સુપરમૂન થોડો મોટો અને વધુ તેજસ્‍વી દેખાય છે. ૨૪ નવેમ્‍બરે જોવા મળેલા આ ચંદ્રની સુંદરતાનું કારણ પણ આ જ હતું.

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્‍લામાં આવેલું મુન્‍સિયારી પંચાચૂલીની બરફીલી પર્વતમાળાઓ માટે જાણીતું છે. અહીંથી હિમાલયનો અત્‍યંત મનમોહક નજારો જોવા મળે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્‍થળે પ્રવાસીઓ ખાસ કરીને સ્‍ટાર ગેઝિગ, ટ્રેકિગ અને પર્વતોની સુંદરતા માણવા માટે આવે છે.

(10:21 AM IST)