તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
જે છોકરીએ જેલમાં મોકલ્યો તેની સાથે જ યુવકે લગ્ન કરી લીધા
જેલમાં યોજાયા અનોખા લગ્નઃ કોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ વરરાજો બન્યો કેદી

જગદલપુર,તા.૨૫: કહેવાય છે કે પ્રેમ ગમે તેટલો છુપાવીએ તે છુપાતો નથી અને આવો જ એક કિસ્સો છત્તીસગઢના જગદલપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં જગદલપુર જેલમાં એક કેદીના અનોખા લગ્ન યોજાયા. તેમાં જેલનું મેનેજમેન્ટ જાનૈયા બન્યા. જેલની ચાર દીવાલની અંદર સાત ફેરા યોજાતા આ કિસ્સાની ચારેકોર ચર્ચા થવા લાગી. જગદલપુર જેલ પરિસરને ભવ્ય મંડપની માફક સજાવવામાં આવ્યો હતો. જ્યાં એક કેદી અને તેની પ્રેમિકા લગ્નના બંધને બંધાયા હતા.
કહેવાય છે કે જેલમાં બંધ આરોપી સુરેશ સેઠિયાને તેની પ્રેમિકા સાથે પહેલાથી પ્રેમ સંબંધ હતો. બંને પેટ્રોલ પંપ પર એક સાથે કામ કરતા હતા અને સુરેશે યુવતી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. પણ બંને અલગ અલગ જાતિના હતા. બાદમાં કોઈ કારણથી સુરેશે લગ્ન ન કર્યા. આ ઘટના બાદ યુવતીએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને જેલમાં મોકલી દીધો.
જાણવા મળ્યું છે કે, યુવતી સુરેશ સેઠિયાને જેલમાં મોકલ્યા બાદ તેને મળવા જતી હતી. હવે તેણે જણાવ્યું કે, પારિવારિક કારણોથી તેણે યુવક પર ફરિયાદ નોંધાવી હતી અને તેનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો. આ જ કારણથી પોલીસે સુરેશ વિરુદ્ધ ધારા ૩૭૬ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી અને તે છેલ્લા ૭ મહિનાથી જેલમાં સજા કાપી રહ્યો હતો.
પછી જેલમાં બંધ સુરેશ અને તેની પ્રેમિકાને લાગ્યું કે તેમણે હવે લગ્ન કરી લેવા જોઈએ. તો તેમણે પોતાની ઈચ્છા જેલ પ્રશાસનને જણાવી. ત્યાર બાદ જેલ પ્રશાસને કોર્ટમાં તેના માટે મંજૂરી લીધી. જ્યાં બંનેએ આવેદન આપ્યા. કોર્ટે આ આવેદનનો સ્વીકાર કર્યો. ત્યાર બાદ જેલ પ્રશાસને નિયમ અનુસાર, તેમના લગ્ન કરાવ્યા. ત્યાર બાદ સજા ભોગવી રહેલા યુવક વરરાજો બન્યો.
જગદલપુરની સેન્ટ્રલ જેલના જેલર આર.એસ. નેતામે કહ્યું કે, છોકરો અને છોકરી બંનેએ આવેદન આપ્યા છે. બંને અરજીકર્તા પુખ્તવયના છે. પછી કોર્ટમાં લગ્ન માટે આવેદન આપ્યું. જ્યાં આંતરજાતીય વિવાહ છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ છે.
વકીલ અવદેશ ઝાએ કહ્યું કે, કેદીએ કોર્ટમાં લગ્ન કરવા માટે અરજી આપી હતી. બીજી તરફ પીડિતાએ પણ લગ્ન કરવાની વાત કહી હતી. લગ્ન કરવા એ તેમનો કાનૂની હક છે. કોર્ટે જાણ્યું કે, બંને પુખ્તવયના છે અને કોઈના પણ પ્રેશરમાં આવ્યા વિના લગ્ન કરવા માગે છે. તો કોર્ટે મંજૂરી આપી દીધી. છોકરા પર આરોપ લાગ્યો હતો કે, તેણે પ્રેમની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા, તો તેને અનુભવ થયો કે, લગ્ન કરી લેવા જોઈએ. બહુ સમય બાદ એવું થયું છે કે કેન્દ્રીય જેલ જગદલપુરમાં કોઈ લગ્ન થયા હોય. છોકરીવાળા તૈયાર હતા અને વકીલ લોકો પણ આવ્યા હતા.(૪૦.૩)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
