News of Wednesday, 30th September 2026
યુ ટયુબ કમાણીનો ટ્રેન્ડ વધ્યોઃ GDPમાં ૧૮,૦૦૦ કરોડનું યોગદાનઃ ૯.૬ લાખને રોજગારી
પ્લેટફોર્મની આર્થિક અસર હવે મુખ્ય મેટ્રો શહેરો સુધી મર્યાદિત નથી. જયપુર, લખનૌ અને કોચી જેવા નોન-મેટ્રો શહેરોમાં પણ નવા સર્જનાત્મક ક્લસ્ટરો ઉભરી રહ્યા છે : ભારત યુટ્યુબનું સૌથી મોટું બજાર પ્લેટફોર્મ દેશમાં ૫૦૦ મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ધરાવે છેઃ ગયા વર્ષે યુટ્યુબ મુદ્રીકરણ ઇકોસિસ્ટમ દ્વારા ૩૦૦,૦૦૦ થી વધુ એપ્રેન્ટિસને ટેકો મળ્યો

નવી દિલ્હી તા.૩૦: YouTube નું ક્રિએટર ઇકોસિસ્ટમ ઝડપથી ભારતમાં એક મુખ્ય આર્થિક ક્ષેત્ર બની રહ્યું છે. YouTube ના ૨૦૨૫ ઇમ્પેક્ટ રિપોર્ટ મુજબ, પ્લેટફોર્મનું ક્રિએટિવ ઇકોસિસ્ટમ ૨૦૨૫ માં ભારતના GDP માં રૂા.૧૮,૦૦૦ કરોડથી વધુનું યોગદાન આપશે. વધુમાં, આ ઇકોસિસ્ટમ ૯.૬ લાખથી વધુ પૂર્ણ-સમયની નોકરીઓ જેટલી રોજગારીને ટેકો આપશે.
આ રિપોર્ટ Oxford Economics ના સંશોધન પર આધારિત છે. રિપોર્ટ મુજબ, YouTube નું ઇકોસિસ્ટમ ફક્ત કન્ટેન્ટ ક્રિએટર્સને જ ફાયદો નથી પહોંચાડી રહ્યું, પરંતુ સિનેમેટોગ્રાફર્સ, સાઉન્ડ એન્જાિનિયર્સ, સ્ક્રિપ્ટરાઇટર્સ અને પ્રોડક્શન પ્રોફેશનલ્સ સહિત વિવિધ સર્જનાત્મક અને તકનીકી ક્ષેત્રોમાં રોજગારીની તકો પણ ઉભી કરી રહ્યું છે.
રિપોર્ટ મુજબ, ગયા વર્ષની સરખામણીમાં યુટ્યુબના ક્રિએટર ઇકોસિસ્ટમનું ભારતના GDPમાં યોગદાન ગયા વર્ષની સરખામણીમાં વધ્યું છે.
ગયા વર્ષે, આ ઇકોસિસ્ટમે રૂા.૧૬,૦૦૦ કરોડથી વધુનું યોગદાન આપ્યું હતું અને ૯૩૦,૦૦૦ થી વધુ પૂર્ણ-સમયની નોકરીઓ જેટલી રોજગારીનું સમર્થન કર્યું હતું.
યુટ્યુબ અનુસાર, પ્લેટફોર્મની આર્થિક અસર હવે મુખ્ય મેટ્રો શહેરો સુધી મર્યાદિત નથી. જયપુર, લખનૌ અને કોચી જેવા નોન-મેટ્રો શહેરોમાં પણ નવા સર્જનાત્મક ક્લસ્ટરો ઉભરી રહ્યા છે.
આ શહેરોમાં, સ્થાનિક પ્રતિભા ટેકનિકલ અને વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવાની તકો શોધી રહી છે, તેમજ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેમના કાર્ય અને વ્યવસાયોનો વિસ્તાર કરી રહી છે.
રિપોર્ટ મુજબ, ગયા વર્ષે યુટ્યુબ મુદ્રીકરણ ઇકોસિસ્ટમ દ્વારા ૩૦૦,૦૦૦ થી વધુ એપ્રેન્ટિસને ટેકો મળ્યો છે. આ ડિજિટલ ક્રિએટર અર્થતંત્રમાં યુવાનો માટે વધતી તાલીમ અને રોજગારની તકો દર્શાવે છે.
ભારત યુટ્યુબનું સૌથી મોટું બજાર રહે છે. પ્લેટફોર્મ દેશમાં ૫૦૦ મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ધરાવે છે. આનાથી ભારત વૈશ્વિક સ્તરે ળ્ંયવ્યણુફૂ માટે એક મુખ્ય વિકાસ કેન્દ્ર બની ગયું છે. કંપનીના જણાવ્યા અનુસાર, જૂન ૨૦૨૬ સુધીમાં, ભારતમાં ૨૦,૦૦૦ થી વધુ ળ્ંયવ્યણુફૂ ચેનલો ૧ મિલિયન સબ્સ્ક્રાઇબર્સના આંકડાને વટાવી જશે.
ભારતીય સર્જકોની પહોંચ હવે સ્થાનિક પ્રેક્ષકો સુધી મર્યાદિત નથી. YouTube અનુસાર, ભારતીય ચેનલો પર બનાવેલા સામગ્રી માટેના કુલ જોવાના સમયના ૧૫્રુ થી વધુ સમય દેશની બહારના દર્શકો દ્વારા આવે છે. આ ભારતીય સર્જકોની સામગ્રીની વધતી જતી વૈશ્વિક પહોંચને પ્રતિબિબિત કરે છે.
YouTube એ અહેવાલ આપ્યો છે કે ભારતમાં ૨૦૦,૦૦૦ થી વધુ ચેનલોએ ગયા વર્ષે પહેલીવાર પ્લેટફોર્મ પર કમાણી શરૂ કરી હતી. વાર્ષિક રૂા.૧ મિલિયન કે તેથી વધુ કમાણી કરતી ચેનલોની સંખ્યામાં વર્ષ-દર-વર્ષે ૨૦% થી વધુનો વધારો થયો છે. કમાણી કરનારા સર્જકોમાંથી, ૭૩% લોકોએ YouTube ને તેમની આવકનો પ્રાથમિકસ્ત્રેત ગણાવ્યો હતો
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
