તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ઈન્ડોનેશિયામાં મોંઘવારી, જંગલોની આગ સામે યુવાનોનાં દેખાવો
વિદ્યાર્થીઓ હીરોઝ સ્મારક પાસે એકત્ર થયા : ભ્રષ્ટાચાર, સગાવાદને પણ સમાપ્ત કરવાની માંગ જકાર્તા સહિતનાં અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર

જકાર્તા,તા.૨૨: જેમ જેમ વિશ્વનાં દેશોમાં યુવાનોનાં દેખાવો ચાલી રહ્યાં છે ત્યારે ઈન્ડોનેશિયા પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે.
વધતી મોંઘવારી, જંગલોમાં લાગતી આગ અને ભ્રષ્ટાચાર સામે ઈન્ડોનેશિયાનાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતાં.
આ દેખાવો એવા સમયે થઈ રહ્યાં છે જ્યારે ઈન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટો અને ઉપ રાષ્ટ્રપતિ જિબ્રાન રાકાબુમિગનાં વહીવટી તંત્રનાં બે વર્ષ સમાપ્ત થઈ ગયા છે.
દેખાવકારોએ ભ્રષ્ટાચાર, સાઠગાંઠ અને સગાવાદને સમાપ્ત કરવાની પણ માંગ કરી છે. જકાર્તા, યોગ્યાકાર્તા, બાંડુંગ, પેકનબારુ અને મકાસર જેવા શહેરોમાં યુવાનોએ દેખાવો કર્યા હતાં.
જકાર્તામાં યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ તુગુ તાની (હીરોઝ સ્મારક) પાસે એકત્ર થયા હતાં. આ વિદ્યાર્થીઓએ જંગલમાં લાગતી આગ પર અને મોંઘવારી પર અંકુશ મેળવવાની માંગ માટે દેખાવો કર્યા હતાં.
ઈન્ડોનેશિયાનાં જંગલોમાં વારંવાર લાગતી આગને કારણે ઝેરી ધુમ્મસ ફેલાયો છે, ફલાઈટમાં અવરોધ ઉભો થાય છે, સ્કૂલ બંધ કરવા પડે છે અને લોકોનાં આરોગ્ય સામે અનેક ગંભીર ખતરાઓ ઉભા થાય છે.
મીડિયા અહેવાલ અનુસાર સુમાત્રા, કાલીમંતન અને પાપુઆનાં જંગલોમાં લાગેલી આગ અલ નીનોની વચ્ચે સૂકા હવામાનને કારણે લાગી છે
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
