તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
પોતાનું લોહી કાઢીને ફરી શરીરમાં નાખી નશો કરી રહ્યા છે યુવાનો
મધ્યપ્રદેશના ભોપાલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યોઃ ડોક્ટરો પણ ૨ ઘડી સ્તબ્ધ થઈ ગયા

નવી દિલ્હી તા.૧૬: નશો કરતા લોકોને તમે દારૂ કે ડ્રગ્સ દ્વારા નશો કરતા જોયા હશે. જોકે હાલ મધ્યપ્રદેશના ભોપાલમાં એક એવો કેસ સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. ભોપાલની ગાંધી મેડિકલ કોલેજના હમીદિયા હોસ્પિટલમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંયા ૧૮ થી ૨૫ વર્ષના યુવાનોમાં બ્લડ કિકનો જૂનુન સવાર થયો છે. જેમાં યુવાનો પહેલા પોતાનું લોહી કાઢે છે, તેને ફ્રીઝ કરે છે અને ફરી ઇન્જેક્શન દ્વારા પોતાના શરીરમાં નાખે છે.
આ વિચિત્ર નશો કરતા યુવકોનું માનવું છે તેમને આવું કરવાથી હાઈ એનર્જી ફિલ થાય છે. જોકે તબીબોનું કહેવું છે કે આ માત્ર એક જીવલેણ માનસિક ભ્રમ છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આવા ૫ કેસ સામે આવી ચૂક્યા છે. આ દરેક દર્દીઓની સ્ટોરી એક જેવી છે. સૌથી પહેલા તો તેમના માતા પિતાએ તેમના વ્યવહારમાં આવેલો બદલાવ જોયો હતો. જ્યારે તેમને આ મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ હિસક થઈ ગયા હતા.
જ્યારે આ યુવકોને મનોચિકિત્સા વિભાગમાં લઈને જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ જોયું કે આ દર્દીઓમાં દારૂ કે ડ્રગ્સના કોઈ સંકેત ન હતા. તેમના શ્વાસમાંથી દુર્ગંધ પણ નહોતી આવી રહી. આંખમાં કોઈ નશાની દવાની અસર પણ ન હતી. જોકે તેમના શરીર પર તેમણે જે ઇન્જેક્શનો આપ્યા હતા તેના સોયના નિશાન હતા. ડોક્ટરોએ પૂછપરછ કરી તો સામે આવ્યું કે આ યુવાનો પોતાનું જ લોહી પોતાના શરીરમાં નાખે ત્યારે તેમને અદ્ભુત શાંતિ અને સેલ્ફ કંટ્રોલ થાય છે. તેઓને લાગે છે કે આનાથી તેમના શરીરમાં એક નવી ઊર્જા મળે છે.
હમીદિયા હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના ડોક્ટરે જણાવ્યું કે શરીરમાં પોતાનું જ લોહી પરત નાખવાથી કોઈ નશો નથી થતો. તેમણે જણાવ્યું કે આ પૂરી રીતે એક માનસિક ભ્રમ છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પરના વીડિયો જોઈને યુવકો આવું કરવા આકર્ષિત થાય છે. વૈજ્ઞાનિક લ્લષ્ટિકોણથી જોઈએ તો જ્યારે યુવાનો કોઈ સોય લગાવે ત્યારે એ દુખાવા બાદ મળતી માનસિક રાહતને મગજ એક રિવોર્ડની જેમ જુએ છે. આ લોહીના કારણે નહીં પણ તે દરેક દરે મળતી રિલીફને કારણે લાગે છે જે ધીમે ધીમે એક આદત બની જાય છે.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ આદત યુવાનોને જેટલી સારી લાગી રહી છે તેના કરતાં ઘણી ઘાતક છે. પોતાના જ લોહીને ફરીથી શરીરમાં નાખવાથી નેચરલ સિસ્ટમ પૂરી રીતે બગડી શકે છે. આવી સ્થિતિમાં સેપ્સિસ, HIV, હેપેટાઇટિસ, નસોમાં ડેમેજ થવું, બ્લડ ક્લોટિગ અને અંગોના ફેલ થવા જેવી ગંભીર સ્થિતિ થઈ શકે છે. શરીરમાં ગંભીર સંક્રમણ ફેલાવાથી વ્યક્તિની સ્થળ પર જ મોત થઈ શકે છે
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
