<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ફ્રાન્‍સમાં કરિયાણાનું બિલ જોઈને ચોંકી જશોઃ રૂ.૨૭૩ની ડુંગળી અને રૂ.૨૯૨ના ચોખાઃ માત્ર ૬ વસ્‍તુઓનું બિલ રૂ.૧,૪૨૧!

MRP વગરની ખરીદી કરતી ભારતીય મહિલા દિયા મહેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પેકેજ્‍ડ અને છૂટક ભાવના તફાવત વચ્‍ચે બ્રાન્‍ડેડ કોલા ત્રણ ગણો મોંઘો પડયો

પેરિસ, તા.૨૭: ભારતમાં જ્‍યાં શાકભાજીના ભાવમાં રૂ.૧૦-૨૦નો વધારો થાય તો રસોડાનું બજેટ ખોરવાઈ જાય છે અને ડુંગળી-ટામેટાંના ભાવ મુદ્દે મોટો હોબાળો મચી જાય છે, ત્‍યાં ફ્રાન્‍સમાં રહેતી ભારતીય મહિલા દિયા મહેતાના કરિયાણાના બિલે સોશિયલ મીડિયા પર સૌના હોશ ઉડાડી દીધા છે. દિયાએ પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ @diyamehtha પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતની નિヘતિ MRP સિસ્‍ટમથી વિપરીત ફ્રાન્‍સની બજાર વ્‍યવસ્‍થા બતાવીને કેપ્‍શન આપ્‍યું છે કે એવી દુનિયામાં જીવી રહી છું જ્‍યાં પ્‍ય્‍ભ્‍ અસ્‍તિત્‍વમાં નથી. ફ્રાન્‍સના ઓચન સુપરમાર્કેટમાં માત્ર છ સામાન્‍ય વસ્‍તુઓ ખરીદ્યા બાદ દિયાનું બિલ ૧૪ યુરો એટલે કે આશરે રૂ.૧,૪૨૧ આવ્‍યું, જે ભારતમાં આખા અઠવાડિયાના કરિયાણા કે શાકભાજીના બજેટ જેટલું થાય છે.

દિયાએ ખરીદેલી વસ્‍તુઓના ભાવ જોઈને ભારતીય યુઝર્સ આヘર્યચકિત થઈ ગયા છે. વીડિયો મુજબ, તેણે પસંદ કરેલી પેકેજ્‍ડ લાલ ડુંગળી રૂ.૨૭૩ પ્રતિ કિલો હતી, જ્‍યારે છૂટક લાલ ડુંગળીનો ભાવ રૂ.૩૦૪ પ્રતિ કિલો હતોラએટલે કે ત્‍યાં છૂટક કરતાં પેકેજ્‍ડ ડુંગળી સસ્‍તી હતી. આ ઉપરાંત તેણે આશરે રૂ.૧૦૦ના બટાકા, રૂ.૨૦૨ પ્રતિ કિલોના ભાવે ટામેટાં, ૫૦૦ ગ્રામ લસણ આશરે રૂ.૨૦૩માં અને ૧ કિલો બાસમતી ચોખાનું પેકેટ ૨.૮૮ યુરો એટલે કે લગભગ રૂ.૨૯૨માં ખરીદ્યું હતું. સૌથી રસપ્રદ તફાવત કોલામાં જોવા મળ્‍યો, જ્‍યાં સ્‍ટોર બ્રાન્‍ડનો કોલા માત્ર ૫૪ સેન્‍ટ (આશરે રૂ.૫૪)માં મળતો હતો, જ્‍યારે મૂળ કોકા-કોલા ૧.૫૦ યુરો એટલે કે લગભગ રૂ.૧૫૨માં મળતું હતું, જે લગભગ ત્રણ ગણું મોંઘું હોવા છતાં દિયાએ તે પસંદ કર્યું હતું.

આ વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયામાં મિશ્ર પરંતુ રસપ્રદ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા લોકોએ આ ભાવ જોઈને રાહત વ્‍યક્‍ત કરતાં લખ્‍યું કે સારું છે કે આપણે ભારતમાં રહીએ છીએ જ્‍યાં શાકભાજી અને અનાજ આટલા મોંઘા નથી. બીજી તરફ, સમજદાર યુઝર્સે આ આંકડાઓને માત્ર રૂપિયામાં ફેરવીને ન જોવા પર ભાર મૂકયો અને જણાવ્‍યું કે ફ્રાન્‍સમાં જીવનધોરણ અને માસિક આવક પણ ભારત કરતાં અનેક ગણી વધારે હોય છે. છતાં, ભારતીય ચલણમાં આ આંકડા વાંચીને વિદેશમાં રહેતા લોકોની રોજિંદી ખરીદીની વાસ્‍તવિકતા સ્‍પષ્ટપણે સામે આવે છે.

(3:11 PM IST)