હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યાયતંત્રને 'તાનાશાહી અને મનમરજી' કહેનાર યુટ્યુબરને જેલના સળિયા પાછળ ધકેલાયો
દિલ્હી હાઈકોર્ટનો આકરો નિર્ણય : ન્યાયિક પ્રક્રિયાનું અપમાન કરવા બદલ ૬ મહિનાની સખત કેદની સજા ફટકારવામાં આવી

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે ન્યાયતંત્ર વિરુદ્ધ અત્યંત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ એક યુટ્યુબરને દોષિત ઠેરવીને ૬ મહિનાની જેલની સજા સંભળાવી છે. યુટ્યુબરે પોતાના વીડિયોમાં ન્યાયતંત્ર માટે 'તાનાશાહી' અને 'મનમારજી' જેવા શબ્દોનો પ્રયોગ કરીને કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડી હતી. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈને કાયદાના શાસનની મર્યાદા જાળવવા માટે આ આકરો દંડ ફટકાર્યો છે.
કોર્ટની કાર્યવાહી દરમિયાન અવલોકન કરવામાં આવ્યું હતું કે વાણી સ્વાતંત્ર્યના નામે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કાર્ય અક્ષમ્ય છે. યુટ્યુબરે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો હતો તે માત્ર કોર્ટની અવમાનના નથી પરંતુ ન્યાય વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ ઘટાડવાનો પ્રયાસ પણ છે. કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયતંત્રની ટીકા કરી શકાય છે, પરંતુ તે સભ્યતા અને સત્યતાના માળખામાં હોવી જોઈએ.
સજા સંભળાવતા સમયે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી સામગ્રી માટે દરેક વ્યક્તિએ જવાબદાર રહેવું જોઈએ. ખોટી માહિતી અને અપમાનજનક ટિપ્પણીઓ દ્વારા ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરનારાઓ સામે કોર્ટ કડક વલણ અપનાવશે. આ સજા અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ માટે એક ચેતવણી સમાન છે.
આ કેસ સોશિયલ મીડિયાના યુગમાં ન્યાયિક ગરિમાની સુરક્ષા માટે એક દાખલો બેસાડશે. યુટ્યુબરને જેલની સજા ઉપરાંત દંડ પણ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરિમા સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં. હવે આ ચુકાદા બાદ ઓનલાઈન પ્લેટફોર્મ પર અભિવ્યક્તિની આઝાદી અને જવાબદારી વચ્ચેના સંતુલન પર નવી ચર્ચા શરૂ થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
