તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th November 2024
રાજુભાઇ ડાંગરના આંગણે ઢોલનો ધબકાર, શરણાઇના સૂરઃ ચિ. નંદિની : ચિ. પૃથ્વી
જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષની લાડકવાયીનો લગ્નોત્સવ

રાજકોટઃ કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી અ.સૌ. શીતલબેન તથા શ્રી રાજુભાઇ લખુભાઇ ડાંગરની સુપુત્રી ચિ. નંદિની ના શુભ લગ્ન ચિ. પૃથ્વી રાજકોટ નિવાસી અ. સૌ. ઉમાબેન તથા શ્રી દિનેશભાઇ વિરાભાઇ લોખીલના સુપુત્ર સાથે શુક્રવાર તા. રર-૧૧-ર૦ર૪ના રોજ સાંજના તોરણ નિર્ધારેલ છે. હસ્ત મેળાપ તે દિવસે સાંજે ૬ વાગ્યે અને ભોજન સમારંભ સાંજે ૭-૩૦ વાગ્યે રાખેલ છે.
શુભ લગ્ન સ્થળઃ દિવાળીબાગ પાર્ટી લોન્સ સદ્દભાવના નર્સરીની બાજુમાં, પાટીદાર ચોકથી આગળ, ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.
શુભ નિવાસ સ્થાનઃ આહિર શ્રી રાજુભાઇ લખુભાઇ ડાંગર (ઉપપ્રમુખ જીલ્લા પંચાયત-રાજકોટ) ‘‘માધવ'', નારાયણનગર-૩, સહકાર મેઇન રોડ, મો. ૯૯રપ૧ ૧પ૦૭૦ રાજકોટ.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
