તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
પીએસઆઇ આર.કે.જાડેજાના સુપુત્ર ચિ.જયરાજસિંહજીના રવિવારે શુભલગ્ન
ચિ. જયરાજસિંહજી ù સૌ.કાં.ચિ.કૃપાબા

રાજકોટ : મૂળ ગામ બકુત્રા જાગીર (કચ્છ, વાગડ) હાલ રાજકોટ નિવાસી શ્રી આર.કે.જાડેજા (પીએસઆઇ) ના સુપુત્ર ચિ.જયરાજસિંહજીના શુભલગ્ન વઘાસીયા (વાંકાનેર) નિવાસી શ્રી રાજેન્દ્રસિંહજી ભગવતસિંહજી ઝાલાના કુંવરીબા સૌ.કાં. ચિ. કૃપાબા સાથે તા. ૧૭-૧૧-ર૦ર૪ ને રવિવારે નિર્ધારેલ છે. શુભલગ્ન પ્રસંગે તા. ૧૬ ને શનિવારે રાત્રે ૮.૦૦ કલાકે દાંડીયા રાસ તેમજ હસાયરાનું આયોજન કરાયું છે. જેમાં સુવિખ્યાત કલાકાર ધીરૂભાઇ સરવૈયા હાસ્યરસ પીરસશે. આમંત્રીતો માટે ભોજન સમારંભ તા.૧૭-૧૧-ર૦ર૪ ને રવિવારે સાંજે ૭.૩૦ કલાકે રાખેલ છે. તેમજ રાત્રે ૧૦.૦૦ વાગ્યે લોકડાયરાનું આયોજન કરાયેલ છે. શુભલગ્નસ્થળઃ રિજન્સી લગુન રીસોર્ટ, સજ્જનવાટીકા, ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ, રાજકોટ
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
