<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ફોનની રીંગ વાગતા જ ખબર પડી જશે કોણે કોલ કર્યો

ટેલિકોમ વિભાગનો મોટો નિર્ણયઃ માત્ર 4G અને 5G યુઝર્સને જ મળશે લાભઃ સ્‍પેમ અને ફ્રોડ કોલ પર લગામ લાગશે : ૧ નવેમ્‍બરથી નવો નિયમ લાગુ

નવી દિલ્‍હી, તા.૧૫: મોબાઈલ યૂઝર્સ માટે એક ખૂબ જ મોટા અને રાહતજનક સમાચાર સામે આવ્‍યા છે. હવે અજાણ્‍યા નંબરથી ફોન આવે ત્‍યારે ગભરાવાની કે અસમંજસમાં રહેવાની જરૂર નહીં પડે, કારણ કે આગામી ૧ નવેમ્‍બરથી ફોન વાગતાની સાથે જ સ્‍ક્રીન પર માત્ર નંબર નહીં, પરંતુ કોલ કરનાર વ્‍યક્‍તિ કે કંપનીનું અસલી નામ પણ સ્‍પષ્ટપણે દેખાશે. ટેલિકોમ્‍યુનિકેશન વિભાગ દ્વારા કોલરની ઓળખ સુનિヘતિ કરવા માટેના નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્‍યો છે, જે અંતર્ગત તમામ ટેલિકોમ કંપનીઓને આ નવી સિસ્‍ટમ ફરજિયાતપણે લાગુ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્‍યા છે.

અત્‍યાર સુધી એવું થતું હતું કે અજાણ્‍યા નંબર પરથી કોઈ કોલ આવે તો લોકો મહત્‍વપૂર્ણ કામ સમજીને ફોન રીસીવ કરી લેતા હતા, અને બાદમાં તે સ્‍પામ કે ઓનલાઈન છેતરપિંડીવાળા (ફ્રોડ) કોલ હોવાનું ખુલતું હતું. આ નવી વ્‍યવસ્‍થા અમલમાં આવવાથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને ઓછું ભણેલા લોકોને મોટી રાહત મળશે, જેઓ અવારનવાર આવા ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતા હોય છે. જોકે, આ સેવા માત્ર 4G અને 5G નેટવર્ક ધરાવતા સ્‍માર્ટફોન યૂઝર્સ માટે જ ઉપલબ્‍ધ રહેશે, જ્‍યારે 2G અને 3G નેટવર્ક પર આ સુવિધા કામ કરશે નહીં.

નવી સિસ્‍ટમથી કોલ કરનારની ઓળખ સરળ બનશે ખરી, પરંતુ સાયબર નિષ્‍ણાતોના મતે હજુ પણ સંપૂર્ણ સાવધાની રાખવી અનિવાર્ય છે. સ્‍કેમર્સ કેટલીકવાર નકલી ઓળખ કે છુપાયેલા નામોનો સહારો લઈને પણ કોલ કરી શકતા હોય છે. તેથી, કોઈપણ સંજોગોમાં અજાણ્‍યા કોલ પર બેંક એકાઉન્‍ટની વિગતો, ઓટીપી, આધાર કાર્ડ કે અન્‍ય કોઈ અંગત માહિતી શેર ન કરવી જોઈએ. સરકારી સ્‍તરે લેવાયેલ આ નવો નિયમ ફ્રોડ કૉલ્‍સ સામે એક મજબૂત કવચ સાબિત થશે, પરંતુ નાગરિકોની જાગળતિ જ સૌથી મોટો બચાવ છે. (રર

 

 

 

(2:49 PM IST)